કોંગ્રેસે અમદાવાદ પૂર્વ બેઠક પરથી ટીકીટ આપ્યા બાદ લડવાનો ઇનકાર કરીને પાર્ટીમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તા હવે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. નવી દિલ્હી સ્થિત મુખ્યમથકે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા.
ભાજપનો ખેસ પહેર્યા બાદ ગુપ્તાએ કહ્યું કે, “(કોંગ્રેસમાં) વિરોધાભાસ કેટલો છે? અમારા એક કમ્યુનિકેશન ઈન્ચાર્જ હતા, જેમના નામમાં રામ છે, તેઓ સનાતનનું અપમાન થતું હતું ત્યારે અમને કહેતા હતા કે તમે ચૂપ રહો. દેશના નામે એક ગઠબંધન બનાવવામાં આવ્યું, પરંતુ તેમ દેશવિરોધી શક્તિઓને જોડવામાં આવી.”
રોહન ગુપ્તાએ અરવિંદ કેજરીવાલનું સમર્થન કરવા બદલ કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને કહ્યું કે, જે કોંગ્રેસ પાર્ટીએ કેજરીવાલ ખાલિસ્તાનીઓ સાથે સંબંધ ધરાવતા હોવાના આક્ષેપો કર્યા તેઓ આજે તેમના માટે જ લડી રહ્યા છે. આટલો મોટો વિરોધાભાસ ન હોય શકે. દેશ સામે જઈએ ત્યારે નેરેટિવ સ્પષ્ટ હોવા જોઈએ. જે EVMની મદદથી તમે 2 ચૂંટણીઓ જીત્યા તેની ઉપર હવે તમે સવાલ ઉઠાવી રહ્યા છો.”
Former Congress leader from Gujarat, Rohan Gupta joins Bharatiya Janata Party, in Delhi
— ANI (@ANI) April 11, 2024
On March 22, he resigned from Congress party alleging "constant humiliation" and "character assassination" by a Congress leader connected with the party's communication department pic.twitter.com/iN4j45ayHa
CAAને લઈને તેમણે કહ્યું કે, જે કાયદો કોંગ્રેસે જ માગ્યો હતો હવે તેનો પાર્ટી વિરોધ કરી રહી છે. કોંગ્રેસ મોંઘવારીની વાત કરે છે પણ કાલે જ એક નેતાએ કહ્યું કે અમે મધ્યમ વર્ગ પર ટેક્સ લગાવી દઈશું. આવાં અનેક ઉદાહરણો છે. કહેવાનો અર્થ એ છે કે દરેક બાબતમાં વિરોધાભાસ હશે તો દેશ કઈ રીતે તમારી ઉપર વિશ્વાસ કરશે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પ્રવક્તા રહી ચૂકેલા રોહન ગુપ્તાને પાર્ટીએ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ટીકીટ આપી હતી. પરંતુ થોડા દિવસ પહેલાં તેમણે પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપીને ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. ત્યારબાદ તેના થોડા દિવસ પછી 22 માર્ચે તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.
રાજીનામું આપતી વખતે તેમણે કહ્યું હતું કે, મેં ઉમેદવારી પરત કરવાનો મારા જીવનનો સૌથી કઠિન નિર્ણય લીધો અને હવે હું 15 વર્ષ સેવા આપ્યા બાદ પાર્ટી છોડવાનો તેનાથી પણ કઠિન નિર્ણય લઇ રહ્યો છું. તેમણે આ પાછળ સતત થતું અપમાન અને કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના એક નેતા દ્વારા સતત થતા ચરિત્રહરણનું કારણ આપ્યું હતું, પરંતુ નામ આપ્યું ન હતું.
#WATCH | Delhi | After joining BJP, Rohan Gupta says," "How many contradictions can be there? There is a communication in charge who has 'Ram' in his name, he told us to keep quiet when Sanatan (Dharma) was being insulted…An alliance using the country's name was made but 'desh… pic.twitter.com/J9rHrVgc3B
— ANI (@ANI) April 11, 2024
તેમણે કહ્યું હતું કે, આ નેતાએ છેલ્લાં 2 વર્ષમાં અનેક વખત તેમનું અપમાન કર્યું છે અને છેલ્લા 3 દિવસમાં પણ તેમ કરતાં ખચકાયા નથી. આગળ કહ્યું કે, “મને ખાતરી છે કે ભવિષ્યમાં પણ તેઓ આવું કરવાનું ચાલુ રાખશે અને તેમને રોકનારું પણ કોઇ નહીં હોય. પરંતુ હવે હું મારા આત્મસન્માન પર કોઇ પ્રહાર સહન કરવા માટે તૈયાર નથી.
તેમણે સનાતન ધર્મનો મુદ્દો ઉઠાવીને કહ્યું હતું કે, “પોતાની વામપંથી માનસિકતાના કારણે કોંગ્રેસ નેતાએ સુનિશ્ચિત કર્યું હતું કે સનાતન ધર્મના અપમાન વિરુદ્ધ પાર્ટી મૌન રહે, જે વ્યક્તિગત રીતે મને પણ ખૂંચ્યું. એવો પણ દાવો કર્યો કે તેમને નેશનલ ટીવી પર સનાતન ધર્મના અપમાનનો વિરોધ કરવાથી રોકવામાં આવ્યા હતા.