દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના (8-10 જુલાઈ) વિદેશ પ્રવાસ માટે રવાના થઈ ગયા હતા. આ ત્રણ દિવસમાં તેઓ રશિયા (PM Modi in Russia) અને ઓસ્ટ્રિયાની મુલાકાત લેશે. ત્રીજી વખત સત્તા સંભાળ્યા બાદ વડાપ્રધાન મોદીનો આ બીજો મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસ છે. આ કાર્યકાળમાં આ પ્રથમ દ્વિપક્ષીય પ્રવાસ છે. આ પ્રવાસ દરમિયાન PM મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરશે. તાજી જાણકારી મુજબ તેઓ મૉસ્કો પહોચી ચૂક્યા છે.
પીએમ મોદીએ છેલ્લે 2019માં રશિયાની મુલાકાત લીધી હતી. આ પછી, કોવિડ રોગચાળો અને પછી યુક્રેન-રશિયા સંઘર્ષને કારણે, બંને દેશના નેતાઓ એકબીજાના દેશની મુલાકાત લઈ શક્યા ન હતા. યુક્રેન યુદ્ધ બાદ પીએમ મોદી પ્રથમ વખત રશિયા જઈ રહ્યા છે. દરમિયાન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સિવાય પુતિન (Putin) અન્ય કોઈ મોટા નેતાને મળ્યા નથી.
#WATCH | PM Narendra Modi embarks on a three-day official visit to Russia and Austria
— ANI (@ANI) July 8, 2024
PM Modi and President Vladimir Putin will hold the 22nd India-Russia Annual Summit in Moscow. On 9th July, PM Modi will travel to Austria, where he will meet President Alexander Van der Bellen… pic.twitter.com/h2XuTdn79O
PM મોદીને સોંપાશે રશિયાનું સર્વોચ્ચ સન્માન
તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી રાષ્ટ્રપતિ પુતિનને જ નહીં પરંતુ રશિયામાં રહેતા ભારતીયો સાથે વાતચીતના એક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ સિવાય તેમને રશિયાનું સર્વોચ્ચ સન્માન સેન્ટ એન્ડ્રુ ઓર્ડર (Order of St. Andrew) આપવામાં આવશે. તેમને આ એવોર્ડ 2019માં આપવામાં આવ્યો હતો, હવે તેઓ તેને પ્રાપ્ત કરશે.
પીએમ મોદી રાષ્ટ્રપતિ પુતિન સાથે ભારત અને રશિયા વચ્ચે વેપાર અને સૈન્ય સહયોગ પર પણ ચર્ચા કરશે. ભારત રશિયા પાસેથી સતત મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની ખરીદી કરી રહ્યું છે. તેના કારણે ભારતની વેપાર ખાધ પણ વધી રહી છે. આ અંગે પણ ચર્ચા થશે.
બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં મુખ્ય મુદ્દો યુક્રેન-રશિયા યુદ્ધ (Russo-Ukrainian War) હશે. આ યુદ્ધ બે વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યું છે અને બંને લડતા દેશો વચ્ચે કોઈ સમજૂતી થઈ નથી. ભારત બંને દેશો સાથે સારા સંબંધો જાળવી રાખે છે અને ઘણી વખત પરિસ્થિતિને શાંત કરવા માટે કામ કર્યું છે.
પશ્ચિમી દેશોને થઈ રહી છે ઈર્ષ્યા- રશિયા
પીએમ મોદીની આ મુલાકાત પર રશિયાએ કહ્યું છે કે આ જોઈને પશ્ચિમી દેશો ઈર્ષ્યા કરે છે અને તેને ગંભીરતાથી લઈ રહ્યા છે. રશિયાએ કહ્યું કે આ મુલાકાત મહત્વપૂર્ણ બની રહી છે, એટલા માટે પશ્ચિમી દેશો તેને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે.
રશિયા બાદ પીએમ મોદી યુરોપિયન દેશ ઓસ્ટ્રિયાની (Austria) પણ મુલાકાત લેશે. 41 વર્ષમાં કોઇ પણ ભારતીય વડાપ્રધાનની ઓસ્ટ્રિયાની આ પ્રથમ મુલાકાત હશે. વડાપ્રધાન મોદી ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ અને ચાન્સેલર બંનેને મળશે અને વિયેનામાં રહેતા ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે.