Friday, April 19, 2024
More
  હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિપ્રહલાદની રાજધાની કશ્યપપુર, ત્યાં આવેલું પ્રહ્લાદપુરી મંદિર.. કાળક્રમે ઈસ્લામિક બર્બરતાનો બન્યા હતા...

  પ્રહલાદની રાજધાની કશ્યપપુર, ત્યાં આવેલું પ્રહ્લાદપુરી મંદિર.. કાળક્રમે ઈસ્લામિક બર્બરતાનો બન્યા હતા ભોગ: હોલિકા દહન પર જાણો કઈ રીતે હિંદુઓનું ઐતિહાસિક સ્થળ બની ગયું મુસ્લિમોનું વજુખાનું

  ભારતના કથિત સનાતનીઓ, જે પોતાને સેક્યુલર હિંદુ ગણાવે છે. તેઓ દલીલ કરતાં હોય છે કે, આપણે સદીઓથી નથી હાર્યા, હજારો વર્ષોથી આપણું અસ્તિત્વ છે, તે ક્યારેય નષ્ટ નથી થયું. તે હવે શું નષ્ટ થશે. આવી દલીલો કરનારા લોકોએ એક નજર કશ્યપપુર અને તેના સમકાલીન હિન્દુ સ્થાપયો તરફ કરવી જોઈએ.

  - Advertisement -

  દેશભરમાં હોલિકા દહનના ઉત્સવો ઉજવાઈ રહ્યા છે. હોળી અને ધૂળેટી સાથે એક હિંદુ કથા પણ જોડાયેલી છે. જેમાં પ્રહલાદ અને હોલિકાની ઐતિહાસિક ઘટના સામે આવે છે. હોળીના તહેવારો પર સૌને પ્રહલાદની યાદ આવે છે. જેને આ યાદ નથી આવતી તેને આ તહેવાર માટે કથિત નારીવીરોધી માનસિકતાની યાદ અપાવી દેવામાં આવશે અને કહેવામાં આવશે કે, આ તહેવાર ના ઉજવવો જોઈએ. કારણ કે, હોલિકા નામની સ્ત્રીને સળગાવીને હિંદુઓએ સ્ત્રીવિરોધી કૃત્ય કર્યું હતું. પરંતુ, વાસ્તવમાં અસત્ય સામે સત્યના વિજય તરીકે હોળીના તહેવારો ઉજવાય છે. ક્યારેક તો હોળીને માત્ર ઉત્તર પ્રદેશનો ઉત્સવ ઘોષિત કરી દેવામાં આવે છે, તો ક્યારેક તેને દલિત વિરોધી અને આર્યોના હુમલાના મિથક સાથે જોડવામાં આવે છે. આ બધી અટકળો વચ્ચે એક પ્રશ્ન સહજ થાય કે, પ્રહલાદ કયા વિસ્તારના હતા? આખરે કયા વિસ્તારને પૌરાણિક રીતે હિરણ્યાક્ષ-હિરણ્યકશ્યપનો પ્રદેશ માનવામાં આવતો હતો. કરણ કે, તે વિસ્તારમાં જ સૌ પ્રથમ હોળી રમાઈ હશે. તે સ્થળનું નામ છે કશ્યપપુર જે કાળક્રમે ઈસ્લામિક બર્બરતાનો ભોગ બન્યું હતું.

  તે સ્થળનું નામ કશ્યપપુર હતું. જેને આજે મુલ્તાન તરીકે ઓળખવામાં આવે છે. આજે તે વિસ્તાર પાકિસ્તાનના પંજાબમાં પ્રાંતમાં પડે છે. કશ્યપપુર અનેક વખત ઈસ્લામિક બર્બરતાનો ભોગ બન્યું હતું. આ એક સમયે વિષ્ણુભક્ત પ્રહલાદની રાજધાની હતી અને આ જ સ્થળ પર એક સમયે પ્રહ્લાદપુરીનું મંદિર હતું. આ મંદિર ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારને સમર્પિત હતું. આ મંદિર એક ચબૂતરા પર બનાવવામાં આવેલા અગણિત સ્તંભો ધરાવતું વિશાળ અને ભવ્ય મંદિર હતું. અન્ય મંદિરોની જેમ આ મંદિરને પણ ઈસ્લામિક હુમલાવરોએ તોડી પાડ્યું હતું. ઈસ્લામિક પરંપરા મુજબ, હિંદુ ધાર્મિક સ્થળના આવેશેષો અને તેની સાથે જોડાયેલી ઐતિહાસિક યાદોને ભૂંસી નાખવા માટે, હઝરત બહાઉલ-હક ઝાકરિયાની કબર પણ તેની નજીક બનાવવામાં આવી હતી. ડૉ. એએન ખાનના કહેવા પ્રમાણે, 1810ના દાયકામાં આ વિસ્તાર શીખો પાસે આવ્યો હતો અને ત્યાં ફરીથી મંદિર બનાવમાં આવ્યું હતું.

  મંદિર તૂટયું અને ફરી ઊભું થયું… નિરંતર ચાલી પ્રક્રિયા

  પરતું વિદેશી પ્રવાસી એલેક્ઝાન્ડર બર્નીસ 1831માં આ વિસ્તારનો પ્રવાસ કરવા માટે આવ્યા હતા. તેમણે પોતાના પુસ્તકમાં નોંધ્યું કે, “આ મંદિર ફરીથી જીર્ણશીર્ણ અવસ્થામાં છે અને તેના પર છત પણ નથી.” કેટલાક વર્ષો બાદ જ્યારે 1849માં અંગ્રેજોએ મૂળ રાજ પર આક્રમણ કર્યું હતું તો બ્રિટિશ સેનાનો તોપનો ગોળો કિલ્લાના ગનપાઉડર સ્ટોર પર પડ્યો અને આખો કિલ્લો ખરાબ રીતે નાશ પામ્યો હતો. બહાઉદ્દીન જકારિયા અને તેના દીકરાના મકબરા અને હિંદુ મંદિર સિવાય લગભગ તમામ તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. હિંદુ મંદિર અને ઈસ્લામિક મકબરા એકસાથે હોવાથી એ જાણી શકાય છે કે, કઈ રીતે આ લોકો પહેલાં વિસ્તારનો સર્વે કરે છે. ત્યારબાદ 10 વર્ષના સમયગાળા દરમિયાન હુમલો થાય છે અને ઈસ્લામિક સ્થાપત્ય બનાવી દેવામાં આવે છે. જેથી ઐતિહાસિક ઘટના બને તે સમયે ત્યાં મકબરાનો ઉલ્લેખ પણ થાય છે. લેખિત ઇતિહાસ ભવિષ્યમાં ખૂબ મદદરૂપ થાય છે.

  - Advertisement -

  પ્રહ્લાદપુરીના આ મંદિરને બીજીવાર તોડી પાડવામાં આવ્યું હતું. જે એલેક્ઝાન્ડર બર્નીસના પુસ્તક પરથી જાણી શકાય છે. જે બાદ એલેક્ઝાન્ડર કૅનિંગહામે 1853માં આ મંદિર વિશે લખ્યું હતું કે, ઈંટના ચબૂતરા પર સમૃદ્ધપણે કોતરાયેલા લાકડાના સ્તંભો સાથેનું આ મંદિર હતું. જે બાદ પણ મંદિર તૂટયું હતું. આ પછી મહંત બાલવરામ દાસે 1861માં લોકો પાસેથી ₹11,000 ભેગા કરીને ફરીથી મંદિર બનાવ્યું હતું. તે બાદ 1872માં પ્રહ્લાદપુરીના મહંતે ઠાકુર ફતેહચંદ ટકસાલિયા અને મુલ્તાનના અન્ય હિંદુઓની મદદથી તેનું ફરીથી પુનઃનિર્માણ થયું હતું. 1881માં તે મંદિરના શિખર અને નજીકની મસ્જિદના ગુંબદની ઊંચાઈને લઈને બે સમુદાયો વચ્ચે વિવાદ થયો હતો, જે બાદ રમખાણો ફાટી નીકળ્યા હતા.

  પાકિસ્તાનનો જન્મ અને મંદિર નામશેષ

  બ્રિટિશ સરકારે તે રમખાણો રોકવા માટે કોઈ પગલાં લીધા નહીં. તેથી તે વિસ્તારમાં 22 હિંદુ મંદિરો રમખાણોમાં તોડી પાડવામાં આવ્યા હતા. પરંતુ મુલ્તાનના હિંદુઓએ હાર ના માની અને આ ઐતિહાસિક મંદિરનું પુનઃનિર્માણ થયું. આ મંદિર 1947 સુધી અસ્તિત્વ ધરાવતું હતું. 1947માં ઇસ્લામના નામે ભારતના ભાગલા પડ્યા અને પાકિસ્તાનનો જન્મ થયો. જે બાદ મોટાભાગના હિંદુઓ પાકિસ્તાનમાંથી ભાગી જવા માટે મજબૂર થયા હતા. ત્યાંથી ભાગીને આવેલા હિંદુઓમાં એક નામ બાબા નારાયણ દાસ બત્રાનું હતું. તેમણે પ્રહ્લાદપુરી મંદિરમાંથી ભગવાન નરસિંહની મૂર્તિ લઈ લીધી હતી અને તે લઈને તેઓ ભારતમાં આવી ગયા હતા. હાલ પણ તે મૂર્તિ હરિદ્વારમાં છે. મંદિર જર્જરિત અને તૂટેલી હાલતમાં ત્યાં જ રહ્યું. તે બાદ 1992ના રમખાણોમાં ઈસ્લામિક ટોળાંએ આ મંદિરને સંપૂર્ણપણે તોડી પાડ્યું હતું. હવે ત્યાં માત્ર મંદિરના અવશેષો જ બચ્યા છે. તે મંદિરનું વારંવાર પુનઃનિર્માણ કરનાર હિંદુઓનું ત્યાં અસ્તિત્વ મટી ગયું છે.

  પાકિસ્તાનના મંત્રીઓએ ઐતિહાસિક મંદિરના અવશેષો પર બનાવ્યું હતું વજુખાનું

  ત્યારબાદ પાકિસ્તાનમાં કથિત લોકશાહી દરમિયાન વર્ષ 2006માં બહાઉદ્દીન જકારિયાના ઉર્સના અવસર પર સરકારી મંત્રીઓએ આ મંદિરના અવશેષો પર વજુખાનાની જગ્યા બનાવવા માટેની પરવાનગી આપી દીધી. વજુ એટલે તેવી જગ્યા કે, જ્યાં નમાજ પઢવા પહેલાં દરેક નમાજી હાથ-પગ, મોઢું ધોઈને કોગળા કરી શકે. આ અંગે કેટલીક NGOએ વાંધો પણ ઉઠાવ્યો હતો. તે બાદ તે NGOએ ત્યાં વજુખાનું બનાવવા કોર્ટમાંથી સ્ટે મેળવ્યો. કોર્ટ કેસના કારણે હાલમાં અહીં કોઈ હાથ-પગ કે મોઢું ધોઈ શકતું નથી.

  તાજેતરમાં ત્યાં કોઈ જ કશ્યપપુર નથી અને કોઈ જ પ્રહ્લાદપુરી મંદિર નથી. હિંદુઓનું એક ઐતિહાસિક સ્થળ આપણે કાયમ માટે ખોઈ બેઠા છીએ. માત્ર આ એક જ સ્થળ નહીં. પાકિસ્તાનમાં સ્થિત અનેકો હિંદુ સ્થાપત્યો અને કલાકૃતિઓનો નાશ કરી દેવામાં આવ્યો છે. ભારતના ભવ્ય વારસાનો નાશ કરી દેવામાં આવ્યો છે.

  અનેક હિંદુ સ્થાપત્યોની સાથે સિંધુ ખીણની સભ્યતાના શહેરો પર પણ આપત્તિ

  પાકિસ્તાનમાં અનેક હિંદુ મંદિરો તોડી પાડવામાં આવ્યા છે. કશ્યપપુર જેવી રીતે ઈસ્લામિક બર્બરતાનો ભોગ બન્યું. તેવી જ રીતે ઘણા હિંદુ મંદિરોનું આજે ત્યાં અસ્તિત્વ જ નથી. કોઈપણ ઘટના સમયે પાકિસ્તાનના ઈસ્લામિક જેહાદીઓના ટોળાઓએ હિંદુ સ્થાપત્યો અને ભારતના ભવ્ય વારસાને ભારોભાર નુકશાન પહોંચાડ્યું છે. માત્ર હિંદુ સ્થાપત્યો જ નહીં. પરંતુ સિંધુ ખીણની સભ્યતાના શહેરો જેવા અનેક ઐતિહાસિક પુરાવાઓ પણ નષ્ટ કરી દેવામાં આવ્યા છે. ભલું થયું કે, વિભાજન પહેલાં જ સિંધુ ખીણની સભ્યતાની શોધ થઈ ચૂકી હતી અને દુનિયાને એ ખ્યાલ આવી ગયો હતો કે, ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા વિશ્વની તમામ સંસ્કૃતિઓ કરતાં પ્રાચીન છે. કારણ કે, સિંધુ ઘાટીમાંથી તે તમામ પુરાવાઓ નીકળ્યા હતા. જેથી ખ્યાલ આવી શક્યો હતો કે, ભારતીય સભ્યતા ઘણી પ્રાચીન છે.

  જો વિભાજન પહેલાં જ આ વિશે સંશોધન ના થયા હોત, તો આજે પાકિસ્તાનમાં સ્થિત સિંધુ ખીણની સભ્યતા વિશે કોઈને ખ્યાલ ના હોત અને તે સ્થળો પર પણ કોઈ મકબરા કે મસ્જિદ ઊભી હોત. સિંધુ ખીણની સભ્યતાનું સૌથી મહત્વનું સ્થળ છે મોંહે-જો-દડો. તે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સ્થિત છે. વિભાજન પહેલાં તે જ સ્થળ પરથી જ સિંધુ ખીણની સભ્યતાના ઘણા અને મહત્વના અવશેષો મળી આવ્યા હતા. તે વૈશ્વિક પુરતાત્વીય સ્થળ છે. આજે પાકિસ્તાનમાં તેની હાલત અત્યંત ખરાબ છે.

  સિંધુ ખીણની સભ્યતાનું ઐતિહાસિક શહેર મોંહે-જો-દડો (સિંધ પ્રાંત, પાકિસ્તાન)

  તે શહેર વિશ્વનું સૌથી પ્રાચીન અને ઉન્નત શહેર માનવામાં આવે છે. તે સિંધુ ખીણની સંસ્કૃતિનું પરિપક્વ અને વિકસિત શહેર હતું. દ્વારકાના સમકાલીન આ શહેરમાં ભારતીય સંસ્કૃતિની ઝલક હતી. આ શહેરની શોધ રખાલદાસ બેનર્જીએ વર્ષ 1921માં કરી હતી.

  આ સાથે સિંધુ ખીણની સભ્યતાનું બીજું પણ એક મહત્વનું શહેર છે. જેનું નામ હડપ્પા છે. આ શહેર એટલું સમૃદ્ધ હતું કે, સિંધુ ખીણની સંસ્કૃતિને હડપ્પીય સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવતી હતી. આજે તે સ્થળ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મોજૂદ છે. મોંહે-જો-દડોની જેમ આ ઐતિહાસિક સ્થળનો પણ તે જ હાલ છે. પાકિસ્તાનની સ્કૂલોમાં આ વિશેનો કોઈ ઉલ્લેખ પણ નથી અને ત્યાંનાં અમુક લોકોને બાદ કરતાં મોટા ભાગની આબાદીને સિંધુ ખીણના શહેરોનો ઇતિહાસ પણ ખબર નથી. આ સાથે એવા અનેક દાખલાઓ છે કે, પાકિસ્તાનમાં કઈ રીતે હિંદુ સ્થાપત્ય, પરંપરા અને ઇતિહાસનો નાશ કરવામાં આવ્યો છે. તમામ ઈસ્લામિક દેશ આ જ પરંપરાને અનુસરે છે. અફઘાનિસ્તાનમાં પણ આ જ સ્થિતિ છે. તાજેતરમાં જ ત્યાં ગૌતમ બુદ્ધની વિશાળ ઐતિહાસિક પ્રતિમાને બૉમ્બથી ઉડાવી દેવામાં આવી છે.

  સિંધુ ખીણની સંસ્કૃતિનું ઐતિહાસિક શહેર હડપ્પા (પંજાબ પ્રાંત, પાકિસ્તાન)

  તે સિવાય ઈજિપ્ત પણ ઈસ્લામિક બર્બરતાનો ભોગ બન્યું છે. ઇજિપ્શિયન સંસ્કૃતિ વિશ્વની પ્રાચીન સંસ્કૃતિ પૈકીની એક હતી. આજે ત્યાં ઇલમિક શાસન છે. જોકે, ઘણા પુરાવાઓ અને ઇતિહાસ ઇસ્લામવાદીઓએ ભૂંસી નાખ્યો છે. ભારતના કથિત સનાતનીઓ, જે પોતાને સેક્યુલર હિંદુ ગણાવે છે. તેઓ દલીલ કરતાં હોય છે કે, આપણે સદીઓથી નથી હાર્યા, હજારો વર્ષોથી આપણું અસ્તિત્વ છે, તે ક્યારેય નષ્ટ નથી થયું. તે હવે શું નષ્ટ થશે. આવી દલીલો કરનારા લોકોએ એક નજર કશ્યપપુર અને તેના સમકાલીન હિન્દુ સ્થાપયો તરફ કરવી જોઈએ.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં