Friday, May 10, 2024
More
    હોમપેજદેશરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા: વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદ સાથે ગર્ભગૃહમાં થઈ પૂજા-આરતી, મંદિર...

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા: વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદ સાથે ગર્ભગૃહમાં થઈ પૂજા-આરતી, મંદિર પરિસરમાં ભ્રમણ બાદ પ્રભુ રામલલાનું થશે આગમન

    તીર્થપૂજા અને જલપૂજા સંપન્ન કર્યા બાદ વિધિવત અને વૈદિક પરંપરા અનુસાર ગર્ભગૃહમાં પણ પૂજા-અર્ચના કરવામાં આવી છે. જેમાં શંખનાદના પવિત્ર ધ્વનિ વચ્ચે ધાર્મિક કાર્ય સંપન્ન કરવામાં આવ્યું.

    - Advertisement -

    અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના ભવ્ય મહોસત્વની દેશ અને દુનિયામાં રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન 16 જાન્યુઆરીથી પ્રાણપ્રતિષ્ઠા માટે અનુષ્ઠાન શરૂ કરી દેવામાં આવ્યાં છે. જ્યારે મુખ્ય વિગ્રહ 22 જાન્યુઆરીના દિવસે કરવામાં આવી રહ્યો છે. આ પૂજાવિધિ દરમિયાન હવે મંદિરના વિશાળ ગર્ભગૃહમાં પણ પૂજા કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં તેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે.

    રામ મંદિર ગર્ભગૃહમાં આ પ્રથમ પૂજા અને મહાઆરતી હતી. જે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અને નિર્મોહી અખાડાના મહંત દિનેન્દ્ર દાસ તથા પૂજારી સુનિલ દાસ દ્વારા કરવામાં આવી છે. આ સાથે ગર્ભગૃહમાં મહાઆરતી પણ યોજાઈ હતી.

    બુધવારે (17 જાન્યુઆરી) રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનનો બીજો દિવસ છે. જેથી બીજા દિવસના અનુષ્ઠાનના ભાગરૂપે રામ મંદિર અયોધ્યાના ગર્ભગૃહમાં પૂજા વિધિ અને મહાઆરતી કરવામાં આવી છે. નિર્મોહી અખાડાના મહંત અને ટ્રસ્ટના સદસ્ય દિનેન્દ્ર દાસ અને પૂજારી સુનિલ દાસે આ વિધિ સંપન્ન કરી છે. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પવિત્ર શંખનાદની ધ્વનિ સાથે ગર્ભગૃહમાં પ્રથમવાર પૂજા અને મહાઆરતી કરવામાં આવ્યા છે. આ દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાયું હતું.

    - Advertisement -

    પ્રાણપ્રતિષ્ઠાના બીજા દિવસના અનુષ્ઠાન ભાગરૂપે જલપૂજા અને તીર્થપૂજા પણ કરવામાં આવી હતી. મુખ્ય યજમાન અનિલ મિશ્રએ સરયૂ નદીના કિનારે જલપૂજા અને તીર્થપૂજા કરી હતી. પ્રાચીન કાળમાં સરયૂ નદીની એક તીર્થ તરીકે પૂજા કરવામાં આવતી હતી. ભગવાન રામના પૂર્વજો અને વંશજો માટે આ નદી ખૂબ જ પૂજનીય હતી. તે નદીને સરયૂ માતા તરીકે સંબોધિત કરવામાં આવતી હતી. હવે અનુષ્ઠાનના ભાગરૂપે તેની પૂજા પણ કરવામાં આવી છે.

    તીર્થપૂજા અને જલપૂજા સંપન્ન કર્યા બાદ વિધિવત અને વૈદિક પરંપરા અનુસાર ગર્ભગૃહમાં પણ પૂજા-અર્ચના કરવામાં આવી છે. જેમાં શંખનાદના પવિત્ર ધ્વનિ વચ્ચે ધાર્મિક કાર્ય સંપન્ન કરવામાં આવ્યું. આરાધ્ય પ્રભુ શ્રીરામને ટૂંક સમયમાં જ મંદિર પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવશે. ત્યારબાદ તેમનું ગર્ભગૃહમાં આગમન થશે. તે પહેલાં તેમના સ્થાન અને કક્ષની વિધિવત પૂજા કરવામાં આવી છે અને સરયૂજીના જળ તથા શંખનાદથી ગર્ભગૃહને પવિત્ર કરવામાં આવ્યો છે.

    ઉલ્લેખનીય છે કે, ગર્ભગૃહમાં પૂજા-વિધિ સંપન્ન કર્યા બાદ અયોધ્યામાં મહિલાઓ દ્વારા કલશયાત્રા કાઢવામાં આવી હતી. જે બાદ હવે પ્રભુ શ્રીરામલલાની નવનિર્મિત મૂર્તિને એક ટ્રકમાં રાખવામાં આવશે અને તેમને મંદિર પરિસરનું ભ્રમણ કરાવવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં