ઓલ્ટ ન્યુઝની સંચાલક સંસ્થા પ્રાવદાને ROC દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. અમદાવાદમાં રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ (ROC)ના કાર્યાલયે કંપની અધિનિયમ, 2013 ની કેટલીક જોગવાઈઓના કથિત ઉલ્લંઘન બદલ સ્વઘોષિત ફેક્ટ ચેક વેબસાઈટ ઓલ્ટ ન્યુઝના માલિક પ્રાવદા મીડિયા ફાઉન્ડેશનને નોટિસ ફટકારી છે. 22 જૂન, 2022ના રોજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા કથિત ઉલ્લંઘન અંગે રજિસ્ટ્રારને ફરિયાદ મળ્યા બાદ ઓલ્ટ ન્યુઝની સંચાલક સંસ્થા પ્રાવદાને નોટિસ મોકલવામાં આવી છે. જે વિષે ફરિયાદી શશાંક સૌરવે 30 જૂને ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.
આરઓસીએ પ્રાવદા મીડિયા ફાઉન્ડેશનના મેનેજિંગ ડિરેક્ટર નિર્ઝરી મુકુલ સિંહા, ડિરેક્ટર્સ પ્રતીક મુકુલ સિંહા અને મોહમ્મદ ઝુબેરને પણ નોટિસની નકલો મોકલી છે. પ્રતીક અને ઝુબેર Alt Newsના સહ-સ્થાપક પણ છે, જ્યારે નિર્જરી સિંહા પ્રતીક સિંહાની માતા છે. ફરિયાદી શશાંક સૌરવને પણ એક નકલ મોકલવામાં આવી છે. કંપનીને પુરાવા તરીકે દસ્તાવેજો સાથે 15 દિવસમાં ફરિયાદોનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો પ્રાવદા મીડિયા નોટિસનો જવાબ આપવામાં નિષ્ફળ જશે તો કંપની અને તેના ડિરેક્ટરો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદી શશાંક સૌરવ સીએ હોવાની સાથે એક લેખક પણ છે, જે ઘણી ટીવી ડિબેટમાં પણ ભાગ લે છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, “આરઓસી અમદાવાદે પ્રતિક સિંહા, મોહમ્મદ ઝુબેર અને પ્રાવદા મીડિયા ફાઉન્ડેશન હેઠળ ચાલતા ઓલ્ટ ન્યૂઝના અન્ય ડિરેક્ટરોને કંપની એક્ટ, 2013ની કેટલીક કલમોનું ઉલ્લંઘન કરવા બદલ નોટિસ પાઠવી છે. આશા છે કે ડિરેક્ટરો દ્વારા યોગ્ય હકીકતો રજૂ કરવામાં આવશે.”
Pravda Media Foundation के अंतर्गत चलने वाले Alt News के प्रतीक सिन्हा, मोहम्मद जुबैर एवं अन्य निदेशकों को ROC अहमदाबाद ने कम्पनीज एक्ट, २०१३ के कई धाराओं के उल्लंघन के आरोप पर नोटिस जारी किया है।
— Shshank Saurav (@shshanksaurav) June 30, 2022
आशा है की निदेशकों के तरफ से उचित फैक्ट्स प्रस्तुत किये जायेंगे। pic.twitter.com/evIoMbu9HA
જો કે, ફરિયાદી શશાંકે પ્રાવદા મીડિયા પર લાગેલા આરોપોની વિગતો જાહેર કરવાની ના પાડી હતી, કારણ કે હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ છે. તેમના બીજા ટ્વિટમાં ફરિયાદની નકલ અંગેના એક પ્રશ્નના જવાબમાં શશાંક સૌરવે લખ્યું હતું કે, “આ મામલો કંપની એક્ટ, 2013ની વિવિધ જોગવાઈઓના ઉલ્લંઘન સાથે સંબંધિત છે. મામલો હજુ તપાસ હેઠળ છે, તેથી નકલ જાહેર કરવી યોગ્ય નથી.”
Issues related to non-compliance with the various provisions of Companies Act, 2013. Since the matter is under investigation, can’t share the copy as of now.
— Shshank Saurav (@shshanksaurav) June 30, 2022
પ્રાવદાને ફટકારાયેલ નોટિસમાં લખ્યું હતું કે, “કાર્યાલયને શ્રી શશાંક સૌરવ દ્વારા ફરિયાદ (નકલ બીડાણ) મળી છે. તેથી, તમને નિર્દેશ કરવામાં આવે છે કે તમે ફરિયાદની પ્રાપ્તિની તારીખથી 15 દિવસની અંદર આક્ષેપોના દરેક મુદ્દા પર યોગ્ય તથ્યો સાથેનો તમારો ખુલાસો કચેરીને મોકલી આપવો. ખુલાસો કરવામાં આપની નિષ્ફળતા આપના વિરુધમાં કલમ 447/448/449 હેઠળ દંડનીય કાર્યવાહીમાં પરિણમશે. કંપની અધિનિયમ, 2013 ના ઉલ્લંઘન બદલ કોઈપણ સૂચના વિના કંપની અને તેના ડિરેક્ટરો સામે કાર્યવાહી હાથ ધરી શકાય છે.”
Alt News એજન્સી પ્રાવદા મીડિયા ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર નિર્ઝરી મુકુલ સિંહા છે. પ્રતિક મુકુલ સિન્હા અને મોહમ્મદ ઝુબેર કંપનીના ડિરેક્ટર છે. આ તમામને નોટિસ ફટકારવામાં આવી છે.
નોંધનીય છે કે દિલ્હી પોલીસે 28 જૂને AltNewsના સહ-સંસ્થાપક મોહમ્મદ ઝુબેરની ધરપકડ કરી હતી. તેના પર IPC (ભારતીય દંડ સંહિતા) ની કલમ-153 (હુલ્લડો અને ઉપદ્રવનું કારણ બની શકે તેવા કૃત્યો) અને કલમ-295 (કોઈપણ સમાજ દ્વારા પવિત્ર ગણાતી બાબત કે વસ્તુનું અપમાન) લાદવામાં આવી છે. મોહમ્મદ ઝુબેર જુઠા સમાચાર ફેલાવવા માટે કુખ્યાત છે અને તેમનું મીડિયા પોર્ટલ ઓલ્ટ ન્યુઝ હિન્દુ વિરોધી સમાચારો માટે પણ જાણીતું છે. પોલીસે કહ્યું કે પૂરતા પુરાવાના આધારે જ તેની ધરપકડ કરવામાં આવી છે. હનુમાન ભક્ત @balajikijaiin હેન્ડલ દ્વારા ટ્વિટર પર એક પોસ્ટના આધારે મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ ટ્વીટર હેન્ડલે મોહમ્મદ ઝુબૈરના ટ્વીટ, “2014 પહેલા: હનીમૂન હોટેલ અને 2014 પછી: હનુમાન હોટેલ“. પર રોષ વ્યક્ત કર્યો હતો.