Saturday, November 23, 2024
More
    હોમપેજદેશલોકસભા બાદ હવે રાજ્યસભામાં ગરજશે PM મોદી: રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો...

    લોકસભા બાદ હવે રાજ્યસભામાં ગરજશે PM મોદી: રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો આપશે જવાબ, વચગાળાના બજેટ પર થશે સામાન્ય ચર્ચા

    PM મોદીના સંબોધન બાદ રાજ્યસભામાં વચગાળાનું બજેટ 2024-25 પર સામાન્ય ચર્ચા કરવામાં આવશે. સાથે જ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના 2024-25ના બજેટને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.

    - Advertisement -

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 31 જાન્યુઆરીના રોજ બજેટ સત્રના પ્રથમ દિવસે રાજ્યસભા અને લોકસભાની સંયુકત બેઠકને સંબોધિત કરી હતી. તેમણે પોતાના અભિભાષણમાં સરકારની 10 વર્ષની ઉપલબ્ધિઓ અને સિદ્ધિઓ વિશે માહિતી આપી હતી. સાથે તેમણે રામ મંદિરનો ઉલ્લેખ પણ કર્યો હતો. જે બાદ 5 ફેબ્રુઆરીએ PM મોદીએ લોકસભામાં સંબોધન કર્યું હતું અને રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. જ્યારે હવે વડાપ્રધાન મોદી રાજ્યસભાને સંબોધિત કરશે અને રાજ્યસભામાં પણ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપશે.

    બુધવારે (7 ફેબ્રુઆરી) PM નરેન્દ્ર મોદી રાજ્યસભાને સંબોધિત કરશે. તેઓ 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિએ આપેલા અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપશે. જે બાદ રાજ્યસભામાં તે વિશેની ચર્ચા ચાલુ કરવામાં આવશે. PM મોદીના સંબોધન બાદ રાજ્યસભામાં વચગાળાનું બજેટ 2024-25 પર સામાન્ય ચર્ચા કરવામાં આવશે. સાથે જ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના 2024-25ના બજેટને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. આ પહેલાં આ તમામ પ્રક્રિયા લોકસભમાં વડાપ્રધાન મોદીના સંબોધન સમયે પણ કરવામાં આવી છે. જ્યારે હવે તેઓ રાજ્યસભાને સંબોધિત કરીને ચર્ચાની શરૂઆત કરશે.

    લોકસભામાં PM મોદીએ આપ્યું હતું સંબોધન

    5 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અનેક લોકોએ ચૂંટણી લડવાની હિંમત જ છોડી દીધી છે અને અનેક લોકો લોકસભાની જગ્યાએ રાજ્યસભા જવા માંગે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિએ 4 મજબૂત સ્તંભો તરફ આપણું ધ્યાન દોર્યું છે. આ સ્તંભો જેટલા મજબૂત, સંરક્ષિત અને સમૃદ્ધ હશે, આપણો દેશ પણ એટલો જ ઝડપી આગળ વધશે.

    - Advertisement -

    આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસને 10 વર્ષ સુધી સારો વિપક્ષ બનવાનો અવસર મળ્યો હતો, પરંતુ તેઓ તેમાં વિફળ રહ્યા. તેમણે કોંગ્રેસ પર વિપક્ષના સારા અને હોંશિયાર લોકોને મોકો ન આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, “કોંગ્રેસે પોતાના સિવાય બધાનું નુકસાન કર્યું છે. 10 વર્ષ પહેલા 2014માં ફેબ્રુઆરીમાં આવેલા અંતરિમ બજેટને રજુ કરતા સમયે નાણામંત્રીએ કહ્યું હતું કે GDPના મામલે ભારત દુનિયામાં 11મા ક્રમે છે. તે સમયે પણ ગૌરવગાન થયું હતું, હવે ભારત પાંચમાં નંબરે પહોંચી ગયો છે તો કુતર્ક આપવામાં આવે છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં