ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે (25 સપ્ટેમ્બર, 2023) રાજ્યના વિવિધ જિલ્લાના પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી હતી. આ મીટીંગમાં તેમણે પોલીસકર્મીઓને તેમની કાર્યશૈલી સુધારવાની સલાહ આપી હતી અને દરેક ફરિયાદની ઝીણવટથી અને ગંભીરતાથી તપાસ કરવા અને કાર્યવાહી કરવા સૂચના આપી હતી. મીટીંગ દરમિયાન આંબેડકરનગર જિલ્લામાં એક વિદ્યાર્થીનીના દુપટ્ટા ખેંચવાને કારણે થયેલા તેના મોતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સીએમ યોગીએ ત્યાંના એસપીને ઠપકો આપ્યો અને તેમની કાર્યશૈલીને વહેલી તકે સુધારવા માટે કહ્યું હતું.
હકીકતમાં, સોમવારે મુખ્યમંત્રી યોગી રાજ્યભરના વિવિધ જિલ્લાઓના પોલીસ અધિક્ષકથી લઈને પોલીસ સ્ટેશન સ્તરના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન, આંબેડકરનગરમાં એક સગીર હિંદુ વિદ્યાર્થીનીના મૃત્યુનો મુદ્દો સૌથી વધુ ચર્ચાનો વિષય હતો. પોલીસ અધિક્ષક IPS અજીત કુમાર સિન્હા સાથે પ્રશ્ન-જવાબ સત્ર દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ ગુસ્સે થઈ ગયા. યોગીએ જ્યારે એસપીને ઘટના બાદ તુરંત કડક પગલાં ન લેવાનું કારણ પૂછ્યું તો તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહીં. ત્યારે મુખ્યમંત્રીએ કહ્યું, “વિદ્યાર્થીનીનો દુપટ્ટો ખેંચાયો હતો. શું તમે ગુનેગારોની આરતી કરતા હતા?”
CM योगी ने SP से छात्रा का दुपट्टा खींचने की घटना में कार्रवाई में देरी की वजह पूछी। हाथरस में गोकशी को लेकर SP के दिए तर्क पर जमकर क्लास लगाई। जानिए 3 घंटे 10 मिनट चली CM योगी की कानून-व्यवस्था पर समीक्षा बैठक में क्या-क्या हुआ?https://t.co/3jPV1RiyCp #Lucknow #CMYogi pic.twitter.com/eRCJuRPRNb
— Dainik Bhaskar (@DainikBhaskar) September 26, 2023
લગભગ 3 કલાક 10 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અને ડેપ્યુટી એસપી રેન્કના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં થતી કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં સારું કામ કરતા ટોચના 10 સર્કલ અને પાછળ રહેલા 10 સર્કલનો ડેટા પણ રાખવામાં આવ્યો હતો. બેદરકારી દાખવનારા અધિકારીઓને તેમની કાર્યશૈલી સુધારવા માટે ચેતવણી આપતાં યોગી આદિત્યનાથે કહ્યું, “અમને બરતરફીની કાર્યવાહી કરવા દબાણ કરશો નહીં.” આ દરમિયાન અધિકારીઓને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ફિલ્ડ પોલીસિંગમાં મહિલાઓની ભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સરકારે તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકોને જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઉપરાંત ઓછામાં ઓછા એક અન્ય પોલીસ સ્ટેશનનો ચાર્જ મહિલા અધિકારીને સોંપવા સૂચનાઓ જારી કરી છે. સાયબર ગુનાઓની વધતી સમસ્યાને જોઈને સીએમ યોગીએ કહ્યું કે દરેક જિલ્લામાં માત્ર સાયબર પોલીસ સ્ટેશન ખોલવામાં આવ્યા નથી પરંતુ તમામ પોલીસ સ્ટેશનોમાં સાયબર ડેસ્ક પણ બનાવવામાં આવ્યા છે. બેઠકમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે તમામ પોલીસ સ્ટેશનો હાલમાં સરકારની સીધી દેખરેખ હેઠળ છે અને કોઈપણ સ્તરે કોઈપણ પ્રકારની બેદરકારીને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં.
Giving a fillip to women empowerment, #UPCM @myogiadityanath ordered that there will be one woman station house officer (SHO) in each district of Uttar Pradesh, apart from the one heading the Mahila thana (woman police station).
— CM Office, GoUP (@CMOfficeUP) September 26, 2023
CM said, The women station house officers should… pic.twitter.com/6LrCwqtjDl
ઉલ્લેખનીય છે કે શુક્રવારે (15 સપ્ટેમ્બર, 2023) ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લામાં, શાળાએથી ઘરે પરત ફરી રહેલી એક સગીર વિદ્યાર્થિનીની બાઇક દ્વારા કચડીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં શાહબાઝ, અરબાઝ અને ફૈઝલની ધરપકડ કરી છે.