Thursday, September 12, 2024
More
    હોમપેજદુનિયાપાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર યથાવત: હિંદુઓના વિરોધ બાદ પણ તોડી પડાયું હિંગળાજ...

    પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર યથાવત: હિંદુઓના વિરોધ બાદ પણ તોડી પડાયું હિંગળાજ માતાનું મંદિર, યુનેસ્કો સાઈટને પણ ન બક્ષી

    તેમણે એક વિડીયો પણ શેર કર્યો છે. જેમાં કેટલાક હિંદુઓ ઊભા રહીને જોર-જોરથી 'હિંગળાજ માતા કી જય હો, હિંદુ ધર્મ કી જય હો' જેવા નારા લગાવી રહ્યા છે.

    - Advertisement -

    પાકિસ્તાનમાં હિંદુઓના ધાર્મિક સ્થળોને તોડવાનો સિલસિલો યથાવત છે. લઘુમતી સમાજ સાથે થઈ રહેલા અત્યાચારો વચ્ચે હવે પાકિસ્તાનમાં મંદિરો પણ સુરક્ષિત નથી. ત્યાંનાં પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે થરપારકરના મિઠીમાં અતિક્રમણનું કારણ આપીને ‘હિંગળાજ માતાનું મંદિર’ તોડી પાડવામાં આવ્યું છે.

    દાનિશ કનેરિયાએ ટ્વિટમાં લખ્યું છે કે, “પાકિસ્તાની અધિકારીઓ દ્વારા હિંદુ ધાર્મિક સ્થળો પર કાર્યવાહી ચાલુ છે. મીરપુરખાસની અતિક્રમણ વિરોધી અદાલતના આદેશ બાદ પાકિસ્તાનના થરપારકર, મિઠીમાં આવેલા હિંગળાજ માતાના મંદિરને ધ્વસ કરવામાં આવ્યું છે.”

    તેમણે એક વિડીયો પણ શેર કર્યો છે. જેમાં કેટલાક હિંદુઓ ઊભા રહીને જોર-જોરથી ‘હિંગળાજ માતા કી જય હો, હિંદુ ધર્મ કી જય હો’ જેવા નારા લગાવી રહ્યા છે.

    - Advertisement -

    નોંધનીય છે કે પાકિસ્તાનમાં હિંગળાજ માતાનું મંદિર તોડીને કરાયેલું અપમાન કોઈ નવી વાત નથી. દાનિશ કનેરિયાએ ગયા વર્ષે પણ કરાચીમાં એક હિંદુ મંદિર પર થયેલા હુમલાની માહિતી આપી હતી. આ વખતે પણ તેઓ એ જ વિનંતી કરી રહ્યા છે કે કોઈ હિંદુઓની પીડા સાંભળે, પરંતુ પ્રશાસન આંખ આડા કાન કરીને બેસી રહ્યું છે.

    કેટલાક અન્ય સોશિયલ મીડિયા યુઝર્સે પણ આ વિડીયો શેર કરીને આવો જ દાવો કર્યો છે. આદિત્ય રાજ ​​કૌલે પણ જણાવ્યું છે કે સિંધની મીરપુરખાસ અતિક્રમણ વિરોધી અદાલતે હિંગળાજ માતાના મંદિરને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. આદિત્યએ પોતાના ટ્વિટમાં પૂછ્યું કે શું પાકિસ્તાનની કોઈ મસ્જિદમાં આવું થઈ શકે છે? આવા અત્યાચારો પર દુનિયા કેમ ચૂપ છે?

    વિડિયોની તપાસ કરતી વખતે અમને એક પાકિસ્તાનીનું ટ્વિટ પણ મળ્યું હતું. જેમાં તેણે દાવો કર્યો હતો કે, “આ કોઈ ઐતિહાસિક મંદિર નથી અને ન તો કોઈ ધાર્મિક સ્થળ છે. પ્લોટ પર કોઈએ કબજો કર્યો હતો. જેણે બાદમાં તે પ્રોપર્ટી પર મંદિર બનાવ્યું હતું, જે મિલકત ખરેખર બીજા હિંદુની હતી. આથી બીજી પાર્ટીએ કોર્ટનો આશરો લીધો અને નિર્ણય આવ્યા બાદ ગેરકાયદેસર કબજો તોડી પડાયો. પાકિસ્તાન સરકારને તેની સાથે કોઈ લેવાદેવા નથી.”

    અન્ય સમાચાર અહેવાલો અનુસાર પાકિસ્તાનમાં LOC પાસે અન્ય એક યુનેસ્કો સાઈટ પણ તોડી પાડવામાં આવી છે. મળેલી માહિતી અનુસાર LOC પાસે આવેલા શારદાપીઠ મંદિરને પણ તોડી પાડવામાં આવ્યું છે. તે મંદિરને યુનેસ્કો સંરક્ષિત સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આમ છતાં પણ તે મંદિરને તોડી પાડ્યું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. પાકિસ્તાનમાં હિંદુઓના ધાર્મિક સ્થળોને વારંવાર તોડી પાડવામાં આવી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં