Tuesday, May 21, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પાલઘરના સાધુઓની હત્યા થઈ, પણ સૂતેલા રહ્યા ઉદ્ધવ ઠાકરે’: શિવસેના નેતાએ કહ્યું-...

    ‘પાલઘરના સાધુઓની હત્યા થઈ, પણ સૂતેલા રહ્યા ઉદ્ધવ ઠાકરે’: શિવસેના નેતાએ કહ્યું- રાહુલ ગાંધીના દબાણના કારણે તેમણે CBIને નહતી સોંપી તપાસ 

    શિવસેનાના પ્રવક્તા કિરણ પાવસકરે આરોપ લગાવ્યો છે કે, પાલઘર હત્યાકાંડના મહિનાઓ પછી કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. તેથી સાધુઓના જુના અખાડાએ CBI તપાસની માંગણી સાથે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તે સમયે પણ ઉદ્વવ સરકારે CBI તપાસનો વિરોધ કર્યો હતો.

    - Advertisement -

    એપ્રિલ, 2020માં મહારાષ્ટ્રના પાલઘરમાં બે સાધુઓની હત્યા મામલે હવે નવા સમાચાર સામે આવ્યા છે. એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના નેતાએ આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કહેવા પર મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ તે કેસની CBI તપાસ થવા દીધી નહોતી. નોંધનીય છે કે, મહારાષ્ટ્રના પાલઘરમાં એપ્રિલ, 2020માં બે હિંદુ સાધુઓની અને તેમના એક ડ્રાઈવરની માર મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. હવે તે જ મામલે એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ ઉદ્વવ ઠાકરે પર આરોપ લગાવ્યો છે.

    આ મામલે શિવસેનાના સચિવ અને પ્રવક્તા કિરણ પાવસકરે જણાવ્યું છે કે, “પાલઘરમાં હિંદુ સાધુઓની હત્યા ત્યારે થઈ હતી, જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે સૂઈ રહ્યા હતા અને તેમના ગૃહ મંત્રી અનિલ દેશમુખ પૈસા ભેગા કરવામાં વ્યસ્ત હતા. તેનાથી તે શંકા જાય છે કે, મહારાષ્ટ્ર સરકારના ઇશારા પર સાધુઓની હત્યા કરવામાં આવી હતી. તે સમયે ઠાકરેએ ખૂબ નબળો પ્રતિસાદ આપ્યો હતો અને તપાસ મશીનરીઓને નિષ્ક્રિય જ રાખી હતી. તેમની સરકારે કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને (CBI) ન સોંપવાના કારણે તપાસમાં ઘણો વિલંબ થયો હતો.”

    શિવસેના પ્રવક્તાએ કહ્યું કે, “આ ઘટનાના મહિનાઓ પછી પણ કોઈ નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા નહોતાં. આ કારણથી સાધુઓના જૂના અખાડાએ CBI તપાસની માંગણી સાથે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તે સમયે પણ ઉદ્વવ સરકારે CBI તપાસનો વિરોધ કર્યો હતો.” તેમણે આરોપ લગાવ્યો કે, “તે વાતના પુરાવા છે કે, રાહુલ ગાંધીના દબાણથી ઠાકરેએ તે કેસ CBIને સોંપ્યો નહોતો.”

    - Advertisement -

    મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ લેવાયા નિર્ણય

    આ સાથે પાવસ્કરે જણાવ્યું કે, લગભગ 2 વર્ષ બાદ 30 જૂન, 2022ના રોજ શિવસેના (બાલાસાહેબ ઠાકરે) અને ભાજપે સંયુકત સરકાર બનાવી હતી, એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા હતા. તે પછી જ આ મામલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બાદ શિંદે સરકારે આ મામલે CBI તપાસને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને તે પછી CBI તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.

    નોંધનીય છે કે સાધુઓની હત્યા વખતે ઉદ્વવ ઠાકરેના નેતૃત્વમાં મહા વિકાસ અઘાડીની સરકાર રાજ્યમાં સત્તા પર હતી. તેમાં શિવસેનાની સાથે કોંગ્રેસ અને NCP પણ સામેલ હતી. સાધુઓની હત્યાના કિસ્સાએ દેશમાં ઘણી ચર્ચાઓ વહેતી કરી હતી. આ પછી CBI તપાસની માંગ ઉઠી હતી. જોકે, ઉદ્વવ સરકારે આ કેસની તપાસ રાજ્ય CID સોંપી દીધી હતી. જે બાદ સરકાર બદલાઈ હતી અને આ મામલે CBI તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

    પાલઘરમાં થઈ હતી સાધુઓની હત્યા

    ઉલ્લેખનીય છે કે, 16 એપ્રિલ, 2020ના રોજ, કલ્પવૃક્ષ ગિરિ અને સુશીલ ગિરિ નામના બે સાધુ અને તેમના ડ્રાઇવરની પાલઘરમાં ટોળાએ માર મારીને હત્યા કરી નાખી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે બંને સાધુ મુંબઈથી સુરત જઈ રહ્યા હતા. આ દરમિયાન 200થી વધુ લોકોના ટોળાએ તેમને રોક્યા હતા અને પથ્થરમારો કરીને તેમની કાર પલટી નાખી હતી. ટોળાએ સાધુઓને એટલો માર માર્યો હતો કે, તેઓ મૃત્યુ પામ્યા હતા.

    આ ઘટના બાદ જૂન 2020માં પંચ દશાબન જૂના અખાડાના સાધુઓ અને બંને મૃતક સાધુઓના સંબંધીઓએ રાજ્યના અધિકારીઓ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. આ પછી તેમણે સુપ્રીમ કોર્ટ પાસે NIA/CBI તપાસની માંગ કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં