Friday, May 17, 2024
More
    હોમપેજદુનિયાPM મોદીના અપમાન બદલ માલદીવ સરકારના ત્રણ મંત્રીઓ સસ્પેન્ડ! ચારેકોરથી ટીકાઓનો સામનો...

    PM મોદીના અપમાન બદલ માલદીવ સરકારના ત્રણ મંત્રીઓ સસ્પેન્ડ! ચારેકોરથી ટીકાઓનો સામનો કર્યા બાદ ઝૂકી સરકાર

    - Advertisement -

    લક્ષદ્વીપ વિ. માલદીવ વિવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર ત્રણ મંત્રીઓને માલદીવ સરકારે પદ પરથી સસ્પેન્ડ કર્યા છે. જેમાં એ મરિયમ શિઉનાનો પણ સમાવેશ થાય છે, જેમણે પીએમ મોદીને ‘વિદૂષક’ અને ‘ઈઝરાયેલની કઠપૂતળી’ કહ્યા હતા. 

    મહિલા મંત્રી સિવાય બાકીના બે મંત્રીઓ, જેમને સરકારમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે તેમાં માલશા અને હસન જિહાનનો સમાવેશ થાય છે. 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કરોડોનાં વિકાસકામોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યાં હતાં. ત્યારબાદ તેમણે લક્ષદ્વીપના આકર્ષક અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા દરિયાકિનારાની પણ મુલાકાત લીધી હતી. જેની તસવીરો પછીથી તેમણે સોશિયલ મીડિયા પર શૅર કરતાં સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપ વિશે ચર્ચા શરૂ થઈ હતી. 

    - Advertisement -

    દરમ્યાન, લોકો લક્ષદ્વીપને માલદીવ સાથે સરખાવવા માંડ્યા હતા અને અનુમાન લગાવ્યું કે વડાપ્રધાનની આ પોસ્ટ પછી ત્યાં પ્રવાસનને ખાસ્સું પ્રોત્સાહન મળશે. જોકે, પીએમ મોદીએ ક્યાંય પણ પોતાની પોસ્ટમાં માલદીવનો ઉલ્લેખ કર્યો ન હતો. પરંતુ આ ચર્ચાઓની વચ્ચે માલદીવનાં અમુક સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પરથી પીએમ, ભારત અને ભારતીયોને ટાર્ગેટ કરતી પોસ્ટ શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ તેમાં અમુક મંત્રીઓ પણ જોડાયા. 

    માલદીવ સરકારનાં (હવે પૂર્વ) મંત્રી મરિયમ શિઉનાએ X પર એક પોસ્ટમાં વડાપ્રધાનન માટે ‘ક્લાઉન’ અને ‘પપેટ ઑફ ઇઝરાયેલ’ જેવા શબ્દો વાપર્યા હતા. આ સિવાય અન્ય એક નેતા ઝહીદ રમીઝે ભારતીયો વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. 

    વડાપ્રધાન અને ભારતીયો વિશે આ પ્રકારની ટિપ્પણીઓનો ભારતમાં તો વિરોધ થયો જ, પરંતુ માલદીવમાં પણ વિરોધ થવા માંડ્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિથી લઈને અન્ય રાજકીય પાર્ટીઓ તેમજ પૂર્વ મંત્રીઓએ આ ટિપ્પણીઓને વખોડી કાઢી હતી અને કહ્યું કે એક રાષ્ટ્રાધ્યક્ષ માટે આ પ્રકારની ટિપ્પણીઓ ક્યારેય સ્વીકારી ન હોય શકે અને સરકારે આ બાબતે ઠોસ નિર્ણયો લેવા જોઈએ. 

    આખરે માલદીવ સરકારે એક નિવેદન બહાર પાડવું પડ્યું હતું અને જેમાં જણાવવામાં આવ્યું કે, સરકાર આ વિચારોને ક્યારેય સમર્થન આપતી નથી અને આ અપમાનજનક ટિપ્પણીઓ બદલ તેઓ કાર્યવાહી પણ કરવા માટે તૈયાર છે. આખરે હવે ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. 

    માલદીવમાંથી સતત PM મોદીને મળી રહ્યું છે સમર્થન

    બીજી તરફ, PM મોદીને માલદીવથી મળતા સમર્થનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે X પર એક પોસ્ટ કરીને લખ્યું કે, સોશિયલ મીડિયા પર માલદીવ સરકારના વ્યક્તિઓ દ્વારા ભારત વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાષામાં થતી ટિપ્પણીઓને હું વખોડી કાઢું છું. ભારત માલદીવનું જૂનું મિત્ર રહ્યું છે અને આપણે બંને દેશોના સંબંધોને નકારાત્મક અસર કરે તેવી ટિપ્પણીઓને ક્યારેય સ્થાન આપવું જોઈએ નહીં.”

    આ સિવાય માલદીવના પૂર્વ વિદેશ મંત્રી અબ્દુલ્લા શહીદે પણ એક પોસ્ટ કરી. તેમણે કહ્યું, “સોશિયલ મીડિયા પર ભારતના લોકો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે માલદીવ સરકારના 2 મંત્રીઓ અને એક રાજકીય પાર્ટીના વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલી અપમાનજનક ટિપ્પણીઓ નિંદનીય અને ઘૃણાસ્પદ છે.” તેમણે સરકારને કાર્યવાહીની અપીલ કરતાં કહ્યું કે, “આ લોકોએ સમજવું પડશે કે તેઓ હવે સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ નથી અને મર્યાદા જળવાય રહે અને દેશનાં હિતો જળવાય રહે તે પ્રકારનું વર્તન કરવું પડશે. તેમણે ઉમેર્યું કે, ભારત માલદીવનું મિત્રરાષ્ટ્ર રહ્યું છે અને જ્યારે પણ જરૂર પડી ત્યારે તેઓ સૌથી પહેલા પડખે ઉભા રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં