Thursday, May 9, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિ'મંગલ ભવન અમંગલ હારી,' અને 'જય જય શ્રીરામ'ના નારાથી ગુંજી અયોધ્યા નગરી:...

    ‘મંગલ ભવન અમંગલ હારી,’ અને ‘જય જય શ્રીરામ’ના નારાથી ગુંજી અયોધ્યા નગરી: રામ મંદિર પરિસરમાં પહોંચી રામલલાની દિવ્ય મૂર્તિ, આજે ગર્ભગૃહમાં કરાશે વિરાજિત

    મૂર્તિને રામ મંદિર પરિસર સુધી લઈ જતી વખતે સઘન સુરક્ષા વ્યવયસ્થા હાથ ધરવામાં આવી હતી. કોઈપણ પ્રકારની કચાશ ના રહે તેવી અભેદ્ય સુરક્ષા વચ્ચે રામલલા મંદિર પરિસરમાં પહોંચ્યા હતા.

    - Advertisement -

    ભવ્ય રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને હવે માત્ર 4 દિવસ બાકી છે. તેવામાં પ્રાણપ્રતિષ્ઠા વિગ્રહ પૂજા માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. 500 વર્ષોના સંઘર્ષ બાદ રામભક્તોની આંખોમાં ઉત્સાહ અને ઉત્સુકતા દેખાઈ રહી છે. આખરે સદીઓ સુધી ફાટેલા તંબુમાં રહેલા રામ અયોધ્યાના રાજસિંહાસન પર બિરાજમાન થવા માટે તૈયાર છે. બુધવારે (17 જાન્યુઆરી) પ્રભુ શ્રીરામના ગર્ભગૃહની વિધિવત પૂજા કરવામાં આવી હતી. શંખનાદ અને મહાઆરતી દ્વારા તેને પવિત્ર કરાયા બાદ હવે રામ મંદિર પરિસરમાં રામલલાની દિવ્ય મૂર્તિ પહોંચી ગઈ છે. આજે (18 જાન્યુઆરીએ) આ દિવ્ય મૂર્તિને ગર્ભગૃહમાં વિરાજિત કરવામાં આવશે.

    ગુરુવારે (18 જાન્યુઆરી) પ્રભુ રામલલાની દિવ્ય મૂર્તિને પરિસરમાં ભ્રમણ કરાવી રામ મંદિર લાવવામાં આવી છે. જે બાદ હવે જરૂરી શાસ્ત્રોક્ત તથા વૈદિક પૂજા કર્યા બાદ રામલલાની મૂર્તિ તથા પ્રતિકૃત મૂર્તિને ગર્ભગૃહમાં વિરાજિત કરવામાં આવશે. બુધવારે (17 જાન્યુઆરી) રાત્રે રામલલાની મૂર્તિને ટ્રકની મદદથી રામ મંદિર પરિસરની અંદર લઈ જવામાં આવી હતી. ભગવાન રામની મૂર્તિને લઈ જતો ટ્રક અયોધ્યાની જે પણ ગલીમાંથી પસાર થયો ત્યાં ‘જય જય શ્રીરામ’ના નારા ગુંજી ઉઠયા હતા. ભક્તો જે મહાપર્વની સદીઓથી રાહ જોતાં હતા તે ક્ષણ હવે ખૂબ નજીક આવી ગઈ છે.

    મૂર્તિને રામ મંદિર પરિસર સુધી લઈ જતી વખતે સઘન સુરક્ષા વ્યવયસ્થા હાથ ધરવામાં આવી હતી. કોઈપણ પ્રકારની કચાશ ના રહે તેવી અભેદ્ય સુરક્ષા વચ્ચે રામલલા મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. આ ઉપરાંત રામલલાની દિવ્ય મૂર્તિને રામ મંદિર પરિસરમાં લાવ્યા બાદ તેમની ચાંદીની મૂર્તિને પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવી હતી. આ દરમિયાન ‘મંગલ ભવન અમંગલહારી’ની ચોપાઈ પણ વાગતી જોવા મળી હતી. જાણવા મળી રહ્યું છે કે, ગુરુવારે (18 જાન્યુઆરી) પ્રભુ રામલલાની મૂર્તિને ગર્ભગૃહમાં વિરાજિત કરવામાં આવશે. જોકે, તેમની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના શુભ દિવસે અભિજિત મુહૂર્તમાં તમામ શાસ્ત્રીય પરંપરાનું પાલન કરીને કરવામાં આવશે.

    - Advertisement -

    નોંધનીય છે કે, રામલલાના આગમન પૂર્વે તેમના ગર્ભગૃહને સરયૂજીના પવિત્ર જળ અને શંખનાદની પાવન ધ્વનિ વડે પવિત્ર કરવામાં આવ્યું હતું. નિર્મોહી અખાડાના મહંત દેનેન્દ્ર દાસ અને પૂજારી સુનિલ દાસે ગર્ભગૃહમાં પૂજા-અર્ચના કરી મહાઆરતી કરી હતી. જે બાદ મહિલાઓ દ્વારા કળશયાત્રા કાઢવામાં આવી હતી. આ ઉપરાંત સરયૂ નદીના તટ પર તીર્થપૂજા અને જલપૂજા પણ સંપન્ન કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં