પશ્ચિમ બંગાળના 24 પરગણા સ્થિત સંદેશખાલીમાં અનેક મહિલાઓ TMC નેતા શાહજહાં શેખ અને તેના માણસો પર રેપ અને અત્યાચારનો આરોપ લગાવીને સતત પ્રદર્શન કરી રહી છે, પરંતુ બીજી તરફ રાજ્યની પોલીસ મહિલાઓનો અવાજ બની રહેલા પત્રકારોને ઉઠાવી રહી છે. સંદેશખાલી પર રીપોર્ટ આપી રહેલા પશ્ચિમ બંગાળની ‘રિપબ્લિક બાંગ્લા’ સમાચાર ચેનલના પત્રકાર સન્તુ પાનને લાઈવ સ્ટ્રીમમાં ઉઠાવી લેવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં પત્રકારની ધરપકડ મામલે અનેક લોકો પ્રતિક્રિયા આપીને વિરોધ નોંધાવી રહ્યા છે.
આ ઘટના લાઈવ કેમેરા પર જ બની. તે સમયે સન્તુ પાન લાઈવ રીપોર્ટીંગ કરી રહ્યા હતા. પશ્ચિમ બંગાળના 2 પોલીસ કર્મચારી તેમને લાઈવ કવરેજ દરમિયાન જ ટીંગાટોળી કરીને ઉઠાવી ગયા. પોલીસ તેમને લઈ જઈ રહી હતી તે દરમિયાન પણ તેમણે માઈક નહોતું છોડ્યું અને રીપોર્ટીંગ કરતા રહ્યા હતા. પોલીસ તેમને રિક્ષામાં નાંખીને લઈ જતી નજરે પડે છે. હાલ સોશિયલ મીડિયા પર તેમનો આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમના સમર્થનમાં સામે આવી રહ્યા છે.
Ms @MamataOfficial has become a symbol of Autocracy!@Santu_republic, a reporter for @BanglaRepublic, arrested & forcefully taken by the Bengal police.
— Satya Kumar Y (సత్యకుమార్ యాదవ్) (@satyakumar_y) February 19, 2024
He had been diligently reporting on the ongoing issues of violence against women in #Sandeshkhali for an extended period.
Why… pic.twitter.com/NBn9IpOwxf
આ આખી ઘટના સામે આવ્યા બાદ ભાજપ પશ્ચિમ બંગાળની TMS સરકાર અને મુખ્યમંત્રી પર આકરા પાણીએ જોવા મળી હતી. કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવાવાળા ગુંડાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની જગ્યાએ પશ્ચિમ બંગાળ સરકાર મીડિયા પર અંકુશ લગાવવાનો પ્રયત્ન કરી રહી છે અને પ્રેસ સ્વતંત્રતાને ખત્મ કરવાનો પ્રયત્ન કરી રહી છે. એક મહિલા મુખ્યમંત્રી દ્વારા શાસિત રાજ્ય, સંદેશખાલીમાં મહિલાઓની તકલીફો પર નજર ફેરવી રહી છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.”
પશ્ચિમ બંગાળમાં પત્રકારની ધરપકડ મામલે ભાજપ નેતા શુભેંદુ અધિકારીએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, “સંદેશખાલી પર રીપોર્ટીંગ કરી રહેલા રિપબ્લિક ટીવીના પત્રકારને જે રીતે ઉઠાવીને લઇ જવામાં આવ્યા તે નિંદનીય છે. મમતા બેનર્જીની સરકારમાં તાનાશાહી ચાલી રહી છે. લોકતંત્રના ચોથા સ્તંભને કામ નથી કરવા દેવામાં આવી રહ્યું. બહેનોની ઈજ્જત લૂંટનાર શાહજહાંને મમતા બેનર્જીના સંરક્ષણમાં છે. માતાઓ-બહેનો તરફે ગુંડાગીરી વિરુદ્ધ રિપબ્લિક અવાજ ઉઠાવી રહ્યું છે તેને રોકવા માટે તેના પત્રકારને ઉઠાવી લેવામાં આવ્યા છે.” આટલું જ નહીં, શુભેંદુ અધિકારીએ X પર પોસ્ટ કરીને ઘટનાના વિરોધમાં પોતાનું પ્રોફાઈલ પિકચર બ્લેક કરી નાખ્યું છે.
I have blacked out my profile picture on my Social Media Handles for 24 hours, in solidarity with Republic Bangla Journalist Santu Pan, who has been arrested by the Mamata Police for extensively and relentlessly reporting the horrific atrocities on the Women of Sandeshkhali.
— Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) February 19, 2024
I…
બીજી તરફ રિપબ્લિક બાંગ્લાના સીનીયર એડિટર મયુખ રંજને પણ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “આ લડાઈ માત્ર રિપબ્લિક અને પત્રકાર સન્તુ પાનની નથી. આજે તેમની સાથે થયું છે કાલે બીજા કોઈ સાથે થશે. જે પ્રમાણે ઢસડીને તેમને લઇ જવામાં આવ્યા, તેના વિઝ્યુઅલ અમારી પાસે છે. જે પ્રમાણે અમારા પત્રકારને તેઓ લઈને જઈ રહ્યા છે, આખા દેશે તે દ્રશ્યો જોવા જોઈએ. શું અમે શાહજહાં શેખ છીએ? રોહિંગ્યા છીએ? શું અમે આતંકવાદી છીએ? અમે કાનૂની મદદ લઈ રહ્યા છીએ. ભાજપ સહિત અનેક પાર્ટીઓએ અમને કહ્યું છે કે 100 વકિલ જોઈએ તો લગાઓ, અમે આ જંગ લડીશું.”