Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસતત ત્રીજી ટર્મ માટે ચીનના રાષ્ટ્રપતિ બન્યા શી જિનપિંગ, પૂર્વ રાષ્ટ્રપતિ-વડાપ્રધાન સહિતના...

    સતત ત્રીજી ટર્મ માટે ચીનના રાષ્ટ્રપતિ બન્યા શી જિનપિંગ, પૂર્વ રાષ્ટ્રપતિ-વડાપ્રધાન સહિતના વરિષ્ઠ નેતાઓને બહારનો રસ્તો દેખાડ્યો: 4 દાયકા જૂનો નિયમ તોડ્યો

    શી જિનપિંગનો કાર્યકાળ માર્ચ 2023માં પૂર્ણ થાય છે. જેથી માર્ચમાં યોજાનાર ચીનની નેશનલ પિપલ્સ કોંગ્રેસની વાર્ષિક બેઠકમાં આગામી રાષ્ટ્રપતિ તરીકે તેમના નામની અધિકારીક જાહેરાત કરવામાં આવશે.

    - Advertisement -

    પાડોશી દેશ ચીનમાં શી જિનપિંગ સતત ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. હાલ ચાલતી નેશનલ કોંગ્રેસમાં જિનપિંગને પાર્ટીના જનરલ સેક્રેટરી પદે નીમવામાં આવ્યા હતા. જેથી હવે તેઓ ત્રીજી વખત દેશના રાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળશે. પાંચ વર્ષ માટે તેઓ ફરી રાષ્ટ્રપતિ બનશે. 

    એક અઠવાડિયું ચાલેલી 20મી સીપીસી નેશનલ કોંગ્રેસ શનિવારે સમાપ્ત થઇ હતી. જેમાં 2,296 પ્રતિનિધિઓએ 205 સભ્યો ધરાવતી કેન્દ્રીય સમિતિ માટે મતદાન કર્યું હતું. ચીનમાં સત્તા કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્ટેન્ડિંગ કમિટી સંભાળે છે અને તેનો અધ્યક્ષ જનરલ સેક્રેટરી હોય છે. આ જ જનરલ સેક્રેટરી મિલિટરી કમિશનનો ચેરમેન અને દેશનો રાષ્ટ્રપતિ બને છે. શી જિનપિંગ પહેલેથી જ મિલિટરી કમિશનના પણ ચેરમેન નિયુક્ત કરી દેવાયા છે.

    શી જિનપિંગનો કાર્યકાળ માર્ચ 2023માં પૂર્ણ થાય છે. જેથી માર્ચમાં યોજાનાર ચીનની નેશનલ પિપલ્સ કોંગ્રેસની વાર્ષિક બેઠકમાં આગામી રાષ્ટ્રપતિ તરીકે તેમના નામની અધિકારીક જાહેરાત કરવામાં આવશે.

    - Advertisement -

    અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકાની જેમ અગાઉ ચીનમાં પણ રાષ્ટ્રપતિ માટે બે જ ટર્મની મર્યાદા હતી. પાર્ટીના સંસ્થાપક માઓત્સે તુંગ 30 વર્ષ સુધી રાષ્ટ્રપતિ રહ્યા બાદ 1980માં આ પદ માટે મહત્તમ 10 વર્ષના કાર્યકાળની મર્યાદા નક્કી કરાઈ હતી. એટલે કે કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ 10 વર્ષ સુધી રાષ્ટ્રપતિ પદે રહી શકતો હતો. જોકે, વર્ષ 2018માં શી જિનપિંગની સરકારે બંધારણમાં ફેરફાર કરીને આ મર્યાદા દૂર કરી દીધી હતી. જેથી ત્યારે જ તેમણે ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવાનો માર્ગ મોકળો કરી દીધો હતો. આ ફેરફારના સમર્થનમાં 2,958 મતો પડ્યા હતા, જ્યારે માત્ર 2 મત વિરુદ્ધમાં અને ત્રણ સભ્યો મતદાનથી અળગા રહ્યા હતા. 

    ત્રીજી વખત નેતા ચૂંટાયા બાદ શી જિનપિંગે તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે, “અમારામાં વિશ્વાસ મૂકવા બદલ હું સમગ્ર પાર્ટીનો આભાર માનું છું.” તેમણે પાર્ટી અને લોકોએ મૂકેલા વિશ્વાસ પર ખરા ઉતરવા માટે કામ કરવાનું વચન આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, ચીન વિશ્વના સહકાર વગર વિકાસ કરી શકે એમ નથી અને બીજી તરફ વિશ્વને પણ ચીનની એટલી જ જરૂર છે.

    આ પહેલાં શનિવારે નેશનલ કોંગ્રેસનો સમાપન સમારોહ ચાલી રહ્યો હતો ત્યારે ચીનના પૂર્વ રાષ્ટ્રપતિ હૂ જિન્તાઓને અધવચ્ચેથી હાથ પકડીને ઉઠાડી મૂકવામાં આવ્યા હતા. આ ઘટના  કેમેરામાં કેદ થઇ ગઈ હતી અને જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર પણ ખૂબ શૅર થયો હતો. હૂ જિન્તાઓ 2002 થી 2012 સુધી ચીનના રાષ્ટ્રપતિ રહ્યા હતા, તેમણે જ શી જિનપિંગને સત્તા સોંપી હતી. 

    બીજી તરફ, શી જિનપિંગના કટ્ટર વિરોધી એવા વડાપ્રધાન લી કેકિયાંગને પણ આ નેશનલ કોંગ્રેસમાં સેન્ટર કમિટીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પણ ઘણાં નામો સેન્ટ્રલ કમિટીમાંથી બાકાત કરી દેવામાં આવ્યા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં