Monday, November 25, 2024
More
    હોમપેજદુનિયાપાકિસ્તાનમાં ફરી તોડી પડાયું ઐતિહાસિક હિંદુ મંદિર: કોમર્શિયલ કોમ્પ્લેકસ માટે ભોગ બની...

    પાકિસ્તાનમાં ફરી તોડી પડાયું ઐતિહાસિક હિંદુ મંદિર: કોમર્શિયલ કોમ્પ્લેકસ માટે ભોગ બની વધુ એક ધરોહર, આ પહેલાં પણ અનેકવાર તૂટ્યાં છે ધાર્મિક સ્થળો

    પાકિસ્તાન-અફઘાનિસ્તાનની સરહદ પર આવેલા ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં સ્થિત એક ઐતિહાસિક હિંદુ મંદિરનો નાશ કરી દેવામાં આવ્યો છે અને તે સ્થળ પર એક કમર્શિયલ કોમ્પ્લેકસ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ મંદિર ભારતના વિભાજન સમયથી બંધ હતું.

    - Advertisement -

    ઈસ્લામિક રિપબ્લિક પાકિસ્તાનમાં હિંદુ મંદિરો અને સ્થાપત્યો તોડવાનો દોર સતત ચાલુ છે. હવે જાણવા મળી રહ્યું છે કે, એક કમર્શિયલ કોમ્પ્લેકસ બનાવવા માટે ઐતિહાસિક હિંદુ મંદિરને તોડી પાડવામાં આવ્યું છે. પાકિસ્તાન-અફઘાનિસ્તાનની સરહદ પર આવેલા ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં સ્થિત એક ઐતિહાસિક હિંદુ મંદિરનો નાશ કરી દેવામાં આવ્યો છે અને તે સ્થળ પર એક કોમર્શિયલ કોમ્પ્લેકસ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ મંદિર ભારતના વિભાજન સમયથી બંધ હતું. અહીંના સ્થાનિક હિંદુઓ પ્રતાડિત થઈને ભારત આવી ગયા હતા. તે મંદિરનું નામ પણ ‘ખૈબર મંદિર’ જ હતું.

    ખૈબર મંદિર ખૈબર જિલ્લામાં આવેલું હતું. 1947માં વિભાજન સમયે તેની દેખરેખ કરતા હિંદુઓ ભારત વિસ્થાપિત થઈ ગયા બાદથી તે બંધ હતું. ત્યારબાદ સતત તેને નુકસાન પહોંચાડવામાં આવતું રહ્યું અને આખરે તોડી પાડવામાં આવ્યું. આ વિસ્તારમાં કોમર્શિયલ કોમ્પ્લેકસનું નિર્માણ લગભગ 10થી 15 દિવસ પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના વિવિધ વહીવટી અધિકારીઓએ કાં તો હિંદુ મંદિરના અસ્તિત્વની જાણકારી હોવાનો ઇનકાર કર્યો હતો અથવા તો દાવો કર્યો હતો કે, તે બાંધકામ નિયમો મુજબ થઈ રહ્યું છે.

    1992માં બાબરી વિધ્વંસ સમયે મંદિરને પહોંચાડવામાં આવ્યું હતું નુકસાન

    એક સ્થાનિક પત્રકાર ઈબ્રાહીમ શિનવારીએ દાવો કર્યો હતો કે, મુખ્ય બજારમાં એક ઐતિહાસિક હિંદુ મંદિર હતું. તેમણે કહ્યું કે, “મંદિર માર્કેટની વચ્ચે આવેલું હતું. જે 1947માં સ્થાનિક હિંદુ પરિવારોના ભારત સ્થળાંતર બાદ બંધ થઈ ગયું હતું.” તેમણે મંદિર વિશે જણાવતા વધુમાં કહ્યું કે, “1992માં ભારતમાં અયોધ્યા સ્થિત બાબરી મસ્જિદના ધ્વંસ બાદ તેને (મંદિરને) કેટલાક મૌલવીઓ અને મદરેસાઓ દ્વારા આંશિક રીતે નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું.”

    - Advertisement -

    પોતાના બાળપણ વિશે યાદ કરતાં ઈબ્રાહીમે કહ્યું કે, તેમણે પોતાના પૂર્વજો પાસેથી આ મંદિર વિશેની ઘણીબધી વાર્તાઓ સાંભળી હતી. તેમણે કહ્યું કે, “તે વાતમાં કોઈ શંકા નથી કે, લેંડી કોટાલ બજારમાં ‘ખૈબર મંદિર’ નામનું એક ધાર્મિક સ્થળ હતું.” પાકિસ્તાન હિંદુ મંદિર પ્રબંધન સમિતિના હારુન સરબદિયાલે ભારપૂર્વક કહ્યું કે, બિન-મુસ્લિમો માટે ધાર્મિક મહત્વની ઐતિહાસિક ઇમારતોની સુરક્ષા અને પુનર્વાસ સુનિશ્ચિત કરવાની જવાબદારી જિલ્લા પ્રશાસન અને સરકારી વિભાગોની છે.

    તેમણે કહ્યું કે, “પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ, પોલીસ, સંસ્કૃતિ વિભાગ અને સ્થાનિક સરકાર પૂજાસ્થળો સહિતના આવા વિસ્તારોની સુરક્ષા માટે 2016ના પુરાવશેષ કાયદાથી બંધાયેલા છે.” દરમિયાન, ડૉન અખબારે લેંડી કોટાલના આસિસ્ટન્ટ કમિશનર મુહમ્મદ ઈર્શાદને ટાંકીને કહ્યું છે કે, “ખૈબર આદિવાસી જિલ્લાના સત્તાવાર જમીન રેકોર્ડમાં મંદિરનો કોઈ ઉલ્લેખ જ નથી.” તેમણે મંદિરને તોડી પાડવાને લઈને અજ્ઞાનતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “લેંડી કોટાલ બજારની બધી જમીન રાજ્યની છે.” પટવારી જમાલ આફ્રિદીએ જણાવ્યું કે, તેમને મંદિર સ્થળ પર નિર્માણ ગતિવિધિની કોઈ જાણકારી નથી. આ સાથે જિલ્લા વહીવટીતંત્રે આ કામગીરી માટે ઉપરથી આદેશ આવ્યો હોવાનું કહ્યું હતું.

    પાકિસ્તાનમાં સતત તૂટી રહ્યાં છે ઐતિહાસિક ‘હિંદુ સ્થાપત્યો’

    નોંધનીય છે કે, પાકિસ્તાનમાં હિંદુ મંદિરને તોડી પાડવાનો સિલસિલો આજકાલનો નથી. પરંતુ અગણિત ઐતિહાસિ હિંદુ ધરોહરોને છેલ્લા કેટલાક દાયકામાં તોડી પાડવામાં આવી છે. ભારતના વિષ્ણુભક્ત પ્રહલાદની રાજધાની કશ્યપપુર પણ આજે પાકિસ્તાનમાં સ્થિત છે, ત્યાં ભગવાન નરસિંહનું ઐતિહાસિક મંદિર ‘પ્રહલાદપુરી’ આવેલું હતું. આજે કશ્યપપુરને મુલ્તાન તરીકે ઓળખવામાં આવે છે. કાળક્રમે પ્રહલાદપુરી મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. આજે માત્ર ત્યાં તેના અવશેષો છે, એક સમયે પાકિસ્તાની નેતાઓએ તે સ્થળને વજુખાના તરીકે ઉપયોગમાં લેવાની પરવાનગી આપી દીધી હતી. એવું કહેવાય છે કે, હોળીનો પ્રથમ તહેવાર કશ્યપપુરથી શરૂ થયો હતો.

    તાજેતરના સમયમાં જ પાકિસ્તાનમાં LOC પાસે એક યુનેસ્કો સાઈટ પણ તોડી પાડવામાં આવી હતી. LOC પાસે આવેલા શારદાપીઠ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. તે મંદિરને યુનેસ્કો સંરક્ષિત સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આમ છતાં પણ તે મંદિરને તોડી પાડ્યું હતું. પાકિસ્તાનમાં હિંદુઓના ધાર્મિક સ્થળોને વારંવાર તોડી પાડવામાં આવી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં