ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી ના ડરવાની સલાહ આપી છે. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ બુધવારે (17 જાન્યુઆરી, 2024) તેમના X હેન્ડલ પરથી બહાર પાડવામાં આવેલી 36 સેકન્ડની વિડીયો ક્લિપમાં આની જાહેરાત કરી છે. ઓવૈસીએ વિડીયો શેર કરીને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પહેલાં મુસ્લિમોને ભડકાવ્યા છે.
ઓવૈસીએ કહ્યું કે, “હમ સિર્ફ જમીન-ઓ-આસમાન બનાને વાલે સે ડરતે હૈ, બાકી કિસી સે ભી નહીં ડરતે હૈ. મૈ ગુનાહગાર હું, ખતાકાર હું, સિયાકાર હું, મૈ ક્યા હું, મેરે રબ કો માલૂમ હૈ. મગર મૈ સિર્ફ અલ્લાહ સે ડરતા હું.”
Hum sirf zameen-o-aasmaan ko banaane waale se darte hain, baaqi kisi se bhi nahi dartepic.twitter.com/graYiKXhfT
— Asaduddin Owaisi (@asadowaisi) January 17, 2024
ઓવૈસીએ વધુમાં કહ્યું છે કે, “અને હું તમને પણ કહેવા આવ્યો છું કે ના મોદીથી ડરો, ના શાહથી ડરો, ના હૂકુમતથી ડરો, કોઈનાથી પણ ડરશો નહીં, માત્ર અલ્લાહથી ડરો.” તેમણે આવું નિવેદન આપીને મુસ્લિમોને ભડકાવ્યા છે.
કેજરીવાલ RSSના ‘છોટા રિચાર્જ’ છે- ઓવૈસી
નોંધનીય છે કે આ પહેલાં ઓવૈસી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) પર પણ નિશાન સાધી ચૂક્યા છે. તેમણે AAPના સ્થાપક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધીને કહ્યું હતું કે, તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ‘છોટા રિચાર્જ’ છે. કેજરીવાલ સરકારે મંગળવારે (16 જાન્યુઆરી, 2024) દિલ્હીમાં સુંદરકાંડના પાઠનું આયોજન કર્યા પછી ઓવૈસીની આ ટીકા સામે આવી હતી.
આ કાર્યક્રમ અંગે ઓવૈસીએ દાવો કર્યો હતો કે, કેજરીવાલે આ બધું રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહને ધ્યાનમાં રાખીને કર્યું હતું. તેમણે કહ્યું, “જ્યારે મેં જોયું કે દિલ્હીના મુખ્યમંત્રી, તેમની સરકારે આ નિર્ણય લીધો છે. દર મંગળવારે તેઓ સુંદરકાંડનું આયોજન કરશે, હનુમાન ચાલીસા વાંચશે. આના પર મેં કહ્યું કે AAP બીજેપીથી કેવી રીતે અલગ છે. AAP, BJP અને RSS વચ્ચે કોઈ ફરક નથી.”
आम आदमी पार्टी सरकार का "सुंदरकांड' और "हनुमान चालीसा पाठ" कार्यक्रम पर @asadowaisi की प्रतिक्रिया।#AIMIM #AsaduddinOwaisi #AamAadmiParty #BJP #NarendraModi #RSS #Bharat #India pic.twitter.com/0pQUGVXTrr
— AIMIM (@aimim_national) January 16, 2024
તેમણે કહ્યું હતું કે, “તેનો દંભ જુઓ, કોઈ કહી રહ્યું છે કે હું સરયૂ નદી પર જઈશ, AAP કહી રહ્યું છે કે શિક્ષણમાં આ ભણાવવામાં આવશે. તમે તો નરેન્દ્ર મોદીની રાહ પર ચાલી રહ્યા છો. તો પછી તમે કેવી રીતે અલગ છો. હું ફરીવાર કહી રહ્યો છું કે, આ દેશમાં બહુમતીના વોટ કેવી રીતે હાંસલ કરી શકાય તેનું કોમ્પીટિટર હિંદુત્વ બની રહ્યું છે.”
વાસ્તવમાં CM કેજરીવાલના નેતૃત્વમાં CM કેજરીવાલે પોતે મંગળવારે દિલ્હીની તમામ 70 વિધાનસભા મતવિસ્તારોમાં સુંદરકાંડનો પાઠ કરાવ્યો હતો. CM કેજરીવાલે પણ પોતાની પત્ની સાથે રોહિણીના એક મંદિરમાં ‘સુંદર કાંડ’ પાઠ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ભગવાન રામ અને હનુમાનના આશીર્વાદ માંગ્યા હતા. નોંધનીય છે કે, ઓવૈસી હંમેશા PM મોદી, ભાજપ અને હિંદુત્વ પર પ્રહારો કરે છે. આ પહેલાં તેમણે મથુરા ઈદગાહ કેસમાં RSS પર નિશાન સાધ્યું હતું. ઓવૈસીએ પોતાના લોકોને સંઘની ડિઝાઈનો પ્રત્યે સજાગ રહેવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, RSS કૃષ્ણજન્મભૂમિ મામલે પણ હિંસક અભિયાન શરૂ કરશે.