Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘આપણા જવાનોને મારે છે પાકિસ્તાન, તેના ક્રિકેટરોનું આવું સ્વાગત કેમ?’: અમદાવાદમાં પાકિસ્તાનની...

    ‘આપણા જવાનોને મારે છે પાકિસ્તાન, તેના ક્રિકેટરોનું આવું સ્વાગત કેમ?’: અમદાવાદમાં પાકિસ્તાનની ટીમના ‘વિશેષ સ્વાગત’ સામે નેટિઝન્સમાં આક્રોશ

    સોશિયલ મીડિયામાં હોટેલમાં પાકિસ્તાની ટીમના સ્વાગત વખતેના વીડીયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં જોવા મળે છે કે બંને તરફ અમુક મહિલાઓ બૉલીવુડ ગીત પર નૃત્ય કરી રહી છે, આસપાસ બલૂન જોવા મળે છે, ફૂલો જોવા મળે છે. દરેક પાકિસ્તાની ખેલાડીને ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવે છે, તેઓ પસાર થાય તેમ ફૂલ વરસાવવામાં આવે છે.

    - Advertisement -

    હાલ ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, જેનું આયોજન ભારતમાં થયું છે. આ વર્લ્ડ કપના ભાગરૂપે શનિવારે (14 ઓક્ટોબર, 2023) અમદાવાદમાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે મેચ રમાશે, જેને લઈને ક્રિકેટરસિકોમાં ઉત્સાહનો માહોલ છે. આ મેચ માટે પાકિસ્તાનની ટીમ બુધવારે (11 ઓક્ટોબર) અમદાવાદ આવી પહોંચી હતી. અહીંની હયાત રિજન્સી હોટલમાં પાકિસ્તાની ખેલાડીઓનું જે રીતે સ્વાગત કરવામાં આવ્યું, તેને લઈને વિવાદ સર્જાયો છે. 

    સોશિયલ મીડિયામાં હોટેલમાં પાકિસ્તાની ટીમના સ્વાગત વખતેના વીડીયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં જોવા મળે છે કે બંને તરફ અમુક મહિલાઓ બૉલીવુડ ગીત પર નૃત્ય કરી રહી છે, આસપાસ બલૂન જોવા મળે છે, ફૂલો જોવા મળે છે. દરેક પાકિસ્તાની ખેલાડીને ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવે છે, તેઓ પસાર થાય તેમ ફૂલ વરસાવવામાં આવે છે.

    આ ‘સ્વાગત’થી સોશિયલ મીડિયામાં આક્રોશ ફાટી નીકળ્યો અને ઘણા લોકોને તે પસંદ ન આવ્યું. લોકોએ ટ્વિટ-પોસ્ટ કરીને ટિપ્પણીઓ કરી હતી. લોકોએ કહ્યું કે, એક તરફ પાકિસ્તાનના આતંકવાદીઓ જવાનો અને નાગરિકોને મારી રહ્યા છે અને બીજી તરફ પાકિસ્તાની ખેલાડીઓનું આવું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. 

    - Advertisement -

    જાણીતા યુઝર મિ. સિન્હાએ આ વીડિયો ટ્વિટ કરીને લખ્યું કે, થોડાં અઠવાડિયાં પહેલાં જ પાકિસ્તાની આતંકવાદીઓએ આપણા 3 જવાનોને માર્યા હતા. અત્યાર સુધીમાં તેઓ આપણા હજારો જવાનો અને નાગરિકોને મારી ચૂક્યા છે અને સતત ભારતના ટુકડા કરવાની વાતો કરતા રહે છે. અને આપણે પાકિસ્તાની ક્રિકેટરોનું ભવ્ય સ્વાગત કરીએ છીએ? ગરબા, આરતી વગેરે…. એ પણ ગુજરાતમાં?”

    દશરથ દેસાઈએ લખ્યું કે, “અમદાવાદમાં પાકિસ્તાની ટીમને આવકારવા માટે આટલા અધીરા થવાની શું જરૂર હતી?” સાથે તેમણે કહ્યું કે, મહિલાઓ નૃત્ય કરતી હોય કે ઢોલમંજીરા વગાડતી હોય તેવું સ્વાગત યોગ્ય ન ગણી શકાય અને જો કોઈ આંતરરાષ્ટ્રીય મજબુરી પણ હોત તોપણ આવું સ્વાગત યોગ્ય નથી.

    એક વ્યક્તિએ સીએમ ભૂપેન્દ્ર પટેલને અપીલ કરીને લખ્યું કે, પાકિસ્તાનના કારણે થોડા દિવસ પહેલાં 3 જવાનો વીરગતિ પામ્યા હતા અને હવે તેના ખેલાડીઓનું ગરબા અને આરતી સાથે સ્વાગત થઈ રહ્યું છે. તેમણે એમ પણ લખ્યું કે, BCCIએ શરમ અનુભવવી જોઈએ. 

    લેખક વિક્રમ સંપતે પણ ગંભીર ટિપ્પણી કરીને આ અંગે નારાજગી વ્યક્ત કરી. 

    મેજર સુરેન્દ્ર પુનિયાએ તાજેતરના ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો ઉલ્લેખ કરીને લખ્યું કે શું ઇઝરાયેલ આ રીતે હમાસના આતંકવાદીઓ કે તેમના લોકોનું આવું સ્વાગત કરે? તેમણે BCCIને ટેગ કરીને લખ્યુ કે, આ ભારત માટે સર્વોચ્ચ બલિદાન આપનારા જવાનો સાથેનો વિશ્વાસઘાત છે. 

    લેખક અશ્વિન સાંઘીએ લખ્યું કે, “મને એ વિચાર આવે છે કે ભારત પર સતત હુમલાઓ કરતા રહેતા દેશના ક્રિકેટરો માટે લાલ જાજમ પાથરીને આપણે આપણા જવાનોને શું સંદેશ આપી રહ્યા છીએ?”

    પ્રાપ્તિ બુચ લખે છે કે, ગુજરાતી તરીકે મને આ બહુ ખરાબ લાગે છે. તેમણે રમવું હોય તો રમવા દેવા જોઈએ પણ વધુ પડતું મહત્વ આપવું યોગ્ય નથી. તેમણે એમ પણ લખ્યું કે, લાગે છે કે ક્રિકેટને રાષ્ટ્રવાદ સાથે કશું લાગતું-વળગતું નથી. 

    મુકેશ ચૌધરી નામના યુઝરે ટિપ્પણી કરી કે, આપણી વિદેશ નીતિ રહી છે કે આતંકના સમર્થક પાકિસ્તાનનો વૈશ્વિક સ્તરે બહિષ્કાર કરવામાં આવે, પણ BCCI અને જય શાહ તેમને વિશેષ મહત્વ આપી રહ્યા છે અને ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, આપણે પોતાને ઇઝરાયેલ અને યહૂદીઓ સાથે સરખાવીએ છીએ, પણ ઇઝરાયેલ પાસેથી ઘણું શીખવાની જરૂર છે. 

    સમાચાર એવા પણ છે કે મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચ પહેલાં એક ‘સ્પેશિયલ સેરેમની’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બૉલીવુડ એક્ટરો પણ પરફોર્મ કરશે. લોકોએ આ બાબતને લઈને પણ નારાજગી વ્યક્ત કરી. 

    હાર્દિક રાજગોરે લખ્યું કે, વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની યોજાઇ ન હતી પણ હવે ભારત-પાક મેચ પહેલાં ‘સ્પેશિયલ સેરેમની’ યોજાશે તે બાબત બહુ ખરાબ છે. આ અન્ય તમામ ટીમોનું પણ અપમાન છે. આપણે જ્યારે યજમાન હોઈએ ત્યારે તમામ ટીમોનું સરખું મહત્વ હોય છે. નેધરલેન્ડ અને પાકિસ્તાન- આપણા માટે બધા સરખા. 

    ઉલ્લેખનીય છે કે આ ઈવેન્ટ BCCI કે ICC દ્વારા યોજવામાં આવી હતી કે હોટેલનું પોતાનું આયોજન હતું, તે અંગે હજુ સુધી પુષ્ટિ થઈ શકી નથી. ઑપઇન્ડિયાએ હોટેલનો સંપર્ક કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ જાણકારી મળી શકી ન હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં