ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav) મુશ્કેલીમાં મૂકાયા છે. ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને લઈને અખિલેશ યાદવે કરેલા ટ્વિટ મામલે રાષ્ટ્રીય મહિલા કમિશને સંજ્ઞાન લીધું છે અને યુપી સરકારને તાત્કાલિક અખિલેશ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યા છે.
NCW has taken cognisance (of Akhilesh Yadav’s tweet on Nupur Sharma). Chairperson has written to UP to take immediate action against him under relevant provisions of law. NCW also sought a fair & time-bound investigation in matter. Action taken must be apprised within 3 days: NCW
— ANI (@ANI) July 4, 2022
રાષ્ટ્રીય મહિલા આયોગનાં (NCW) પ્રમુખે ઉત્તર પ્રદેશના રાજ્ય પોલીસ વડાને એક પત્ર લખીને સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ વિરુદ્ધ કાયદાની સબંધિત કલમો હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરવા માટે આદેશ કર્યો છે. સાથે મહિલા કમિશને આ મામેલ નિષ્પક્ષ અને સમયસર કાર્યવાહીની પણ માંગ કરી છે અને કહ્યું છે કે અખિલેશ યાદવ વિરુદ્ધ થતી કાર્યવાહી અંગે ત્રણ દિવસમાં જાણ કરવામાં આવે.
રાષ્ટ્રીય મહિલા કમિશન અનુસાર અખિલેશ યાદવનું ટ્વિટ ભડકાઉ છે અને નૂપુર શર્મા વિરુદ્ધ લોકોને ઉશ્કેરનારું છે. જેથી કાયદા અનુસાર અખિલેશ યાદવ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવવી જોઈએ.
અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માની (Nupur Sharma) એક અરજી પર સુનાવણી કરતાં ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, દેશમાં બની રહેલી ઘટનાઓ માટે નૂપુર શર્મા એકલે હાથ જવાબદાર છે અને તેમની જીભ પર લગામ ન હોવાના કારણે અને તેમનાં નિવેદનોના કારણે દેશ ભડકે બળ્યો છે. સુનાવણી કરતા ન્યાયાધીશોએ એમ પણ કહ્યું હતું કે, નૂપુર શર્માએ ટીવી પર આવીને આખા દેશની માફી મંગાવી જોઈએ.
સુપ્રીમ કોર્ટની (Supreme Court) આ ટિપ્પણીની દેશમાં ચર્ચા પણ ખૂબ થઇ હતી તો બીજી તરફ સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે પણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની ટિપ્પણી બાદ એક ટ્વિટ કર્યું હતું. અખિલેશ યાદવે નૂપુર શર્મા અંગે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે કરેલી ટિપ્પણી ટાંકીને ટ્વિટ કરીને કહ્યું હતું કે, “માત્ર મુખ જ નહીં પરંતુ શરીરે પણ માફી મંગાવી જોઈએ અને દેશમાં અશાંતિ અને સૌહાર્દ બગાડવાની સજા પણ મળવી જોઈએ.”
सिर्फ़ मुख को नहीं शरीर को भी माफ़ी मांगनी चाहिए और देश में अशांति और सौहार्द बिगाड़ने की सज़ा भी मिलनी चाहिए। pic.twitter.com/KaQXIAutrt
— Akhilesh Yadav (@yadavakhilesh) July 1, 2022
અખિલેશ યાદવે આ ટ્વિટ સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ 1 જૂનના રોજ કર્યું હતું. તેમણે ટ્વિટ કર્યા બાદ દેશભરમાંથી તેમની આ ટિપ્પણીનો વિરોધ થયો હતો. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. તો કેટલાક લોકોએ સહમતિ પણ દર્શાવી હતી.
અખિલેશ યાદવનું આ ટ્વિટ વાયરલ થયા બાદ લોકોએ રાષ્ટ્રીય મહિલા કમિશનને પણ ફરિયાદ કરી હતી અને આ મામલે કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી. જે બાદ મહિલા કમિશને આજે ઉત્તર પ્રદેશ સરકારને પત્ર લખીને અખિલેશ યાદવ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યા છે. જોકે, આ મામલે હજુ સુધી અખિલેશ યાદવ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.