Friday, May 3, 2024
More
    હોમપેજગુજરાતફરી એક વાર ગુજરાત પ્રવાસે આવશે વડાપ્રધાન મોદી: પ્રથમ એઈમ્સનું કરશે લોકાર્પણ,...

    ફરી એક વાર ગુજરાત પ્રવાસે આવશે વડાપ્રધાન મોદી: પ્રથમ એઈમ્સનું કરશે લોકાર્પણ, વાળીનાથ મંદિરે પ્રાણપ્રતિષ્ઠા; જાણો શું હશે PMના પ્રવાસની રૂપરેખા

    આગામી 22, 24 તેમજ 25 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં છે. આ ત્રણ દિવસના પ્રવાસમાં તેઓ ઉત્તર ગુજરાત, દક્ષીણ ગુજરાત તેમ સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ અલગ-અલગ કાર્યક્રમમાં હાજરી આપશે જ્યાં તેઓ પ્રજાલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરશે.

    - Advertisement -

    ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આગામી 22, 24 તેમજ 25 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં છે. વચ્ચે 23 ફેબ્રુઆરીએ તેઓ પોતાના મત વિસ્તાર વારાણસી ખાતે જશે અન ત્યાં કાર્યક્રમ પતાવીને ફરી ગુજરાત આવશે. આ ત્રણ દિવસના પ્રવાસમાં તેઓ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ અલગ-અલગ કાર્યક્રમમાં હાજરી આપશે જ્યાં તેઓ પ્રજાલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરશે.

    મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી 22 જાન્યુઆરીના રોજ ગુજરાત આવશે. પ્રવાસના પ્રથમ દિવસે તેઓ મહેસાણાના તરભ ગામે જશે. જ્યાં ભગવાન વાળીનાથ મહાદેવના નવનિર્મિત મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. આ મંદિર મહોત્સવમાં ગુજરાતના દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. ત્યાં લોકસાંસ્કૃતિક કાર્યક્રમો અને સેવા કેમ્પો ચાલી રહ્યા છે. વડાપ્રધાન મોદી તરભ ખાતે પ્રજાલક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન પણ કરશે.

    અમદાવાદ, કાકરપાર અને વલસાડમાં પણ કાર્યક્રમ

    વાળીનાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન મોદી સીધા અમદાવાદ ખાતે આવી પહોંચશે. અમદાવાદમાં તેઓ અમૂલ ડેયરીના ફેડરેશન સહકાર સંમેલનમાં હાજરી આપશે. અહીં તેમનું સંબોધન પણ યોજાશે. ત્યાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન મોદી સીધા દક્ષિણ ગુજરાત રવાના થશે. દક્ષિણ ગુજરાતમાં કાકરાપારમાં તેઓ એટોમિક પાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ તેઓ નવસારી જશે જ્યાં જનતા માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલા મિત્રા પાર્કનો શિલાન્યાસ કરશે. ત્યાર બાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કેટલીક યોજનાનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને શિલાન્યાસ કરી તેઓ વારાણસી જવા રવાના થશે.

    - Advertisement -

    રાજકોટ એઈમ્સ અને દ્વારકા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ

    22 તારીખે વારાણસી પહોંચ્યા બાદ ત્યાં કેટલાક વિકાસકાર્યોનું લોકાપર્ણ કરશે. ત્યાર બાદ ફરીથી 24 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે પરત આવશે. 24 તારીખે તેઓ રાજકોટ પહોંચશે, જ્યાં તેઓ ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ AIIMS સૌરાષ્ટ્રના લોકો માટે વરદાન સાબિત થશે અને તેમને મોટી અને ગંભીર બીમારીઓની સારવાર માટે છેક અમદાવાદ લાંબુ નહીં થવું પડે. અહીં વડાપ્રધાન મોદી વિશાળ જનસભાને પણ સંબોધિત કરવાના છે.

    રાજકોટ બાદ વડાપ્રધાન મોદી દેવભૂમિ દ્વારકા રવાના થશે. અહીં તેઓ સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. આ બ્રિજ દ્વારકા અને ઓખાને એકબીજા સાથે જોડશે. બ્રિજ બન્યા બાદ યાત્રીઓ વાહન દ્વારા ઓખા જઈ શકશે, આ પહેલા લોકોને બોટમાં બેસીને ઓખા જવું પડતું હતું. ઉલ્લેખનીય છે કે આ બ્રિજનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાન મોદીએ જ કર્યું હતું. દ્વારકામાં વડાપ્રધાન ભગવાન દ્વારિકાધીશના દર્શન પણ કરશે. ખાસ વાત તે છે કે તેઓ દ્વારકામાં રાત્રી રોકાણ પણ કરશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં