Saturday, November 23, 2024
More
    હોમપેજદેશ'સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઐતિહાસિક, આ નિર્ણય આશાનું કિરણ': કલમ 370 પર આવેલા...

    ‘સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઐતિહાસિક, આ નિર્ણય આશાનું કિરણ’: કલમ 370 પર આવેલા ચુકાદા પર વડાપ્રધાન મોદીની પ્રતિક્રિયા

    પ્રધાનમંત્રીએ લખ્યું હતું કે, "હું જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનાં લોકોને ખાતરી આપવા માંગુ છું કે તમારાં સપનાંઓને પૂરાં કરવા માટે અમારી કટિબદ્ધતા અતૂટ છે. અમે એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે પ્રગતિનો લાભ માત્ર તમારા સુધી જ નહીં, પરંતુ આપણા સમાજના સૌથી નબળા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગો સુધી પણ પહોંચે, જેઓ 370ના કારણે પીડિત હતા."

    - Advertisement -

    કલમ 370 પર સર્વોચ્ચ ન્યાયાલયનો નિર્ણય આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ઐતિહાસિક ગણાવતા જમ્મુ-કાશ્મીરના નાગરિકોને ઉજ્જવળ ભવિષ્યનું આશ્વાસન આપ્યું હતું. પીએમ મોદીએ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને આશાનું કિરણ કહ્યું હતું. કલમ 370 પર ચુકાદા બાદ વડાપ્રધાન મોદીએઆ તમામ પ્રતિક્રિયાઓ પોતાના આધિકારિક X એકાઉન્ટ પર પોસ્ટ કરીને આપી હતી.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “કલમ 370 નાબૂદ કરવા પર સુપ્રીમ કોર્ટનો આજનો ચુકાદો ઐતિહાસિક છે. આ ચુકાદો બંધારણીય રીતે 5 ઓગસ્ટ 2019ના રોજ ભારતની સંસદ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને યથાવત રાખે છે. આ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં આપણાં બહેનો અને ભાઈઓ માટે આશા, પ્રગતિ અને એકતાની ઘોષણા છે. કોર્ટે તેના ગહન જ્ઞાનથી, એકતાના મૂળભૂત સારને મજબૂત બનાવ્યો છે. સુપ્રીમ કોર્ટને આપણે ભારતીય હોવાના નાતે સહુથી ઉપર રાખીએ છીએ અને તેની કદર કરીએ છીએ.”

    વિકાસનો લાભ હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગો સુધી પહોંચાડવા અમે પ્રતિબદ્ધ: વડાપ્રધાન મોદી

    કલમ 370 પર ચુકાદા બાદ વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે, “હું જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનાં લોકોને ખાતરી આપવા માંગુ છું કે તમારાં સપનાંઓને પૂરાં કરવા માટે અમારી કટિબદ્ધતા અતૂટ છે. અમે એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે પ્રગતિનો લાભ માત્ર તમારા સુધી જ નહીં, પરંતુ આપણા સમાજના સૌથી નબળા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગો સુધી પણ પહોંચે, જેઓ 370ના કારણે પીડિત હતા.”

    - Advertisement -

    વડાપ્રધાને પોતાની પોસ્ટ માં ‘નવું જમ્મુ-કાશ્મીર’ હેશટેગ સાથે લખ્યું હતું કે, “આજનો નિર્ણય માત્ર કાયદાકિય નિર્ણય નથી; તે આશાનું કિરણ છે, ઉજ્જવળ ભવિષ્યનું વચન છે અને એક મજબૂત, વધારે એકજૂથ ભારતનું નિર્માણ કરવાના આપણા સામૂહિક સંકલ્પનો પુરાવો છે.”

    370 હટાવવા વિરુદ્ધની અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી હતી

    ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણય વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર આજે (11 ડિસેમ્બર 2023) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. 5 જજોની સંવિધાન પીઠના અધ્યક્ષ ચીફ જસ્ટિસ ચંદ્રજૂડે કહ્યું હતું કે 5 જજોની બેંચે ત્રણ અલગ અલગ નિર્ણય લીધા છે, પરંતુ તેમનો નિષ્કર્ષ એક જ છે.

    ચુકાદો સંભળાવતી વખતે સુપ્રીમ કોર્ટે કલમ 370 હટાવવાને પડકારતી અરજીકર્તાઓની દલીલોને ફગાવી દીધી હતી. કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે. નિયમ છે કે કેન્દ્ર રાષ્ટ્રપતિ શાસન હેઠળ રાજ્ય સરકારની સત્તાનો ઉપયોગ કરી શકે છે અને સંસદ/રાષ્ટ્રપતિની ઉદઘોષણા હેઠળ રાજ્યની કાયદાકીય શક્તિઓનો પ્રયોગ કરી શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં