Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટAltNewsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેર સાથે સંબંધિત કેસોની તપાસ માટે ઉત્તર પ્રદેશ સરકારે...

    AltNewsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેર સાથે સંબંધિત કેસોની તપાસ માટે ઉત્તર પ્રદેશ સરકારે રચના કરી SITની

    જોકે, ઝુબેર તેની સામે દાખલ કરાયેલા અન્ય કેસના સંબંધમાં દિલ્હી પોલીસની કસ્ટડીમાં રહેશે.

    - Advertisement -

    ઓલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેર સામેના તમામ આરોપોની તપાસ કરવા માટે ઉત્તર પ્રદેશ સરકારે વિશેષ તપાસ ટીમ (SIT) રચી છે. મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ હિંદુ ધર્મના લોકો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા, હિંદુ દેવતાઓ વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ શેર કરીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને ન્યૂઝ એન્કર વિરુદ્ધ અન્ય બાબતોની ટીકા કરવા બદલ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ અડધો ડઝનથી વધુ FIR દાખલ કરવામાં આવી છે.

    SITનું નેતૃત્વ IG પ્રીતિન્દર સિંહ કરી રહ્યા છે. DIG અમિત કુમાર વર્માને પણ SITનો હિસ્સો બનાવાયો છે. મોહમ્મદ ઝુબેર ઉત્તર પ્રદેશના સીતાપુર, લખીમપુર ખેરી, ગાઝિયાબાદ, હાથરસ અને મુઝફ્ફરનગરમાં આરોપોનો સામનો કરી રહ્યો છે.

    યુપી સરકારે મોહમ્મદ ઝુબેર સામેના આરોપોની તપાસ માટે SITની રચના કરી

    વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવાનો સરકારનો નિર્દેશ સુપ્રીમ કોર્ટે Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરને આપવામાં આવેલ વચગાળાના જામીનને ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં દાખલ કેસમાં આગળના આદેશો સુધી લંબાવવાની પૃષ્ઠભૂમિમાં આવે છે. જોકે, ઝુબેર તેની સામે દાખલ કરાયેલા અન્ય કેસના સંબંધમાં દિલ્હી પોલીસની કસ્ટડીમાં રહેશે.

    - Advertisement -

    1 જૂનના રોજ ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લાની ખૈરાબાદ પોલીસે Alt ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેર સામે રાષ્ટ્રીય હિંદુ શેરસેનાના રાષ્ટ્રીય સંરક્ષક મહંત બજરંગ મુનિ ઉદાસીન, યતિ નરસિંહાનંદ અને સ્વામી આનંદ સ્વરૂપ વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ પ્રથમ તપાસ અહેવાલ (એફઆઈઆર) દાખલ કર્યો હતો. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 295(A) અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 67 હેઠળ રાષ્ટ્રીય હિન્દુ શેર સેનાના જિલ્લા વડા ભગવાન શરણની ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી હતી.

    2018માં કરવામાં આવેલા તેના ટ્વિટ દ્વારા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાના આરોપમાં દિલ્હી પોલીસ દ્વારા તેની સામે અન્ય એક કેસ પણ નોંધવામાં આવ્યો છે. આ ખાસ કેસમાં 2 જુલાઈએ ઝુબૈરને મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સ્નિગ્ધા સરવરિયા દ્વારા જામીન આપવાનો નકારો કરવામાં આવ્યો હતો. આ કેસમાં 14મી જુલાઈએ બીજી જામીન અરજી પર કોર્ટ સુનાવણી કરશે.

    આ બે કેસ ઉપરાંત, ઝુબૈર યુપીના લખીમપુર ખેરીમાં તેની સામે નોંધાયેલા કેસમાં પણ આરોપોનો સામનો કરી રહ્યો છે. ગઈકાલે જ, (સોમવાર, જુલાઈ 11), ઓલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક અને કથિત ‘તથ્ય તપાસનાર’ને ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા કેસમાં મોહમ્મદી સત્ર અદાલત દ્વારા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. મોહમ્મદ ઝુબૈર સામે કલમ 153B, 501(1)(B) અને 505(2) સહિત ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ વધારાના આરોપો લગાવવામાં આવ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં