Friday, November 22, 2024
More
    હોમપેજદેશ'રાજીવ ગાંધી સાથે નાચતી ઇટલીની બાર ડાન્સર સોનિયા': કોંગ્રેસના કાર્ટૂન પર BRSનો...

    ‘રાજીવ ગાંધી સાથે નાચતી ઇટલીની બાર ડાન્સર સોનિયા’: કોંગ્રેસના કાર્ટૂન પર BRSનો સીધો હુમલો, રાહુલ ગાંધીનો વિડીયો રિલીજ કરવાની પણ આપી ધમકી

    BRSએ સીધી રીતે કોંગ્રેસને 'બાર ડાન્સર પાર્ટી' ગણાવી હતી. આ તસવીરમાં સોનિયા ગાંધી અને તેમના દિવંગત પતિ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ડાન્સ કરતાં દર્શાવવામાં આવ્યા છે.

    - Advertisement -

    તેલંગાણામાં કોંગ્રેસ અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) વચ્ચેની ખેંચતાણ હવે વ્યક્તિગત હુમલાના સ્તરે પહોંચી ગઈ છે. કોંગ્રેસની સોશિયલ મીડિયા પોસ્ટના જવાબમાં ભારત રાષ્ટ્ર સમિતિ એટલે કે BRSએ માત્ર કોંગ્રેસના સૌથી મોટા નેતા સોનિયા ગાંધીને જ નહીં પરંતુ તેમના સ્વર્ગસ્થ પતિ રાજીવ ગાંધીને પણ ઢસડ્યા છે. એટલું જ નહીં, અત્યાર સુધીના સૌથી મોટા હુમલામાં BRSએ એવું પોસ્ટર બહાર પાડ્યું છે, જે આજ સુધી કોઈ પાર્ટીએ કર્યું નથી. આ પોસ્ટરમાં સોનિયા ગાંધી અને રાજીવ ગાંધીને ડાન્સ કરતા બતાવવામાં આવ્યા છે અને એવી ધમકી પણ આપવામાં આવી છે કે, જો કોંગ્રેસ નહીં સુધરે તો રાહુલ ગાંધીનો વિડીયો પણ જાહેર કરવામાં આવશે. કોંગ્રેસના કાર્ટૂન પર BRSનો આ સીધો હુમલો છે.

    BRSએ તે કર્યું, જે હજુ સુધી કોઈએ નથી કર્યું

    BRSએ સીધી રીતે કોંગ્રેસને ‘બાર ડાન્સર પાર્ટી’ ગણાવી હતી. આ તસવીરમાં સોનિયા ગાંધી અને તેમના દિવંગત પતિ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ડાન્સ કરતાં દર્શાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, BRSએ સીધું કહ્યું છે કે, જો કોંગ્રેસ પાર્ટી નહીં સુધરે તો તે પોતાના અંગત હુમલાઓ પણ ચાલુ રાખશે. BRSનો કોંગ્રેસના કાર્ટૂન પર આ સીધો હુમલો છે.

    BRSએ પોતાના X હેન્ડલ પર લખ્યું કે, “KCRના ફોટા સાથે છેડછાડ બંધ કરવામાં આવે, તેમણે પોતાના જીવનો દાવ રમીને તેલંગાણા માટે સંઘર્ષ કર્યો છે. જો તમે નહીં સુધરો, તો અમે સોનિયા અને રાહુલની અન્ય તસવીરો પણ મોર્ફ કરી શકીએ છીએ. જોકે, તમે એ નહીં સાંભળ્યું હોય કે, કુતરાની પૂંછડી સીધી થઈ ગઈ, તે વાંકીને વાંકી જ રહે છે. જોકે, અમને એ કહેવાની જરૂર નથી કે, ‘બાપતી’ કોણ છે. આખી દુનિયા જાણે છે કે, તેઓ (રાજીવ ગાંધી) ડાન્સ કરતી વખતે નશાના (દારૂ) કારણે ઈટાલિયન બારમાં ફસાઈ ગયા હતા. જો આ બધું ચાલુ રહેશે, તો અમે આખો વિડીયો મોકલીશું, જેને તે લોકો પચાવી શકશે નહીં.”

    - Advertisement -

    આ વિવાદની શરૂઆત ત્યારે થઈ, જ્યારે BRSના કાર્યકારી અધ્યક્ષ KTRએ તેલંગાણાના કોંગ્રેસી મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પર આક્ષેપો કર્યા. તેમણે કહ્યું કે, “રેવંત રેડ્ડી તે નોકરીઓને પોતાની ગણાવી રહ્યા છે, જે KCRએ મુખ્યમંત્રી તરીકે તેલંગાણાના યુવાનોને આપી હતી. તેમને શરમ આવવી જોઈએ.”

    તેના જવાબમાં તેલંગાણા કોંગ્રેસે એક મોર્ફ તસવીર જારી કરી હતી. જેમાં KCR, KTR, હરીશ રાવ, કવિતા અને સંતોષ રાવને ‘ચીપ કાર ગેંગ’ તરીકે દર્શાવવામાં આવ્યા હતા, એક એવી ગેંગ, જે કાર ચોરી કરે છે. તેલંગાણા કોંગ્રેસે લખ્યું કે, “કલવાકુંતલા ગેંગ સસ્તા શબ્દોની આડમાં કાર (વોટો)ની ચોરી કરવામાં લાગી ગઈ છે. તેઓ જે કામ (નોકરીઓ આપવાનું) કરે છે, તેનો ક્રેડિટ લે. જો તેઓ સારું કામ કરશે, તો જ તેઓ ક્રેડિટ લઈ શકે છે. પરંતુ તેમણે લોકોનું લોહી પીધું છે. સસ્તા શબ્દો અને ખોટા પ્રચારથી દૂર રહેવું જોઈએ અને સારા વિપક્ષની ભૂમિકા નિભાવવી જોઈએ. અન્યથા તે ભૂમિકા પણ ખોવાઈ જશે. સુરક્ષિત રહો.”

    નોંધનીય છે કે, KCR તેલંગાણાના નિર્માણ માટે લાંબા સમય સુધી લડ્યા હતા. તેલંગાણાની રચના બાદ તેઓ બે વખત મુખ્યમંત્રી રહ્યા હતા, પરંતુ છેલ્લી ચૂંટણીમાં તેમની પાર્ટીને જોરદાર હારનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં તેલંગાણામાં કોંગ્રેસની પૂર્ણ બહુમતી સરકાર છે. લોકસભાની ચૂંટણી નજીક હોવાથી બંને પક્ષો વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે. તેલંગાણામાં લોકસભાની 17 બેઠકો છે, જેને કબજે કરવા માટે સખત લડાઈ ચાલી રહી છે. ગત લોકસભા ચૂંટણીમાં BRSએ 9 બેઠકો જીતી હતી, પરંતુ આ વખતે સ્પર્ધા ખૂબ કપરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં