Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસાઉદી અરેબિયામાં ઝુબૈર વર્ષોસુધી રહ્યો છે, 'હનીમૂન-હનુમાન' ટ્વીટ ષડયંત્રનો એક ભાગ: AltNewsનો...

    સાઉદી અરેબિયામાં ઝુબૈર વર્ષોસુધી રહ્યો છે, ‘હનીમૂન-હનુમાન’ ટ્વીટ ષડયંત્રનો એક ભાગ: AltNewsનો સહ-સ્થાપક યુપીમાં નોંધાયેલી FIR રદ કરવા સુપ્રીમ કોર્ટ પહોંચ્યો

    ઓલ્ટ ન્યૂઝના સહસ્થાપક અને પોતે ફેક્ટ ચેકર હોવાનો દાવો કરતા મોહમ્મદ ઝુબેરે પોતાની વિરુદ્ધ થયેલી તમામ FIR રદ્દ કરવાની અરજી કરી છે.

    - Advertisement -

    હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારા AltNewsના સહ-સંસ્થાપક મોહમ્મદ ઝુબેરના ભૂતકાળ વિશે લોકો સોશિયલ મીડિયા પર વારંવાર સવાલો ઉઠાવી રહ્યા છે. હવે એ વાત સામે આવી છે કે સાઉદી અરેબિયામાં ઝુબૈર વર્ષોસુધી રહ્યો છે.

    આ આરોપ ફરિયાદ પક્ષના વકીલ અતુલ શ્રીવાસ્તવે કોર્ટમાં લગાવ્યો છે. વકીલનું કહેવું છે કે તેનો ટેલિફોન નંબર દર્શાવે છે કે તે ઘણા વર્ષો સાઉદી અરેબિયામાં રહ્યો છે. હનીમૂન-હનુમાનનું ટ્વિટ તેમના ષડયંત્રનો એક ભાગ છે. તેણે એમ પણ કહ્યું હતું કે ઝુબેરને પાકિસ્તાન, સાઉદી અરેબિયા, સીરિયા જેવા દેશોમાંથી ફંડીગ મળી રહ્યું છે.

    તે જ સમયે, ઝુબેરના વકીલ વૃંદા ગ્રોવરે કોઈપણ વિદેશી ફંડ મેળવ્યાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું છે કે મોહમ્મદ ઝુબેર કે પછી પ્રવદા મીડિયાને વ્યક્તિગત રીતે વિદેશમાંથી કોઈ ફંડ મળ્યું નથી. તેમણે કહ્યું કે તેમને માત્ર ભારતીય દાતાઓ પાસેથી ફંડ લીધું છે અને તે પણ ભારતીય બેંક ખાતામાં.

    - Advertisement -

    આ અંગે ફરિયાદ પક્ષના વકીલે કહ્યું કે, “ઝુબૈરે ખૂબ જ ચતુરાઈથી ‘ગુમનામ’ના નામે ઘણા ફંડ લીધા છે. કોઈ આપી રહ્યું છે અને લેવાઈ પણ રહ્યું છે. તેમણે કહ્યું કે ઝુબૈરે FCRAનું ઉલ્લંઘન કરીને 56,00,000 રૂપિયા લીધા છે. ફંડ લેતી વખતે અનેક પ્રકારની છેતરપિંડી પણ કરવામાં આવી છે.”

    અર્ણવ ગોસ્વામી કેસનું ઉદાહરણ આપતાં વૃંદા ગ્રોવરે કહ્યું હતું કે, “હું (ઝુબેર) એક પત્રકાર છું. હું ફેક્ટ ચેકર છું. હું કહું છું તે વસ્તુઓ અણગમતી હોઈ શકે છે. મારી અંગત સ્વતંત્રતામાં ઘટાડો કરવો એ મારા અધિકારનું ઉલ્લંઘન હશે.”

    આ બાબતે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે અવલોકન કર્યું હતું કે મોહમ્મદ ઝુબેર સામેની તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં છે અને તેની સામે ગંભીર આરોપો છે. આ કેસમાં ઝુબેરની જામીન અરજી પર આગામી સુનાવણી શુક્રવાર (15 જુલાઈ 2022)ના રોજ થશે.

    બીજી તરફ, ઝુબૈરે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા નોંધાયેલી 6 એફઆઈઆરને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે . અરજીમાં સીતાપુર, લખીમપુર ખેરી, મુઝફ્ફરનગર, ગાઝિયાબાદ અને હાથરસમાં બે એફઆઈઆરનો ઉલ્લેખ છે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દિલ્હીની બહારની C FIRને દિલ્હીની FIR સાથે જોડી દેવામાં આવે.

    આ સાથે જ આ તમામ મામલામાં સુપ્રીમ કોર્ટમાંથી જામીનની માંગણી કરવામાં આવી છે. તે જ સમયે, સુપ્રીમ કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે આ કેસોની તપાસ માટે યુપી સરકાર દ્વારા SITની રચનાને પણ પડકારવામાં આવી છે .

    આ પહેલા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઈન્દિરા બેનર્જી અને જસ્ટિસ જેકે મહેશ્વરીની બેંચે યુપીના સીતાપુર કેસમાં કેટલીક શરતો સાથે ઝુબૈરને પાંચ દિવસ માટે વચગાળાના જામીન મંજૂર કર્યા હતા.

    સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ દરમિયાન ઝુબેર ટ્વીટ નહીં કરે. આ સાથે તે દિલ્હી છોડીને ક્યાંય જશે નહીં. જોકે, સુપ્રીમ કોર્ટમાંથી પાંચ દિવસના વચગાળાના જામીન બાદ પણ તે અન્ય કેસમાં પોલીસ કસ્ટડીમાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં