Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણ‘મસ્જિદ તોડીને મંદિર બનાવવું અમને સ્વીકાર્ય નથી’- ઉદયનિધિ સ્ટાલિનનું હિંદુદ્વેષી નિવેદન: આ...

    ‘મસ્જિદ તોડીને મંદિર બનાવવું અમને સ્વીકાર્ય નથી’- ઉદયનિધિ સ્ટાલિનનું હિંદુદ્વેષી નિવેદન: આ પહેલાં સનાતન ધર્મની ડેન્ગ્યુ-મલેરિયા સાથે કરી હતી તુલના

    આ પહેલાં પણ મંત્રી ઉદયનિધિ સ્ટાલિને કાર્યક્રમમાં કહ્યું હતું કે, સનાતન ધર્મ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવો છે અને તેનો ફક્ત વિરોધ નહીં, પણ તેને ખતમ કરી નાખવો જોઈએ.

    - Advertisement -

    તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને મંત્રી ઉદયનિધિ સ્ટાલિને અયોધ્યામાં બની રહેલા રામ મંદિર પર હિંદુદ્વેષી નિવેદન આપ્યું છે. તેમણે કહું કે, અમે મસ્જિદ તોડી મંદિર બનાવવાથી સહમત નથી. પહેલાં પણ ઉદયનિધિએ સનાતન ધર્મનું અપમાન કરતા અભદ્ર ટિપ્પણી કરી હતી. જે પછી દેશભરના હિંદુ સમાજમાં તેમનો વિરોધ થયો હતો.

    અહેવાલો પ્રમાણે તમિલનાડુમાં મંત્રી ઉદયનિધિએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, “DMK કોઈ પણ ધર્મની વિરુદ્ધમાં નથી. મંદિર બનાવવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ મસ્જિદ તોડી પાડીને મંદિરનું નિર્માણ કરવું એ અમે સ્વીકાર કરતા નથી”

    ઉદયનિધિ પોતાના વિવાદિત નિવેદનો માટે જાણીતા છે, તેઓ આ પહેલાં પણ ઘણી વાર હિંદુ સનાતન ધર્મનું અપમાન કરી ચૂકયા છે. હિંદુ સમુદાયની ભાવના આહત થાય એવા નિવેદનો માટે ઘણીવાર ઉદયનિધિ પર ફરિયાદ પણ કરવામાં આવી છે. પરંતુ તમિલનાડુ મુખ્યમંત્રીના પુત્ર સનાતન ધર્મનું અપમાન કરવાની એકપણ તક ચૂકતા નથી.

    - Advertisement -

    આ પહેલાં પણ ઉદયનિધિએ સનાતન ધર્મ પર અપમાનજનક નિવેદન આપ્યું હતું. 2 સપ્ટેમ્બર 2023ના રોજ એક તમિલનાડુના તથાકથિત સુધારાવાદી લેખકો અને કલાકારોના એક એસોસિએશને ચેન્નાઇમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેનું નામ હતું- ‘સનાતન ઉન્મૂલન કોન્ફરન્સ.’ સનાતનને જડમાંથી ઉખાડી ફેંકવાના આ કાર્યક્રમમાં DMK નેતા અને તમિલનાડુ સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિને પણ ભાગ લીધો હતો. અહીં તેમણે ધર્મ વિશે ઝેર ઓક્યું. 

    મંત્રી ઉદયનિધિ સ્ટાલિને કાર્યક્રમમાં કહ્યું હતું કે, સનાતન ધર્મ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવો છે અને તેનો ફક્ત વિરોધ નહીં, પણ તેને ખતમ કરી નાખવો જોઈએ. એટલું જ નહીં, ઉદયનિધિએ એ પણ કહ્યું કે આ મામલે જો કોઈ કાયદાકીય કાર્યવાહીની વાત કરે છે તો તે તેનાથી ડરતા નથી. જે પછી સમગ્ર દેશમાંથી ઉદયનિધિનો વિરોધ થયો હતો. આ મામલે પરપટના કોર્ટે તેમને સમન પણ પાઠવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, આ નિવેદન ત્યારે આવી રહ્યું છે જયારે 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. જેમાં દેશમાંથી 7000 હજાર કેટલા વિશેષ મહેમાનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દેશના વિપક્ષોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેઓએ તેનો અસ્વીકાર કરતા વિરોધ કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં