Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત‘પરષોત્તમ રૂપાલાને માફી આપીએ છીએ, સંકલન સમિતિએ સમાજને ગેરમાર્ગે દોર્યો’: પદ્મિનીબા વાળા,...

    ‘પરષોત્તમ રૂપાલાને માફી આપીએ છીએ, સંકલન સમિતિએ સમાજને ગેરમાર્ગે દોર્યો’: પદ્મિનીબા વાળા, કહ્યું- સમિતિ રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા પાસે માફી મંગાવે અથવા ઝંડા મૂકી દે

    “હવે સમિતિ ન તો રૂપાલાને માફ કરી રહી છે કે ન સરખું આંદોલન કરી રહી છે. રૂપાલાએ પાંચમી વખત માફી માંગી ત્યારે અમને હતું કે ભાગ-3 એ હશે કે રાહુલ ગાંધી અને ઉમેશભાઈને  (AAP નેતા ઉમેશ મકવાણા) માફી મંગાવીએ. પણ એ તો તેમણે કશું કર્યું જ નથી."

    - Advertisement -

    ભાજપ નેતા પરષોત્તમ રૂપાલા સામે આંદોલન શરૂ કરનાર ક્ષત્રિય મહિલા નેતાઓ પૈકીનાં એક પદ્મિનીબા વાળાએ રૂપાલાને માફી આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ તેમણે ક્ષત્રિય સંકલન સમિતિ પર આંદોલનનો ઝંડો ઉપાડીને તેમાં રાજકારણ ઘૂસાડી દઈને સમાજને અવળા માર્ગે દોરવાના આરોપો લગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે 24 કલાક પહેલાં જ સમિતિએ આંદોલનને ‘વિરામ’ આપવાની જાહેરાત કરી હતી. 

    ક્ષત્રિય સંકલન સમિતિની જાહેરાત બાદ શુક્રવારે (17 મે) પદ્મિનીબા વાળાએ એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે આ વાત કહી. તેમણે કહ્યું કે, “ચૂંટણી બાદ પરષોત્તમ રૂપાલાએ ફરી એક વખત માફી માંગી હતી અને કહ્યું હતું કે હું નારીશક્તિ પાસે માફી માંગું છું. તો અમે રૂપાલાને માફ કરી રહ્યા છીએ. જેને જે બોલવું હોય તે બોલ્યા કરે.” 

    તેમણે કહ્યું કે, “માફી માંગવી સહેલી બાબત નથી. રૂપાલા જે બોલ્યા છે તેનું દુઃખ છે, પરંતુ તેઓ પણ વડીલ છે અને પાંચમી વખત માફી માંગી છે. તો માનવતાની દ્રષ્ટિએ વિચારવું જોઈએ. અમે તેમને માફી આપીએ છીએ.” તેમણે આગળ કહ્યું કે, સંકલન સમિતિ તો સામાજિક જ હોય અને રાજકીય ન હોય તો રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણાને પણ માફી મંગાવે.

    - Advertisement -

    સંકલન સમિતિનાં બેવડાં ધોરણો: પદ્મિનીબા  

    તેમણે સમિતિ પર બેવડાં ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, તેમની વાતો પરથી લાગે છે કે તેઓ કોઇ નિર્ણય પર પહોંચી શકતા નથી. તેમણે કહ્યું કે, તેમનો વિરોધ કોઇ વ્યક્તિ કે સરકાર સામે ન હતો, તો તેઓ શું કરવા માટે આવ્યા હતા? બેન-દીકરીની અસ્મિતાની લડાઇ તો દેખાઈ નહીં. આમાં તેમનાં ડબલ સ્ટાન્ડર્ડ દેખાય છે.”

    તેમણે આગળ કહ્યું કે, “હવે સમિતિ ન તો રૂપાલાને માફ કરી રહી છે કે ન સરખું આંદોલન કરી રહી છે. રૂપાલાએ પાંચમી વખત માફી માંગી ત્યારે અમને હતું કે ભાગ-3 એ હશે કે રાહુલ ગાંધી અને ઉમેશભાઈને  (AAP નેતા ઉમેશ મકવાણા) માફી મંગાવીએ. પણ એ તો તેમણે કશું કર્યું જ નથી. સંકલન સમિતિએ ઝંડો હાથમાં લીધો છે તો વ્યવસ્થિત બધું કરો, અથવા તો ઝંડો મૂકી દો.”

    તેઓ કહે છે કે અમે સામાજિક છીએ, તો આમાં ટિકીટ ક્યાંથી આવી?

    આગળ તેમણે કહ્યું કે, “એક તરફ તેઓ કહી રહ્યા છે કે અમે સામાજિક છીએ અને રાજકીય નથી, તો આમાં ટિકીટ ક્યાંથી આવી? તેના માટે રાજકીય લોકો છે જ. તમે સામાજિક છો તો સામાજિક જ રહો, સામાજિક કાર્ય કરો. સમાજને લાગી રહ્યું છે કે બેન-દીકરીઓને હાથો બનાવવામાં આવી છે.” આગળ કહ્યું કે, “જે બેન-દીકરીઓએ લડત આપી હતી, તેમને તો યાદ જ નથી કર્યા અને સાઈડલાઈન કર્યાં છે. અંદરોઅંદર સમાજની લડાઇના કારણે આખા સમાજનું ખરાબ દેખાય છે. અમને બોલવા માટે તેઓ મજબૂર કરી રહ્યા છે.” 

    ‘રૂપાલાએ ફોર્મ ભર્યુ ત્યારે જ આંદોલન પૂર્ણ થઈ ગયું હતું’

    આંદોલનને લઈને તેમણે કહ્યું કે, જ્યારથી પરષોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યું હતું ત્યારથી આંદોલન પૂર્ણ જ થઈ ગયું છે. આ લોકોએ સમાજને ગેરમાર્ગે દોર્યો હતો. આગળ તેમણે કહ્યું કે, “એક રીતે જોવા જઈએ તો આંદોલન નિષ્ફળ ગયું છે. જેઓ ભાજપમાં હતા તેમને રાજીનામાં અપાવી દીધાં અને હવે આ લોકોને (સમિતિ) તેમની કોઇ પડી જ નથી. હવે એ લોકો શું કરશે તેની કોઈને ખબર નથી.” 

    પદ્મિનીબાએ કહ્યું કે, “અમે ભાજપના વિરોધમાં ક્યારેય ન હતા, સંકલન સમિતિ કલાકે-કલાકે પોતાનાં નિવેદનો બદલતી રહી છે. અમારો વિરોધ રૂપાલા પૂરતો સીમિત હતી. આમાં ભાજપને વચ્ચે લાવવાનું શું કારણ હતું? બાકી, નરેન્દ્ર મોદી કાયમ સૌને સાથે લઈને ચાલ્યા છે. તેમનાં કામો ભૂલવાં ન જોઈએ.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં