Saturday, November 23, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજન‘PM મોદી આપણા નેતા, તેમની વિરુદ્ધ ટિપ્પણીની કિંમત ચૂકવવી પડશે’: સુપરસ્ટાર નાગાર્જુને...

    ‘PM મોદી આપણા નેતા, તેમની વિરુદ્ધ ટિપ્પણીની કિંમત ચૂકવવી પડશે’: સુપરસ્ટાર નાગાર્જુને રદ કરી દીધી માલદીવ યાત્રા, હવે લક્ષદ્વીપ જશે

    તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે માલદીવના મંત્રીઓએ કરેલી ટિપ્પણીઓનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે દેશના વડાપ્રધાન વિશે આ પ્રકારની વાતો ચલાવી લેવાય નહીં.

    - Advertisement -

    ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે માલદીવના ત્રણ મંત્રીઓએ કરેલી ટિપ્પણીઓ બાદ બંને દેશો વચ્ચે ચાલતા તણાવ વચ્ચે સુપરસ્ટાર નાગાર્જુન ચર્ચામાં છે. તેમણે તેમની માલદીવ યાત્રા રદ કરી દીધી છે અને કહ્યું કે હવે તેઓ આગામી અઠવાડિયે લક્ષદ્વીપ જશે. 

    એક વિડીયોમાં નાગાર્જુન કહેતા સંભળાય છે કે, “હું રજાઓ માણવા માટે 17 જાન્યુઆરીએ રવાના થવાનો હતો, કારણ કે ઘણા સમયથી પરિવારને સમય આપી શક્યો નથી. હું છેલ્લા 75 દિવસથી સતત કામ કરી રહ્યો છું. પણ હવે મેં ટીકીટ રદ કરાવી દીધી છે અને આવતા અઠવાડિયે લક્ષદ્વીપ જઈશ.” તેમણે ઉમેર્યું કે, હું ઘણી વખત માલદીવ ગયો છું, પરંતુ આ વખતે હવે જઈશ નહીં. 

    તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે માલદીવના મંત્રીઓએ કરેલી ટિપ્પણીઓનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે દેશના વડાપ્રધાન વિશે આ પ્રકારની વાતો ચલાવી લેવાય નહીં. તેમણે કહ્યું, “આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે તેમના મંત્રીઓની ટિપ્પણીઓ અયોગ્ય હતી અને તેની તેમણે કિંમત ચૂકવવી પડશે. PM મોદી 1.5 બિલિયન લોકોના નેતા છે અને આખું તેમનું સન્માન કરે છે.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ વિવાદ સોશિયલ મીડિયા પર શરૂ થયો હતો. જાન્યુઆરીની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપની યાત્રાએ ગયા હતા, જ્યાંથી તેમણે અમુક તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. જે પછીથી ખૂબ વાયરલ થઈ હતી. વડાપ્રધાનની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેની ચર્ચાઓ શરૂ થઈ હતી તો ક્યાંક તેની સરખામણી માલદીવ સાથે પણ થવા માંડી હતી. 

    દરમ્યાન, પહેલાં માલદીવનાં અમુક સોશિયલ મીડિયા અકાઉન્ટે વડાપ્રધાન અને ભારત વિશે ટિપ્પણી કરી હતી તો પછીથી અમુક મંત્રીઓ પણ વિવાદમાં કૂદ્યા હતા. એક મહિલા મંત્રીએ PM મોદી વિશે ‘વિદૂષક’ અને ‘ઈઝરાયેલના કઠપૂતળી’ જેવા આપત્તિજનક શબ્દો વાપર્યા હતા. પરંતુ આ કરતૂતોનો માલદીવમાં જ વિરોધ થવા માંડ્યો હતો અને ત્યાંના નેતાઓએ પણ તેને વખોડી કાઢી હતી. 

    પછીથી માલદીવની સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત વિશે ટિપ્પણી કરનારા ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરી દેવા પડ્યા હતા. ત્યારથી આ મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે, બીજી તરફ ભારતીયો મોટી સંખ્યામાં માલદીવની ટીકિટ રદ કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં