Saturday, November 23, 2024
More
    હોમપેજદુનિયાપહેલાં વિમાનો માટે ઈંધણ ન હતું, હવે પાસપોર્ટ માટે લેમિનેશન પેપર નથી:...

    પહેલાં વિમાનો માટે ઈંધણ ન હતું, હવે પાસપોર્ટ માટે લેમિનેશન પેપર નથી: નવી ‘સમસ્યા’નો સામનો કરતા પાકિસ્તાનીઓ, સેવા ઠપ થવાના કારણે હજારો લોકો અટવાયા

    આ પહેલી વખત નથી, જ્યારે પાસપોર્ટનું કામ અટકી પડ્યું હોય. વર્ષ 2013માં પણ આ જ રીતે લેમિનેશન પેપર ખૂટી પડ્યાં હતાં, જેના કારણે સમસ્યા સર્જાઇ હતી. હવે ફરી થયું છે. પરંતુ પાકિસ્તાનીઓને હવે આદત પડી ગઈ છે.

    - Advertisement -

    આર્થિક પાયમાલીનાં શિખરો સર કરતા પાડોશી દેશ પાકિસ્તાનમાં હવે હાલત એવી છે કે રોજ કશુંકને કશુંક ખૂટી પડે છે. હવે ત્યાં પાસપોર્ટનાં લેમિનેશન પેપર ઘટી ગયાં છે, એટલે પાસપોર્ટ ઇસ્યુ થઈ શકતા નથી. અધિકારીઓનું કહેવું છે કે પેપરો આવશે પછી ફરી પાસપોર્ટ ઇસ્યુ કરવાના શરૂ કરશે. જેને લઈને પાકિસ્તાનીઓ લાલપીળા થઈ રહ્યા છે. 

    આ બાબત પાકિસ્તાનના જ મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળી. ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’ નામના પાકિસ્તાની અખબારે 8 નવેમ્બર, 2023ના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં પાસપોર્ટનાં લેમિનેશન પેપર ઘટી ગયાં હોવાના કારણે પાસપોર્ટ ઇસ્યુ થઈ શકતા નથી અને જેના કારણે અનેક લોકો અટવાઈ પડ્યા છે. 

    પાકિસ્તાન ડિરેક્ટોરેટ જનરલ ઑફ ઈમિગ્રેશન એન્ડ પાસપોર્ટ્સ (DGI&P) અનુસાર, પાસપોર્ટમાં જે લેમિનેશન પેપર વપરાય છે તે ફ્રાન્સથી આયાત કરવામાં આવે છે. બીજી તરફ, ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ મીડિયાને કહ્યું હતું કે, સરકાર આ સમસ્યાના ઉકેલ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે, “બહુ જલ્દી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી જશે અને પાસપોર્ટ ઇસ્યુ થવાના શરૂ થઈ જશે.”

    - Advertisement -

    જોકે, પાકિસ્તાની નાગરિકોની ધીરજ ખૂટી પડી છે, કારણ કે ઘણા સમયથી પાકિસ્તાનના અધિકારીઓ આમ જ તેમને ધક્કા ખવડાવ્યા કરે છે. રિપોર્ટમાં આવા ઘણા લોકોને ટાંકવામાં આવ્યા છે. એક ફૈઝાન નામના યુવકે ફરિયાદ કરતાં કહ્યું હતું કે, તેણે 2 મહિના પહેલાં અરજી આપી હતી અને હજુ સુધી પાસપોર્ટ મળ્યો નથી. એમ પણ કહ્યું કે, સરકારના અવળા વહીવટના કારણે તેણે પ્રવાસ પણ રદ કરવો પડ્યો. અન્ય એક આમિર નામના વ્યક્તિએ કહ્યું કે, સરકાર આ પાસપોર્ટ મુદ્દે લોકોને ઉઠાં જ ભણાવી રહી છે. તેણે ઉમેર્યું કે, ગયા મહિને DGI&P તરફથી મેસેજ આવ્યો હતો કે તેનો પાસપોર્ટ તૈયાર છે પરંતુ જ્યારે તે લેવા માટે ગયો તો કહી દેવામાં આવ્યું કે હજુ સુધી પાસપોર્ટ તૈયાર થયો નથી.

    મોહમ્મદ ઇમરાન નામના પેશાવરના એક નાગરિકે કહ્યું કે, DGI&P મહિનાઓથી એક જ વાતનું રટણ કર્યે રાખે છે અને સાચું જણાવવામાં આવતું નથી. તેણે કહ્યું કે, “સપ્ટેમ્બરથી પાસપોર્ટ ઓફિસમાંથી કહેવામાં આવી રહ્યું છે કે તમારો પાસપોર્ટ આવતા અઠવાડિયે આવશે પણ અનેક અઠવાડિયાં વીતી ગયાં હોવા છતાં હજુ સુધી આવ્યો નથી. તેણે કહ્યું કે તે ઉમરા માટે સાઉદી અરેબિયા જવાનો હતો, પણ આ માથાકૂટના કારણે જઈ ન શક્યો. 

    જોકે, આ પહેલી વખત નથી, જ્યારે પાસપોર્ટનું કામ અટકી પડ્યું હોય. વર્ષ 2013માં પણ આ જ રીતે લેમિનેશન પેપર ખૂટી પડ્યાં હતાં, જેના કારણે સમસ્યા સર્જાઇ હતી. હવે ફરી થયું છે. પરંતુ પાકિસ્તાનીઓને હવે આદત પડી ગઈ છે. થોડા દિવસ પહેલાં ઈંધણ ઘટી ગયું હતું, જેના કારણે સેંકડો ફ્લાઇટ્સ રદ કરી દેવી પડી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં