Friday, November 22, 2024
More
    હોમપેજદેશMPમાં જુમ્માની નમાજ પહેલાં મસ્જિદો પરથી હટાવાયાં લાઉડસ્પીકર, માંસની દુકાનો પર પહોંચ્યો...

    MPમાં જુમ્માની નમાજ પહેલાં મસ્જિદો પરથી હટાવાયાં લાઉડસ્પીકર, માંસની દુકાનો પર પહોંચ્યો કોર્પોરેશન સ્ટાફ: CM મોહન યાદવના આદેશ પર કાર્યવાહી

    શુક્રવારે (15 ડિસેમ્બર) જુમ્માની નમાજ પહેલાં જ MPમાં કોર્પોરેશનની ટીમોએ મસ્જિદો પરના ગેરકાયદેસર લાઉડસ્પીકર હટાવવાની કામગીરી હાથ ધરી હતી. ગ્વાલિયર, ઉજ્જૈન, ઈન્દોર, શાજાપુર સહિતનાં તમામ મોટાં શહેરોમાં આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    - Advertisement -

    મધ્ય પ્રદેશ સરકારે ધાર્મિક સ્થળો પરથી વધુ અવાજ કરતાં લાઉડસ્પીકરો હટાવવા અને ખુલ્લામાં માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જાહેર કર્યો હતો. જે બાદ હવે તેની અસર પણ દેખાઈ રહી છે. નવનિયુક્ત CM ડૉ. મોહન યાદવના નિર્દેશ હેઠળ હવે સરકાર MPમાં સખત કાર્યવાહી હાથ ધરી રહી છે. જુમ્માની નમાજ પહેલાં જ અનેક મસ્જિદો પરના ગેરકાયદેસર લાઉડસ્પીકર હટાવવામાં આવ્યાં છે. એક શિવમંદિર પરથી પણ સ્વૈચ્છિક રીતે લાઉડસ્પીકર હટાવી લેવામાં આવ્યું છે.

    શુક્રવારે (15 ડિસેમ્બર) જુમ્માની નમાજ પહેલાં જ MPમાં કોર્પોરેશનની ટીમોએ મસ્જિદો પરના ગેરકાયદેસર લાઉડસ્પીકર હટાવવાની કામગીરી હાથ ધરી હતી. ગ્વાલિયર, ઉજ્જૈન, ઈન્દોર, શાજાપુર સહિતનાં તમામ મોટાં શહેરોમાં આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોર્પોરેશન ટીમ પણ શહેરના બજારમાં માંસની દુકાનો સામે કાર્યવાહી કરવા માટે પહોંચી હતી.

    પોલીસ પ્રશાસને સહયોગ આપવા માટે કરી હતી અપીલ

    સરકારની આ કાર્યવાહી પહેલાં ગુરુવારે (14 ડિસેમ્બર) ગ્વાલિયર કલેકટર ઓફિસમાં પોલીસ પ્રશાસનના અધિકારીઓ સાથે તમામ ધર્મ અને મઝહબના ગુરુઓ-મૌલવીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અધિકારીઓએ હાજર લોકોને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશનું પાલન કરવામાં સહયોગની અપીલ કરી હતી, જેની અસર બીજા દિવસે એટલે કે શુક્રવારે (15 ડિસેમ્બર) જોવા મળી હતી.

    - Advertisement -

    આ દરમિયાન હસ્તિનાપુર પોલીસ સ્ટેશનના SDOP સંતોષ પટેલ અને SDM ઈસરાર ખાન સાથે સંકલનમાં એક મિટિંગ લેવામાં આવી હતી. જે બાદ સિરસોદ ગામના મુસ્લિમોએ સરકારના આદેશને માન આપીને સ્વેચ્છાએ મસ્જિદમાંથી લાઉડસ્પીકર હટાવ્યા હતા. આ સાથે અનેક મસ્જિદો પરથી જુમ્માની નમાજ પહેલાં જ લાઉડસ્પીકર હટાવી લેવામાં આવ્યા હતા. મંદિરો પરથી પણ સ્વૈચ્છિક રીતે સ્પીકરો હટાવાયાં હતાં. પોલીસ પ્રશાસનના SDOP અને SDMએ તમામ ધર્મ, મઝહબના નેતાઓના આ નિર્ણયને ફૂલોનો હાર અને શાલ ઓઢાડીને સન્માન આપ્યું હતું.

    માંસની દુકાનો પર કરવામાં આવી કાર્યવાહી

    ગ્વાલિયર સાથે અન્ય શહેરોમાં પણ કોર્પોરેશનની ટીમ બજાર વિસ્તારમાં ખુલ્લામાં માંસ વેચતા લોકો સામે કાર્યવાહી હાથ ધરવા માટે નીકળી હતી. મહાનગરપાલિકાની ટીમોને જોઈને અનેક દુકાનદારો દુકાનો બંધ કરીને ચાલ્યા ગયા હતા. ગ્વાલિયરની એક દુકાનમાં ઘણી ગંદકી જોવા મળી હતી. જેને લઈને કોર્પોરેશને નોટિસ પણ ફટકારી હતી.

    ગ્વાલિયર મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. અનુજ શર્માએ જણાવ્યું હતું કે, જે દુકાનદારો પાસે લાયસન્સ નથી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે દુકાનદારો નિયમ મુજબ લાયસન્સ લઈને દુકાનો ચલાવી રહ્યા છે તેમને કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે. નોંધનીય છે કે મધ્ય પ્રદેશના અનેક શહેરોમાં આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મુખ્ય ઈન્દોર, શાજાપુર, ઉજ્જૈન, ગ્વાલિયર જેવા શહેરોનો સમાવેશ થાય છે.

    CM મોહન યાદવે લીધો હતો મહત્વનો નિર્ણય

    નોંધનીય છે કે 13 ડિસેમ્બરના રોજ MPના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ધાર્મિક સ્થળો અને અન્ય સ્થળો પર નિર્ધારિત માપદંડો અનુરૂપ જ લાઉડસ્પીકર અને ડીજે વગેરેનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો હતો. CM મોહન યાદવે લાઉડસ્પીકર અને અન્ય વધુ અવાજ ઉત્પન્ન કરતાં ઉપકરણોના નિયમ વિરુદ્ધ અને પરવાનગી વગર ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ માટે રાજ્ય સરકાર દ્વારા લાઉડસ્પીકર વગેરેના ઉપયોગની તપાસ માટે તમામ જિલ્લાઓમાં ટીમોની રચના કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં