હમાસના આતંકીઓએ શનિવારે (7 ઓક્ટોબરે) ઇઝરાયેલ પર ચારે તરફથી હુમલો કરી દીધો હતો. સરહદ પાર કરીને આતંકવાદીઓ ઇઝરાયેલમાં ઘૂસી આવ્યા હતા અને નાગરિકો પર હુમલો બોલી દીધો હતો. હમાસના આતંકવાદીઓ ઘણા લોકોને બંધક બનાવીને ગાઝા પટ્ટીમાં લઈ ગયા તો ઘણા લોકોને ગોળીઓ ધરબી દીધી. આ દરમિયાન તેમણે લગભગ 30 વર્ષની એક યુવતીની હત્યા કરી અને ત્યારબાદ તેના નગ્ન મૃતદેહની પરેડ કાઢી હતી. હવે તે યુવતીના ઈન્સ્ટાગ્રામ પર ઈસ્લામિક કટ્ટરપંથી જશ્ન મનાવી રહ્યા છે.
પરેડ દરમિયાન હમાસના આતંકવાદીઓ ‘અલ્લાહ હુ અકબર’ના નારા લગાવી રહ્યા હતા. તેઓ માનતા હતા કે મૃત્યુ પામેલી યુવતી ઇઝરાયેલની છે. હમાસના લોકોએ જશ્ન પણ મનાવ્યો કે તેમણે એક ઇઝરાયેલી સૈનિકને મારી નાખી, જોકે, મરનારી સ્ત્રી માત્ર એક ટુરિસ્ટ હતી અને તે નિ:શસ્ત્ર હતી. મૃતકનું નામ શાની લૌક હતું. શાની એક ટેટૂ આર્ટિસ્ટ અને હેર આર્ટિસ્ટ હતી. તે એક સંગીત સમારોહમાં ભાગ લેવા માટે જર્મનીથી ઇઝરાયેલ આવી હતી. તે યહૂદીઓ માટે કામ કરતી એનજીઓ VEAHAVTA સાથે પણ સંકળાયેલી હતી.
શાનીની ઓળખ ત્યારે સામે આવી કે જ્યારે તેની માતાએ હમાસને તેની પુત્રીનો મૃતદેહ પરત કરવાની અપીલ કરી. જોકે, આ ઘટનાક્રમ વચ્ચે કટ્ટરપંથી મુસ્લિમો શાની લૌકની સોશિયલ મીડિયા પોસ્ટ પર તેના મૃત્યુ પછી પણ નફરતજનક ટિપ્પણીઓ કરી રહ્યા છે.
આ ઘટના બાદ ઈસ્લામિક કટ્ટરપંથી લોકો મૃતક યુવતીના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જઈને તેમની અસંવેદનશીલતા અને આતંકી માનસિકતાનો પુરાવો આપી જશ્ન મનાવી રહ્યા છે. કોઈ લખી રહ્યું છે કે ‘ગો ટુ હેલ (જહન્નુમમાં જાઓ)’ તો કોઈ પેલેસ્ટાઇનને સમર્થન આપવાની વાત કરી રહ્યું છે. તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જઈને ઈસ્લામી કટ્ટરપંથી ‘બાય-બાય’ પણ લખી રહ્યા છે.
બાલા નામના X (અગાઉનું ટ્વિટર) યુઝરે મુસ્લિમ કટ્ટરપંથીઓના આ વ્યવહારને લઈને એક પોસ્ટ શેર કરી છે, જેમાં આવી ઘણી કોમેન્ટ્સ જોવા મળી રહી છે.
Define Islam : 👇🏻👇🏻 pic.twitter.com/yQAEsh50PP
— BALA (@erbmjha) October 8, 2023
શાનીની માતાનો વિડીયો વાયરલ, માંગી રહ્યા છે દીકરીનો મૃતદેહ
આ દરમિયાન શાનીની માતાનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ હમાસના આતંકવાદીઓ પાસેથી પોતાની દીકરીના મૃતદેહની માંગણી કરી રહ્યા છે. તેઓ કહે છે કે ઓછામાં ઓછું હમાસ તેની પુત્રીના મૃતદેહને પરત કરે.
The girl whose body Hamas paraded during the attack on Israel is a German national, identified as Shani Lauk, who was just visiting the music festival in Israel.
— Megh Updates 🚨™ (@MeghUpdates) October 8, 2023
Her inconsolable mother appealing to Hamas to atleast return her (body). pic.twitter.com/MVpiu7hSkV
હમાસના આતંકીઓએ પુત્રીને મારી, પરિવારને બંધક બનાવી શૂટ કર્યો વિડીયો
હમાસના આતંકીઓએ કેવી રીતે ઘાતકી હત્યાઓ કરી છે અને હત્યા કરીને લોકોની ભાવનાઓને કચડી નાખી છે તેનો એક વિડીયો હમાસ દ્વારા જ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આતંકીઓએ એક પરિવારની 18 વર્ષની પુત્રીની નિર્દયતાથી હત્યા કરી, પછી પરિવારને તેના જ ઘરમાં બંધસક બનાવી દીધો. ફાયરિંગ સમયે તેની માનસિક સ્થિતિ નબળી હોવા છતાં વિડીયો શૂટ કરવામાં આવ્યો અને પછી વાયરલ કરવામાં આવ્યો. હમાસ ઇઝરાયેલના લોકોના મનોબળને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
‼️‼️‼️‼️
— Eternal Optimist (@etoptimist) October 8, 2023
Israeli family heartlessly paraded on camera by Hamas terrorists while being taken hostage. One daughter ruthlessly executed, leaving her siblings in traumatic disbelief.
This is beyond a sick act of cruelty.
The world must know and put a stop to this! pic.twitter.com/hkhSMW3P1F
ઇઝરાયેલે કરી યુદ્ધની ઘોષણા, શરૂ થઈ ચૂક્યો છે પલટવાર
ઇઝરાયેલ હવે હમાસ સામે બદલો લઈ રહ્યું છે. 400થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે, જ્યારે ઈસ્લામિક બેન્ક ઓફ ગાઝાના હેડક્વાર્ટરને પણ ઇઝરાયેલની એરફોર્સે ઉડાવી દીધું છે. આ સિવાય શોધી-શોધીને ઇઝરાયેલી સેના હમાસના અડ્ડાઓનો નાશ કરી રહી છે. તેમજ ઇઝરાયેલ તરફથી કહેવામાં આવ્યું છે કે હમાસના હુમલામાં 700થી વધુ લોકો માર્યા ગયા છે, આ આંકડો વધી પણ શકે છે. જ્યારે, ઇઝરાયેલી કેબિનેટે સત્તાવાર રીતે યુદ્ધ જાહેર કર્યું છે.