Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમકેજરીવાલ દારૂ કૌભાંડના સમગ્ર કાવતરામાં હતા સામેલ, પૂછપરછથી ભાગતા રહ્યા અને 170...

    કેજરીવાલ દારૂ કૌભાંડના સમગ્ર કાવતરામાં હતા સામેલ, પૂછપરછથી ભાગતા રહ્યા અને 170 મોબાઈલ સહિતના પુરાવાઓનો નાશ કર્યો: EDએ સુપ્રીમ કોર્ટમાં આપ્યું સોગંદનામુ

    સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટમાં EDએ કહ્યું, "અમે કોઈ ખરાબ ઈરાદાથી કેજરીવાલની ધરપકડ કરી નથી. તેમની ધરપકડ કરવામાં આવી છે કારણ કે કાયદા સમક્ષ બધા સમાન છે."

    - Advertisement -

    ધરપકડ અને રિમાન્ડ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટે અરજી ફગાવ્યા બાદ 25 એપ્રિલ ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન, કેન્દ્રીય તપાસ એજન્સી EDએ અરવિંદ કેજરીવાલની ધરપકડ શા માટે કરી તે વિશે વાત કરી હતી, જે બાદ દિલ્હી હાઈકોર્ટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દેવામાં આવી હતી. પોતાની વાતમાં ED દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલ જ આ આખા કૌભાંડના માસ્ટમાઈન્ડ હતા, તેઓ પૂછપરછથી ભાગતા રહ્યા અને તેઓએ અનેક પુરાવાઓનો નાશ પણ કર્યો હતો.

    અહેવાલો અનુસાર પોતાના સોગંદનામામાં EDએ રજૂઆત કરી છે કે કેજરીવાલ અને અન્ય લોકો દ્વારા સમગ્ર કૌભાંડ દરમિયાન 170થી વધુ મોબાઈલ ફોન નષ્ટ કરવામાં આવ્યા સાથે સમગ્ર કૌભાંડમાં મોટા પાયે પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો છે. જવાબમાં તેઓએ આગળ ઉમેર્યું છે કે,

    “…કૌભાંડના નિર્ણાયક ડિજિટલ પુરાવાઓ અને મની ટ્રેઇલનો આરોપીઓ અને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ દ્વારા સક્રિયપણે નાશ કરવામાં આવ્યો છે. આટલા સક્રિય અને ગુનાહિત રીતે પુરાવાઓના નાશ કરવા છતાં, એજન્સી ચાવીરૂપ પુરાવાઓ પુનઃપ્રાપ્ત કરવામાં સફળ રહી છે જે સીધી રીતે પ્રક્રિયામાં અરજદારની ભૂમિકા અને ગુનાની આવકને લગતી પ્રવૃત્તિઓ પ્રસ્થાપિત કરે છે …”

    એજન્સીએ ધરપકડનું કારણ પણ આપ્યું

    અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે EDએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે કેજરીવાલ તપાસમાં સહકાર આપી રહ્યા નહોતા, તેથી તેમની ધરપકડ કરવી પડી હતી. EDએ કહ્યું કે તેઓએ કેજરીવાલને 9 વખત સમન્સ મોકલ્યા પરંતુ કેજરીવાલ એક પણ વખત પૂછપરછ માટે હાજર થયા ન હતા. એટલું જ નહીં, EDએ કહ્યું- કેજરીવાલ મની લોન્ડરિંગના દોષી છે.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટમાં EDએ કહ્યું, “અમે કોઈ ખરાબ ઈરાદાથી કેજરીવાલની ધરપકડ કરી નથી. તેમની ધરપકડ કરવામાં આવી છે કારણ કે કાયદા સમક્ષ બધા સમાન છે.” EDએ કહ્યું- આવી સ્થિતિમાં નેતા સાથે અન્ય ગુનેગારોથી અલગ વર્તન કરવું બંધારણ હેઠળ નથી.

    21 માર્ચના દિવસે થઈ હતી કેજરીવાલની ધરપકડ

    ઉલ્લેખનીય છે કે, કેજરીવાલની 21 માર્ચ 2024ના રોજ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ED તેમને (અરવિંદ કેજરીવાલ)ને દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્ય કાવતરાખોર માને છે. EDનું કહેવું છે કે AAPના ઘણા મોટા નેતાઓ અને મંત્રીઓ પણ આ કૌભાંડમાં સામેલ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં