હાલ ICC ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, જેની યજમાની ભારત કરી રહ્યું છે. શનિવારે (14 ઓક્ટોબર) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ વર્લ્ડ કપની લીગ મેચ રમાઈ. તે પહેલાં એક કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો, પણ તેનું પ્રસારણ કરવામાં આવ્યું ન હતું. જણાવવામાં આવ્યું કે આ કાર્યક્રમ માત્ર સ્ટેડિયમમાં હાજર દર્શકો માટે હતો, ઓનલાઈન કે ટીવી પર જોતા લોકો માટે નહીં.
મેચ પહેલાં બપોરે 12:30 વાગ્યેથી જ અરિજીત સિંઘ, સુનિધિ ચૌહાણ, સુખવિંદર સિંઘ અને શંકર મહાદેવને પરફોર્મ કર્યું હતું. પરંતુ તેનું પ્રસારણ કરવામાં ન આવ્યું. સામાન્યતઃ આ પ્રકારના કાર્યક્રમો પણ બ્રોડકાસ્ટ કરવામાં આવે છે પરંતુ આ વખતે કરવામાં ન આવ્યું. કારણ સ્પષ્ટ જાણવા મળ્યું નથી પરંતુ કહેવામાં આવ્યું કે કાર્યક્રમ માત્ર સ્ટેડિયમના દર્શકો માટે હતો. જોકે, મેચનું પ્રસારણ દર વખતની જેમ જ ચાલી રહ્યું છે, જે ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ કે OTT પ્લેટફોર્મ હોટસ્ટાર પર જોઈ શકાય છે.
કાર્યક્રમ શરૂ થયાની થોડી જ ક્ષણોમાં સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરીને કહેવામાં આવ્યું કે, ભારત-પાકિસ્તાન મેચની પ્રી-મેચ સેરેમનીનું પ્રસારણ કરવામાં નહીં આવે કારણ કે તે માત્ર સ્ટેડિયમના દર્શકો માટે જ છે. મેચ શરૂ થયા બાદ તમામ બાબતોનું પ્રસારણ કરવામાં આવશે અને હાઇલાઇટ્સ પણ બતાવવામાં આવશે.
The pre-match ceremony for the #INDvPAK game today will not be televised as it is only for the stadium audience. We have you covered for the rest- the match, the highlights & everything in between!
— Star Sports (@StarSportsIndia) October 14, 2023
Tune-in to #INDvPAK in the #WorldCupOnStar
LIVE NOW | Star Sports Network pic.twitter.com/XOVcJoTrma
સોશિયલ મિડિયા પર ચર્ચા ચાલી રહી છે કે લોકોના વિરોધના કારણે આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં ન આવ્યું. જ્યારે અમુક ક્રિકેટરસિકોએ નારાજગી પણ વ્યક્ત કરી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન જેવા દેશ સાથે મેચ રમતાં પહેલાં આ પ્રકારે રંગરંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતાં BCCIએ દેશભરમાંથી ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. લોકોનું કહેવું છે કે પાકિસ્તાન સાથે રમવું એ મજબૂરી હોય શકે પણ વિશેષ સ્વગત કે વિશેષ કાર્યક્રમો યોજવા એ યોગ્ય નથી.
#BoycottIndoPakMatch ka pressure
— The Right Wing Guy (@T_R_W_G) October 14, 2023
Online boycott worked
— The Right Wing Guy (@T_R_W_G) October 14, 2023
જોકે વિરોધ તો અમદાવાદની હયાત હોટેલમાં પાકિસ્તાની ખેલાડીઓના સ્વાગતનો પણ ખૂબ થયો હતો. ત્યારબાદ BCCIએ જાહેરાત કરી હતી કે ભારત-પાકિસ્તાન મેચ પહેલાં કાર્યક્રમ યોજાશે, જેમાં ગાયકો અને બૉલીવુડ કલાકારો પરફોર્મ કરશે. પરંતુ લોકોએ ખૂબ ટીકા કરી અને પ્રશ્ન કર્યા હતા કે જો ઓપનિંગ સેરેમની યોજાઈ ન હતી તો પાકિસ્તાન સાથેની મેચ પહેલાં શા માટે આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે?