તાજેતરમાં જ પાડોશી દેશોમાંથી ધાર્મિક આધાર પર પ્રતાડિત થઈને આવેલા લઘુમતી સમાજના લોકોને નાગરિકતા સંશોધન કાયદા (CAA) હેઠળ નાગરિકતા આપવામાં આવી છે. બુધવારે (15 મે) 14 વ્યક્તિઓને નાગરિકતા માટેનાં પ્રમાણપત્રો આપવામાં આવ્યાં હતાં. આ પ્રમાણપત્ર મેળવ્યા બાદ નાગરિકતા પામનાર લોકો આધિકારિક રીતે ભારતીય થઈ ગયા છે. ત્યારે હવે CAAના માધ્યમથી ભારતની નાગરિકતા પ્રાપ્ત કરનાર લોકોની પ્રતિક્રિયા સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ કુલ 14 વ્યક્તિઓને સિટિઝનશિપ સર્ટિફિકેટ એનાયત કર્યાં. આ દરમિયાન અન્ય સચિવો, IB ડાયરેક્ટર, રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ગૃહ સચિવે નાગરિકતા પ્રાપ્ત કરનાર તમામ વ્યક્તિઓને અભિનંદન પણ પાઠવ્યા હતા. કાયદો લાગુ થયા બાદ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી 31 ડિસેમ્બર, 2014 પહેલાં ધાર્મિક આધાર પર પ્રતાડિત થઈને ભારત આવ્યા હોય તેવા વ્યક્તિઓની અરજી આવી હતી. ત્યારબાદ આ અરજીઓ ઉપર જે-તે અધિકારીઓની અધ્યક્ષતામાં બનેલી સમિતિએ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી અરજદારોને શપથ લેવડાવ્યા હતા.
Citizenship Certificates were physically handed over to 14 applicants in Delhi today. Digitally signed Certificates are being issued to many other applicants through email: Ministry of Home Affairs pic.twitter.com/0qCN999FJy
— ANI (@ANI) May 15, 2024
ભારતીય બનનાર લોકોની પ્રતિક્રિયા
ઉલ્લેખનીય છે કે નાગરિકતા મેળવનાર લોકોએ મીડિયા સમક્ષ હર્ષ પ્રગટ કર્યો હતો. આ પૈકી પરમદાસ નામના વ્યક્તિએ કહ્યું હતું કે, “આ ઋષિમુનીઓની ધરતી છે, જાણે અમે નરકથી સ્વર્ગમાં આવી પહોંચ્યા છીએ. વડાપ્રધાન મોદી રામ છે અને ગૃહમંત્રી અમિત શાહ હનુમાન છે. લોકો અમને પાકિસ્તાની-પાકિસ્તાની કહેતા હતા. આ એક કલંક જેવું લાગતું હતું. આજે નાગરિકતાનું પ્રમાણપત્ર મળ્યા બાદ અમારું આ કલંક મટી ગયું છે. આજે અમે ગર્વથી કહી શકીએ છીએ કે અમે પણ ભારતીય છીએ.”
અન્ય એક યશોદા નામની મહિલાએ ANI સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “અમે 2013માં ભારત આવ્યા હતા. અમને પહેલા પાણી અને વીજળીની ખૂબ તકલીફ હતી. હવે અમારી પાસે નાગરિકા છે. અમારું તો ન થઇ શક્યું, પરંતુ અમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ છે. અમે નાગરિકતા મેળવવા ઘણો સંઘર્ષ કર્યો છે. અમે વડાપ્રધાન મોદીના આભારી છીએ. અમારા બાળકો હવે શિક્ષણ મેળવી શકશે. હવે કોઈ અમને પાકિસ્તાની નહીં કહે.”
#WATCH | Delhi: "We came here in 2013… We faced a lot of difficulties related to water and electricity. Now we have citizenship. Not ours, but our children's future will be bright… We struggled a lot for citizenship… We are happy and thankful to PM Modi… Our children will… pic.twitter.com/i0I7YJVrtt
— ANI (@ANI) May 16, 2024
અન્ય એક સોનાદાસ નામના વ્યક્તિએ CAAનો તમામ શ્રેય વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને આપ્યો હતો. તેમણે કહ્યું કે, “આ સંઘર્ષ અમારો નહીં, પરંતુ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો છે. ભારત સાથે અમારા બાળકોનું જોડાણ અમારા માટે ગર્વની વાત છે. અમને પૂર્ણ ભરોસો થઇ ગયો છે કે વડાપ્રધાન અને ગૃહમંત્રી છાતી ઠોકીને જે કામ કહે છે તે કરીને બતાવે છે. લગભગ હજુ 200 લોકોએ નાગરિકતા મેળવવા માટે આવેદન આપ્યું છે. અમારી સરકારને માંગ છે કે જે લોકો વર્ષ 2014 બાદ પણ ભારતમાં આવ્યા છે તેમને પણ નાગરિકતા આપવામાં આવે.”
વર્ષ 2019માં CAA ગૃહમાં પસાર અને 2024માં અધિસુચના જાહેર
CAA વર્ષ ડિસેમ્બર, 2019માં સંસદનાં બંને ગૃહમાંથી પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગતિ અને કાયદો બન્યો હતો. પરંતુ રાષ્ટ્રપતિ ભવનના ગેઝેટ અનુસાર, ગૃહ મંત્રાલય તેને લાગુ કરવાની અધિસૂચના બહાર પાડે ત્યારબાદ તે લાગુ કરવામાં આવે છે. દરમ્યાન, દેશભરમાં આ કાયદા વિરુદ્ધ મુસ્લિમોને ભડકાવીને પ્રદર્શનો પણ કરવામાં આવ્યાં અને મહિનાઓ સુધી દિલ્હીના શાહીનબાગમાં પ્રદર્શનો ચાલ્યાં. આ જ પ્રદર્શનના નામે પછીથી રાજધાનીમાં હિંદુવિરોધી હિંસા થઈ. ત્યારબાદ કોરોના મહામારી આવવાના કારણે ગૃહ મંત્રાલય નિયમો બનાવીને અધિસૂચના બહાર પાડી શક્યું ન હતું. આખરે માર્ચ, 2024માં અધિસૂચના બહાર પાડવામાં આવી.
આ નિયમ હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ, શિખ, પારસી, બૌદ્ધ કે જૈન વ્યક્તિ, જેણે 31 ડિસેમ્બર, 2014ના રોજ અથવા તે પહેલાં ભારતમાં પ્રવેશ કરી લીધો હોય અને જેમને પાસપોર્ટ એક્ટ, 1920ની કલમ 3(2)(C) હેઠળ અને ફોરેનર્સ એક્ટ, 1946ની જોગવાઈઓ હેઠળ બનાવવામાં આવેલ નિયમો કે આદેશોમાંથી છૂટ મળી હોય, તેઓ નાગરિકત્વ પ્રાપ્ત કરી શકશે.