વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાહિત્યિક રચનાઓથી પણ લોકોને આકર્ષિત કરી રહ્યા છે. PM મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ સાહિત્ય સાથે જોડાયેલા રહ્યા હતા. જે બાદ PM તરીકે કાર્ય કરતાં હોવા છતાં તેમણે નવરાત્રિ દરમિયાન માતાજીના ગરબાની રચના કરી હતી. દેશભરના લોકોએ PM મોદીએ લખેલા ગરબાને ખૂબ પ્રેમ આપ્યો હતો. જે બાદ હવે એક નવા સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે PM મોદીના સહયોગથી બનેલું એક ગીત ‘Abundance In Millets’ને ‘સર્વશ્રેષ્ઠ વૈશ્વિક સંગીત પ્રદર્શન’ (Best Global Music Performance) હેઠળ ગ્રેમી (Grammy) પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. ફાલૂ અને તેમના પતિ ગૌરવ શાહના આ ગીતમાં PM મોદીના ભાષણના અંશો છે, જે તેમણે આ વર્ષે માર્ચમાં ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ન) સંમેલનનું ઉદ્ઘાટન કરતી વખતે આપ્યું હતું.
A song on Millets which has a contribution by PM #NarendraModi nominated for this year's Grammy award.#GRAMMYs #Grammy pic.twitter.com/gxHOf56jRM
— All India Radio News (@airnewsalerts) November 10, 2023
PM મોદીના ગરબાએ ધૂમ મચાવ્યાં બાદ હવે PM મોદીના સહયોગથી લખાયેલું ગીત પણ આંતરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. આ ગીત બરછટ અનાજ એટલે કે બાજરા પર પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. બાજરાના ફાયદાઓને દર્શાવીને આ ગીત રચવામાં આવ્યું હતું. જેમાં PM મોદીએ પણ સહયોગ આપ્યો હતો. તેમના ભાષણોના કેટલાક અંશો આ આંતરરાષ્ટ્રીય ગીતમાં નજરે પડે છે. વૈશ્વિક સ્તર પર શ્રેષ્ઠ ગીત તરીકે ઊભરી આવ્યા બાદ હવે તેને ‘બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ’ હેઠળ ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે.
ભારતીય-અમેરિકી ગાયક ફાલૂએ રજૂ કર્યું હતું ગીત
પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આ વર્ષે 16 જૂનના રોજ એક નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં કહેવાયું હતું કે, “PM મોદીએ કહ્યું છે કે શ્રી અન્ન અથવા તો બાજરામાં સ્વાસ્થ્ય અને આરોગ્યની સુખાકારી વિપુલ પ્રમાણમાં છે.” જે બાદથી બાજરા જેવા બરછટ અનાજને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકારે છેક વૈશ્વિકસ્તર સુધી કાર્ય કર્યું હતું.
નોંધનીય છે કે ભારતના પ્રસ્તાવને સ્વીકાર કરતાં સંયુક્ત રાષ્ટ્રએ (UN) વર્ષ 2023ને ‘ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ’ ઘોષિત કર્યું હતું. તેમજ ગ્રેમી પુરસ્કાર વિજેતા ભારતીય-અમેરિકન ગાયક ફાલ્ગુની (ફાલૂ)એ સંયુક્ત રાષ્ટ્ર વતી 2023ને ‘ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ’ ઘોષિત કરવા સાથે જોડાયેલી PM મોદીની પહેલથી પ્રેરિત થઈને આ ગીત રજૂ કર્યું હતું.
PM મોદીએ કરી હતી પ્રશંસા
ગાયક ફાલૂને બાજરીને પ્રોત્સાહન આપવા, ખેડૂતોને તે ઉગાડવા માટે મદદ કરવા અને દુનિયામાંથી ભૂખમરો દૂર કરવાની સહાય કરવાના ક્રમમાં એક ગીત લખવું હતું. આ વિશે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર PM મોદી તરફથી સહયોગ પ્રાપ્ત કરવાના વિષય પર એક પોસ્ટ કરી હતી.
The video for our single "Abundance in Millets" is out now. A song written and performed with honorable Prime Minister @narendramodi to help farmers grow millets and help end world hunger. @UN declared this year as The International Year of Millets! pic.twitter.com/wKXThL2R5Z
— Falu (@FaluMusic) June 28, 2023
તેમની પોસ્ટના જવાબમાં PM મોદીએ લખ્યું હતું કે, “ઉત્કૃષ્ટ પ્રયાસ @FaluMusic! શ્રી અન્ન અથવા બરછટ અનાજમાં સ્વાસ્થ્ય અને આરોગ્યતાની સુખાકારી ભરપૂર છે. આ ગીત દ્વારા, ખાદ્ય સુરક્ષા અને ભૂખમરાને સમાપ્ત કરવાના એક મહત્વપૂર્ણ વિષય સાથે સંયોજન થયું છે.”