Monday, November 25, 2024
More
    હોમપેજરાજકારણ'બિભવ સામે ફરિયાદ નોંધાવી ત્યાં સુધી હું AAPની લેડી સિંઘમ હતી અને...

    ‘બિભવ સામે ફરિયાદ નોંધાવી ત્યાં સુધી હું AAPની લેડી સિંઘમ હતી અને હવે BJP એજન્ટ થઈ ગઈ!’: સ્વાતિ માલીવાલે કેજરીવાલની પાર્ટીને કોર્ટમાં ઘસેડવાની કરી વાત

    સ્વાતિ માલીવાલે આમ આદમી પાર્ટી પર નિશાન સાધીને કટાક્ષ કરતાં કહ્યું કે, "બિભવ કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ત્યાં સુધી હું તેમના (AAP) હિસાબે 'લેડી સિંઘમ' હતી અને આજે BJP એજન્ટ બની ગઈ?" તેમણે વધુમાં કહ્યું કે, "આખી ટ્રોલ આર્મી માર પર લગાવી દીધી, માત્ર એટલા માટે કે, મે સત્ય કહ્યું."

    - Advertisement -

    AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે અરવિંદ કેજરીવાલની પાર્ટી અને તેમના મંત્રીઓ પર જૂઠ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. કેજરીવાલના PA બિભવ કુમાર વિરુદ્ધ FIR નોંધાવ્યા બાદથી જ સ્વાતિ માલીવાલને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. AAPના નેતાઓ દરેક પ્રેસ કૉન્ફરન્સમાં દોષનો ટોપલો સ્વાતિ માલીવાલ પર ઢોળી રહ્યા છે. AAPના મંત્રીઓ આરોપ લગાવી રહ્યા છે કે, સ્વાતિએ ભાજપના ઇશારે FIR નોંધાવી છે. ત્યારે સ્વાતિ માલીવાલે પણ વળતો જવાબ આપ્યો છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું છે કે, જ્યાં સુધી તેમણે બિભવ કુમાર સામે ફરિયાદ નહોતી નોંધાવી ત્યાં સુધી તેઓ AAPની લેડી સિંઘમ હતા, પરંતુ હવે તેઓ BJP એજન્ટ થઈ ગયા છે.

    AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે સોમવારે (20 મે, 2024) આરોપ લગાવ્યો કે, દિલ્હી સરકારના મંત્રી અને AAPના લોકો તેમના વિશે જૂઠ ફેલાવી રહ્યા છે. તેમણે મંત્રીઓને કોર્ટ સુધી ઘસડી જવાની ધમકી પણ આપી છે. માલીવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને AAP નેતાઓના બધા આરોપોનું ખંડન કર્યું છે. તેમણે લખ્યું કે, “કાલથી દિલ્હીના મંત્રીઓ જૂઠ ફેલાવી રહ્યા છે કે, મારા પર ભ્રષ્ટાચારની FIR નોંધાઈ છે, તેથી BJPના ઇશારા પર મેં આ બધુ કર્યું છે.”

    તેમણે FIR વિશે વધુ ખુલાસો કરતાં કહ્યું કે, “તે FIR 8 વર્ષ પહેલાં 2016માં નોંધાઈ હતી. ત્યારબાદ મને મુખ્યમંત્રી અને LGએ બે વાર મહિલા આયોગની અધ્યક્ષ નિયુક્ત કરી હતી. કેસ સંપૂર્ણપણે નકલી છે, જેના પર 1.5 વર્ષથી હાઈકોર્ટે સ્ટે લગાવ્યો છે. તેમણે પણ સ્વીકાર્યું છે કે, પૈસાની કોઈ લેવડદેવડ થઈ નહોતી.”

    - Advertisement -

    ‘બિભવ સામે ફરિયાદ સુધી AAPની લેડી સિંઘમ, હવે થઈ ગઈ BJP એજન્ટ’- સ્વાતિ

    સ્વાતિ માલીવાલે આમ આદમી પાર્ટી પર નિશાન સાધીને કટાક્ષ કરતાં કહ્યું કે, “બિભવ કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ત્યાં સુધી હું તેમના (AAP) હિસાબે ‘લેડી સિંઘમ’ હતી અને આજે BJP એજન્ટ બની ગઈ?” તેમણે વધુમાં કહ્યું કે, “આખી ટ્રોલ આર્મી માર પર લગાવી દીધી, માત્ર એટલા માટે કે, મેં સત્ય કહ્યું. પાર્ટીના તમામ લોકોને ફોન કરીને કહેવામાં આવી રહ્યું છે કે, સ્વાતિના કોઈ પર્સનલ વિડીયો હોય તો મોકલો, લીક કરવા છે.”

    અંતે તેમણે કહ્યું કે, “જૂઠ વધુ સમય માટે ટકી શકે નહીં. પણ સત્તાના નશામાં કોઈને નીચું દેખાડવાના જૂનુનમાં એવું ન થઈ જાય કે, જ્યારે સત્ય સામે આવે ત્યારે પોતાના પરિવાર સાથે પણ નજર ન મેળવી શકો.” આખરે તેમણે આમ આદમી પાર્ટીના નેતાઓને ધમકી આપતા કહ્યું કે, “તમે ફેલાવેલા દરેક જૂઠ માટે તમને કોર્ટ સુધી ઘસડીને લઈ જઈશ.”

    નોંધવા જેવુ છે કે, તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી આવાસમાં સ્વાતિ માલીવાલ સાથે મારપીટ થઈ હોવાની ઘટના સામે આવી હતી. સ્વાતિ માલીવાલે પોતે પોલીસને ફોન કરીને મુખ્યમંત્રી કેજરીવાલના અંગત સચિત બિભવ કુમાર પર મારપીટ અને ધમકીનો આરોપ લગાવ્યો હતો. તે બાદથી જ સ્વાતિ માલીવાલ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખટાશ પેદા થઈ છે. ત્યારબાદ પોલીસે બિભવ કુમારની ધરપકડ પણ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં