Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણહુમલો કર્યો પેલેસ્ટેનિયન આતંકવાદી સંગઠને, માર્યા ગયા સેંકડો ઇઝરાયેલી નાગરિકો, બીજી તરફ...

    હુમલો કર્યો પેલેસ્ટેનિયન આતંકવાદી સંગઠને, માર્યા ગયા સેંકડો ઇઝરાયેલી નાગરિકો, બીજી તરફ કોંગ્રેસે સમર્થન આપ્યું પેલેસ્ટાઇનને: CWCમાં પ્રસ્તાવ પસાર કર્યો

    હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલ પર હુમલો કરી દીધા બાદ સરકારે અધિકારિક રીતે યુદ્ધનું એલાન કર્યું હતું અને પૂરેપૂરી શક્તિ સાથે ગાઝા પર હુમલો બોલી દીધો હતો. વિશ્વભરના દેશોએ આ કાર્યવાહી માટે ઈઝરાયેલનું સમર્થન કર્યું છે, જેમાંથી એક ભારત પણ છે. પરંતુ દેશની મુખ્ય વિપક્ષ પાર્ટી કોંગ્રેસે જુદું સ્ટેન્ડ લીધું છે.

    - Advertisement -

    હાલ ઇઝરાયેલ અને ગાઝા પટ્ટી સ્થિત ઇસ્લામી આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલ પર હુમલો કરી દીધા બાદ સરકારે અધિકારિક રીતે યુદ્ધનું એલાન કર્યું હતું અને પૂરેપૂરી શક્તિ સાથે ગાઝા પર હુમલો બોલી દીધો હતો. વિશ્વભરના દેશોએ આ કાર્યવાહી માટે ઈઝરાયેલનું સમર્થન કર્યું છે, જેમાંથી એક ભારત પણ છે. પરંતુ દેશની મુખ્ય વિપક્ષ પાર્ટી કોંગ્રેસે જુદું સ્ટેન્ડ લીધું છે. તેમણે પેલેસ્ટાઇનનું સમર્થન કર્યું છે. 

    કોંગ્રેસની કાર્યસમિતિની બેઠક મળી હતી, જેમાં અમુક ઠરાવો પસાર કરવામાં આવ્યા. જેમાં બિહાર સરકારે કરેલી જાતિગત વસતી ગણતરીની વાતો કરી તો સાથે દર વખતની જેમ દેશની ‘સમસ્યાઓ’ને લઈને મોદી સરકારને ભાંડવામાં આવી. આ ઠરાવોમાં અંતિમ ઠરાવ ઇઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને છે. જોકે, બેમાંથી કોઈનું નામ લખવામાં આવ્યું નથી કે ન હમાસને આતંકવાદી સંગઠન કહેવામાં આવ્યું છે. 

    કોંગ્રેસે કહ્યું, CWC (કોંગ્રેસ વર્કિંગ કમિટી) મિડલ ઈસ્ટમાં શરૂ થયેલા યુદ્ધ અને હજારથી વધુ લોકોના માર્યા જવા પર ઉંડુ દુઃખ અને પીડા વ્યકત કરે છે. CWC પેલેસ્ટેનિયન લોકોના જમીન, સ્વશાસન અને આત્મસમ્માન તેમજ ગરિમાપૂર્ણ જીવનના અધિકારો માટે પોતાનું દીર્ઘકાલીન સમર્થન વ્યક્ત કરે છે. CWC તાત્કાલિક યુદ્ધવિરામ અને વર્તમાન સંઘર્ષને જન્મ આપનારા અપરિહાર્ય મુદ્દાઓ સહિત તમામ લંબિત મુદ્દાઓ પર વાતચીત શરૂ કરવા માટે આહવાન કરે છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ યુદ્ધનું કારણ ઇસ્લામી આતંકવાદી સંગઠન હમાસે કરેલો હુમલો છે, જે ઈઝરાયેલના નાશ અને પેલેસ્ટાઇનની પુનર્સ્થાપના માટે હિંસક ગતિવિધિઓ કરે છે. હમાસે 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયેલ પર ભીષણ હુમલો કરી દીધો હતો, જેમાં સેંકડો ઇઝરાયેલી નાગરિકો અને અનેક જવાનો માર્યા ગયા હતા.

    અહીં ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલ પાસે સ્થિત ગાઝા પટ્ટી અને વેસ્ટ બેન્ક વિસ્તારોને સંયુક્ત રીતે પેલેસ્ટાઇન કહેવાય છે. આતંકી સંગઠન હમાસ ગાઝા પર શાસન કરે છે.

    પીએમ મોદીએ હમાસના કૃત્યને ગણાવ્યો હતો આતંકી હુમલો, ઇઝરાયેલને ખુલ્લું સમર્થન આપ્યું હતું 

    હમાસે હુમલો કર્યા બાદ પોતાના નાગરિકોની રક્ષા માટે ઈઝરાયેલે યુદ્ધ ઘોષિત કરીને વળતા જવાબ સ્વરૂપે કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહી વચ્ચે ભારતે પણ પુરજોર સમર્થન આપીને ઇઝરાયેલ પર થયેલા આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો હતો. 

    પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, “ઇઝરાયેલ પર થયેલા આતંકવાદી હુમલાના સમાચાર સાંભળીને વ્યથિત છું. અમારી સંવેદનાઓ નિર્દોષ પીડિતો અને તેમના પરિજનોની સાથે છે. આ મુશ્કેલ સમયમાં અમે ઇઝરાયેલ સાથે એકજૂટતાથી ઉભા છીએ.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં