Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ1000 મદરેસાઓ બંધ કરીને શાળાઓ બનાવશે આસામ સરકાર: CM હિમંતા બિસ્વાએ આપ્યા...

    1000 મદરેસાઓ બંધ કરીને શાળાઓ બનાવશે આસામ સરકાર: CM હિમંતા બિસ્વાએ આપ્યા મુસ્લિમોની જનગણનાના આદેશ, આ પહેલા 1231 મદરેસાઓને લગાવ્યા છે તાળાં

    આસામ સરકારે જણાવ્યું કે, રાજ્યમાં મુસ્લિમોના પાંચ અલગ અલગ સમુદાય છે. જેમને અસમિયા મુસ્લિમ સમુદાય તરીકે ઓળખાવમાં આવે છે. જેમની જનગણનાનું કાર્ય હાલ ચાલી રહ્યું છે. આસામ સરકારે પણ જનગણના માટેની મંજુરી આપી દીધી છે.

    - Advertisement -

    આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાની સરકાર મદરેસાઓને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. જાણવા મળી રહ્યું છે કે આસામ સરકાર રાજ્યમાં આવેલા 1000 જેટલા ખાનગી મદરેસાઓ બંધ કરવાની તૈયારીમાં છે. સરકારે નક્કી કર્યું છે કે આ તમામ મદરેસાઓને સામાન્ય શાળાઓમાં ફેરવી દેવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલાં પણ હિમંતા બિસ્વાની સરકારે ઇસ્લામનું મઝહબી શિક્ષણ આપતા 1281 જેટલા મદરેસાઓ ઉપર કાર્યવાહી કરતા તમામને બંધ કરી ત્યાં અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરી છે.

    આ અંગે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું કે, ખાનગી મદરેસાઓને ભારતીય સંવિધાન દ્વારા સંરક્ષિત કરવામાં આવેલ છે. જેમાં એવું લખ્યું છે કે લઘુમતી સમુદાય દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓમાં સરકાર પણ વિક્ષેપ નાખી શકશે નહિ. વધુમાં આ સંસ્થાઓ આરટીઈના (RTE) અધિનિયમ હેઠળ પણ આવતી નથી.

    ત્યારે હવે CM હિમંતા બિસ્વાએ આવા 1000 જેટલા ખાનગી મદરેસાઓને બંધ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે આસામમાં પોલીસ પ્રશાસન અને શિક્ષણ વિભાગ સાથે મળીને આ અંગે કાર્ય કરી રહી છે. જેમના સહયોગથી હાલ 3000માંથી 1000 હજાર જેટલા મદરેસાઓ બંધ કરવામાં આવશે. જે પછી 2000 જેટલા જ મદરેસાઓ બાકી રહેશે. આ વિષયે ખાનગી મદરેસાઓના સંચાલકો સાથે વાત કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    અસમિયા મુસલમાનોની થશે ગણતરી

    આસામ સરકારે જણાવ્યું કે, રાજ્યમાં મુસ્લિમોના પાંચ અલગ અલગ સમુદાય છે. જેમને અસમિયા મુસ્લિમ સમુદાય તરીકે ઓળખાવમાં આવે છે. જેમની જનગણનાનું કાર્ય હાલ ચાલી રહ્યું છે. આસામ સરકારે પણ જનગણના માટેની મંજુરી આપી દીધી છે. આ અંગે CM બિસ્વાએ જણાવ્યું કે, સરકાર દ્વારા એ તમામ ગામોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જ્યાં અસમિયા મુસ્લિમ સમુદાયના લોકો રહેતા હોય. અંદાજે વર્ષના અંત સુધીમાં આ જનગણનાનું કામ પૂર્ણ થઇ જશે.

    આ પહેલા 1281 મદરેસાઓ બંધ કરી ચૂકી છે આસામ સરકાર

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ આસામની હિમંતા બિસ્વાની સરકાર દ્વારા આસામ અને બાંગ્લાદેશની બોર્ડર પર આવેલા જિલ્લાઓમાં મોટી કાર્યવાહી કરતા ત્યાં આવેલા તમામ મદરેસાઓને બંધ કરી તેની  જગ્યાએ અંગ્રેજી શાળાઓ શરૂ કરવામાં આવી હતી. 18 મે 2023ના રોજ આસામ સરકારે રાજ્યમાં ચાલતા 1281 જેટલા મદરેસાઓને શાળાઓમાં પરિવર્તિત કરવાની જાહેરાત કરી હતી. જે અંગે રાજ્યના શિક્ષણ વિભાગે મદરેસાઓને સામાન્ય શાળાઓમાં બદલવા અંગેની નોટીફિકેશન પણ જાહેર કરી હતી. આસામ રાજ્યમાં હાલ 3000 જેટલા રજીસ્ટર્ડ અને અનરજીસ્ટર્ડ મદરેસાઓ છે.

    તમામ મદરેસાઓ બંધ કરાવવાનો હિમંતા બિસ્વાનો સંકલ્પ

    આસામ રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા આ પહેલાં જ કહી ચૂક્યા છે કે તેઓ રાજ્યમાં આવેલા તમામ મદરેસાઓને બંધ કરવા માંગે છે. કારણ કે નવા ભારતના બાળકોને શાળા, કોલેજો અને વિશ્વ વિદ્યાલયોની જરૂર છે જેમાં ડોક્ટર, એન્જિનિયર અને પ્રોફેશનલ્સ બને, ના કે મદરેસાની જેમાં ફક્ત મઝહબી તાલીમ અપાય. આસામના CM હિમંતા બિસ્વાએ કર્નાટકમાં ચુંટણી પ્રચાર દરમિયાન એક રેલી સંબોધતા કહ્યું હતું કે તેઓ રાજ્યમાં 600થી વધુ મદરેસા બંધ કરી ચૂક્યા છે અને રાજ્યના બધા જ મદરેસાને બંધ કરવાની ઈચ્છા રાખે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં