અમરીકાથી એક ભયાનક દુર્ઘટનાના સમાચાર સામે આવી રહે છે. જાણવા મળી રહ્યું છે કે, અમેરિકાના બાલ્ટીમોરમાં ‘ફ્રાંસિસ સ્કોટ કી બ્રિજ’ સાથે એક મોટું કન્ટેનર ભરેલું જહાજ અથડાયું છે. અથડામણ બાદ બ્રિજ નદીમાં ગરકાવ થઈ ગયો છે. સ્થાનિક મીડિયા અનુસાર, દુર્ઘટના સમયે પુલ પર અનેક વાહનો અને લોકો હાજર હતા. ઘણાબધા વાહલો અને માણસો પણ આ દુર્ઘટનાથી પાણીમાં ડૂબી ગયા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ અનુસાર, બાલ્ટીમોર ફાયર વિભાગે પુલ તૂટી પડવાના કારણે ભયંકર જાનહાનિની આશંકા વ્યક્ત કરી છે.
આ ઘટના મંગળવારે (26 માર્ચ, 2024) બનવા પામી હતી. અમેરિકાના બાલ્ટીમોરમાં એક પ્રસિદ્ધ બ્રિજ સાથે માલવાહક જહાજ અથડાયું હતું. જે બાદ બ્રિજ તૂટીને પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. હાલ નદીમાં બચાવ કામગીરી ચાલી રહી છે. પટાસ્કો નદી પરનો આ પુલ 1977માં બાંધવામાં આવ્યો હતો. ભારતમાં સ્થિત અટલ બ્રિજ સાથે તેની તુલના કરવામાં આવતી હતી. આ દુર્ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Ship collides with a bridge, and the whole bridge collapses totally in Baltimore, USA. Mass casualty as many cars and people in water. Hope most of them are rescued. Terrible infrastructure. 😳pic.twitter.com/yT0vu5tJMv
— Keh Ke Peheno (@coolfunnytshirt) March 26, 2024
બાલ્ટીમોર ફાયર ડીપાર્ટમેન્ટના કોમ્યુનિકેશન ડાયરેક્ટર કેવિન કાર્ટરાઈટે રોયટર્સને જણાવ્યું છે કે, “અમને મોડી રાત્રે લગભગ 1:30 (અમેરીકી સમય અનુસાર) વાગ્યે ઈમરજન્સી સર્વિસ 911 પર ઘણા બધા કોલ આવ્યા હતા કે, એક જહાજ બાલ્ટીમોરના બ્રિજ સાથે અથડાયું છે. જેના કારણે પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાલ આ દુર્ઘટનામાં મોટાપાયે જાનમાલનું નુકશાન થવાની આશંકા છે. તાજેતરમાં અમે નદીમાં લોકોની શોધ કરી રહ્યા છીએ અને બચાવ કાર્ય આગળ વધારી રહ્યા છીએ. બાલ્ટીમોરના મેયરે પણ આ ઘટનાની નોંધ લીધી છે.”
નોંધનીય છે કે, આ બ્રિજ અમેરિકાનું રાષ્ટ્રગીત લખનાર ફ્રાંસિસ સ્કોટને સમર્પિત છે. માલવાહક જહાજની લંબાઈ 948 ફૂટ હોવાનું કહેવાય રહ્યું છે. બ્રિજ સાથેની અથડામણ બાદ જહાજ પણ પાણીમાં ડૂબી ગયું હતું. અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અથડામણ બાદ જહાજમાં આગ પણ લાગી ગઈ હતી. સિંગાપુરના ધ્વજ સાથેનું આ જહાજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તાજેતરમાં ત્યાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર છે અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. બ્રિજમાં પડ્યા લોકોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. સાથે માલવાહક જહાજની પણ તપાસ કરવામાં આવી રહી છે.