Monday, May 20, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિગર્ભગૃહમાંથી રામલલાની પ્રતિમાના પ્રથમ દર્શન: અનુષ્ઠાનના ચોથા દિવસે થશે ઔષધિવાસ, કેસરાધિવાસ, ઘૃતધિવાસ...

    ગર્ભગૃહમાંથી રામલલાની પ્રતિમાના પ્રથમ દર્શન: અનુષ્ઠાનના ચોથા દિવસે થશે ઔષધિવાસ, કેસરાધિવાસ, ઘૃતધિવાસ અને ધાન્યાધિવાસ

    મંદિરમાં 51 ઇંચની મૂર્તિ ગર્ભગૃહમાં ધાર્મિક વિધિ મુજબ સ્થાપિત કરવામાં આવી રહી છે, હવે 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા વિધિ બાદ મૂર્તિના મુખ પરથી પટ્ટી હટાવવામાં આવશે.

    - Advertisement -

    અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહેલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના અનુષ્ઠાનની શરૂઆત 16 જાન્યુઆરીથી થઇ ગઈ છે. ત્રીજા દિવસની ભવ્ય પૂજનવિધિ બાદ આજે ચોથા દિવસે પણ વિવિધ અનુષ્ઠાનની શરૂઆત થશે. મંદિરમાં રામલલાના વિગ્રહનની પણ સ્થાપના થઇ ગઈ છે. રામલલાની પ્રથમ ઝલક પણ સામે આવી ગઈ છે. મંદિરમાં 51 ઇંચની મૂર્તિ ગર્ભગૃહમાં ધાર્મિક વિધિ મુજબ સ્થાપિત કરવામાં આવી રહી છે, હવે 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા વિધિ બાદ મૂર્તિના મુખ પરથી પટ્ટી હટાવવામાં આવશે.

    આજે 19 જાન્યુઆરી 2024ના રોજ ચોથા દિવસની પૂજન વિધિની શરૂઆત થશે, જેમાં આજે ધાર્મિક અનુષ્ઠાનના ચોથા દિવસે વૈદિક વિધિ મુજબ અગ્નિ પ્રગટાવવામાં આવશે, તેની સાથે જ ધાર્મિક વિધિઓ શરૂ થશે. આજે  સૌપ્રથમ આજે સવારે 9 વાગ્યે અરણિમંથનથી અગ્નિ પ્રગટ કરવમાં આવશે. તે પહેલા ગણપતિ મહારાજ જેવા સ્થાપિત દેવોની પૂજા, દ્વારપાલો દ્વારા તમામ શાખાઓના વેદોનું પઠન, દેવ પ્રબોધન, ઔષધિવાસ, કેસરાધિવાસ, ઘૃતાધિવાસ, કુંડપૂજન, પંચભુસંસ્કાર થશે.  અરણિમંથનથી પ્રગટ થયેલી અગ્નિની કુંડમાં સ્થાપના, ગ્રહસ્થાપન, અસંખ્યાત રુદ્રપીઠસ્થાન, પ્રધાનદેવતાસ્થાપન, રાજારામ-ભદ્ર-શ્રીરામયંત્ર-બિઠદેવતા-અંગદેવતા-અવરણદેવતા- મહાપૂજા, વરુણમંડળ, યોગિનીમંડળસ્થાપના, ગ્રહસ્થાપન, ક્ષેત્રપાલમદેવમંડળ સ્થાપના,અદેવતા, કવરદેવતા, મહાપૂજા, વારુણમંડળ, તુષાન્તિ, ધાન્યાધિવાસ જેવી વિવિધ પૂજન વિધિ કરવામાં આવશે.

    16 તારીખથી ચાલી રહ્યા છે અનુષ્ઠાન

    ગુરુવારે (18 જાન્યુઆરી) પ્રભુ રામલલાની દિવ્ય મૂર્તિને પરિસરમાં ભ્રમણ કરાવી રામ મંદિર લાવવામાં આવી હતી. જે બાદ હવે જરૂરી શાસ્ત્રોક્ત તથા વૈદિક પૂજા કર્યા બાદ રામલલાની મૂર્તિ તથા પ્રતિકૃત મૂર્તિને ગર્ભગૃહમાં વિરાજિત કરવામાં આવી.

    - Advertisement -

    બુધવારે (17 જાન્યુઆરી) રાત્રે રામલલાની મૂર્તિને ટ્રકની મદદથી રામ મંદિર પરિસરની અંદર લઈ જવામાં આવી હતી. ભગવાન રામની મૂર્તિને લઈ જતો ટ્રક અયોધ્યાની જે પણ ગલીમાંથી પસાર થયો ત્યાં ‘જય જય શ્રીરામ’ના નારા ગુંજી ઉઠયા હતા. ભક્તો જે મહાપર્વની સદીઓથી રાહ જોતાં હતા તે ક્ષણ હવે ખૂબ નજીક આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અભિષેક સમારોહના મુખ્ય યજમાન હશે. કાશીથી પધારેલા વિદ્વાનો અને પંડિતો દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે 22 જાન્યુઆરીના રોજ મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં