Saturday, November 23, 2024
More
    હોમપેજગુજરાત201 એકરમાં પથરાયેલી વિશાળ હૉસ્પિટલ, ડોકટરો સાથે 400 લોકોનો સ્ટાફ 24×7 ખડેપગે,...

    201 એકરમાં પથરાયેલી વિશાળ હૉસ્પિટલ, ડોકટરો સાથે 400 લોકોનો સ્ટાફ 24×7 ખડેપગે, અત્યાધુનિક સુવિધાથી સજ્જ: જાણો AIIMS રાજકોટની વિશેષતાઓ

    આધુનિક વિભાગો સહિત તજજ્ઞ ડોકટરોનો સ્ટાફ પણ અહીં 24 કલાક દર્દીઓની સેવા કરવા માટે ખડેપગે રહેશે. આ સમગ્ર હોસ્પિટલ 201 એકરમાં ફેલાયેલી છે. સાથે ICUમાં 40 બેડ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    રાજકોટ નજીક ખંઢેરીમાં નિર્માણ પામેલી AIIMS હોસ્પિટલનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. અનેક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલ રાજકોટની સાથે આખા સૌરાષ્ટ્ર માટે વરદાનરૂપ ગણવામાં આવી રહી છે. આ આધુનિક હોસ્પિટલનું નિર્માણ ₹1195 કરોડના ખર્ચે થયું છે. AIIMS રાજકોટની અનેક વિશેષતાઓ છે. તેમાં જનરલ મેડિસિન, સર્જરી, ગાયનેક વિભાગ, પીડિયાટ્રીક, ENT, ટર્મેટોલોજી, ડેન્ટલ સહિતના વિભાગ કાર્યરત કરવામાં આવશે. આ તમામ વિભાગમાં 24×7 70 ડોકટરો, 28 રેસિડન્સ ડોકટરો અને 400 નર્સિંગ સ્ટાફ તૈનાત રહેશે. એ સિવાય હોસ્પિટલમાં ચાર ઓપરેશન થિયેટર, બે ICU શરૂ કરવામાં આવશે.

    AIIMS રાજકોટની વિશેષતાઓ વિશે વાત કરવામાં આવે તો તે અત્યાધુનિક હોસ્પિટલો પૈકીની એક ગણવામાં આવે છે. અલગ-અલગ આધુનિક વિભાગો સહિત તજજ્ઞ ડોકટરોનો સ્ટાફ પણ અહીં 24 કલાક દર્દીઓની સેવા કરવા માટે ખડેપગે રહેશે. આ સમગ્ર હોસ્પિટલ 201 એકરમાં ફેલાયેલી છે. સાથે ICUમાં 40 બેડ પણ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે પોસ્ટમોર્ટમ માટે સ્પેશ્યલ ત્રણ રૂમ તૈયાર કરાયા છે.

    શહેરથી દર અડધા કલાકે સિટી બસ સેવા

    રાજકોટ AIIMS હોસ્પિટલ શહેરની ભાગોળે પરાપીપળીયા ગામ ખાતે આવેલી છે. આ વિસ્તારમાં પહેલાં વાહનવ્યવહારનો અભાવ જોવા મળી રહ્યો હતો. પરંતુ હવે AIIMSના ડાયરેક્ટરે જણાવ્યું છે કે, તાજેતરમાં આ વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં કનેક્ટિવિટી શરૂ કરવામાં આવી છે. રાજકોટ AIIMS હોસ્પિટલમાં આવવા માટે એક ફોર લાઈનનો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. જેથી હાઈવે પરથી સીધા જ AIIMS હોસ્પિટલ પહોંચી શકાય છે. જ્યારે રાજકોટ AIIMS માટે અડધી-અડધી કલાકે સિટી બસ પણ દોડાવવામાં આવી રહી છે. અત્યારે પણ દર્દીઓ મોટા પ્રમાણમાં AIIMS ખાતે સારવાર લેવા માટે આવી રહ્યા છે.

    AIIMS રાજકોટ ખાતે આપવામાં આવતી સેવાઓ

    • AIIMS હોસ્પિટલ રાજકોટ ખાતે તાજેતરમાં જ MBBSના 50 વિદ્યાર્થીઓની ભરતી કરવામાં આવી છે.
    • 4 UG બેચ ચાલી રહ્યા છે અને 184 UGના વિદ્યાર્થીઓ હાલમાં હોસ્ટેલમાં રહે છે.
    • નિયમિત પહોંચ પ્રવૃતિઓ માટે 9 ચિકિત્સા શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે.
    • 21 વિભાગો કાર્યરત છે. જેમાં જનરલ મેડિસિન, ઓપ્થેલ્મોલોજી, ENT, ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી, ડર્મેટોલોજી, પેડિયાટ્રિક્સ, એનેસ્થેસિયોલોજી, રેડિયોલોજી, સર્જરી, સાઇકિયાટ્રી અને પલ્મોનરી મેડિસિન, એનાટોમી, બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, પેથોલોજી, ફાર્માકોલોજી, ફિઝિયોલોજી, ડેન્ટિસ્ટ્રી વગેરે વિભાગોનો સમાવેશ થાય છે.

    હોસ્પિટલમાં આપવામાં આવતી વિશિષ્ટ સેવાઓ

    • મુખ્ય હોસ્પિટલ બ્લોક. (750 બેડ)
    • છાત્રાલયો.
    • ચાર મોડ્યુલર ઓટી સાથે ઈમરજન્સી અને ટ્રોમા સેવાઓ.
    • આઈપીડી સેવાઓ. (250 બેડ) – ટાવર એ અને બી-હોસ્પિટલ બ્લોક (30 બેડ સાથેના આયુષ બ્લોક સહિત)
    • OPD સેવાઓ.
    • MRI, USG અને ડિજિટલ એક્સ-રે આધારિત રેડિયો ડાયગ્નોસ્ટિક સર્વિસીસ અને અન્ય સ્ટેટ ઓફ ધ આર્ટ મેડિકલ ઇક્વિપમેન્ટ.
    • આઈપીડી દર્દીઓ માટે ફાર્મસી, બ્લડ સ્ટોરેજ અને ડાયગ્નોસ્ટિક સેવાઓ, અમૃત ફાર્મસી અને જન ઔષધિ કેન્દ્ર.
    • આઇપીડી બ્લોકમાં LMO, MGPS, લેબ્સ અને CSSD સર્વિસીસ.
    • UG વિદ્યાર્થીઓ અને એડમિન ઓફિસ વિસ્તાર માટે લેક્ચર હોલ અને એક્ઝામ હોલ.
    • UG બોય્ઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ્સ વિથ ડિનિંગ હોલ. (500ની ક્ષમતા)
    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં