પાકિસ્તાનમાં એક મહિલા સાથે થઇ રહેલા દુર્વ્યવહારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક દુકાનમાં બેઠેલી મહિલાને એક મુસ્લિમ કટ્ટરપંથીઓનું ટોળું ઘેરીને ઉભું છે અને ‘સર તન સે જુદા’ના નારા લગાવી રહ્યું છે. જે પછી એક મહિલા પોલીસ તેના બચાવમાં આવે છે અને તેને ટોળાથી બચાવી સુરક્ષિત બહાર કાઢે છે. મહિલાની ભૂલ માત્ર એટલી હતી કે તેને પહેરેલા ડ્રેસ પર અરબી ભાષામાં કૈક લખ્યું હોય છે. આ ડ્રેસને જોયા બાદ ત્યાં રહેલા તહરીક-એ-લબ્બેકના સભ્યો ગુસ્સે થઈ ગયા હતા. તેઓને લાગ્યું કે ઉર્દૂમાં જે લખવામાં આવ્યું છે તે કુરાનની આયાતો છે અને આ ડ્રેસ પહેરીને મહિલાએ ઈશનિંદા કરી છે.
સોશિયલ મીડિયામાં વાયરલ આ ઘટના પાકિસ્તાનના લાહોર સ્થિત ઈશરા માર્કેટની હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનામાં એક મહિલા એક રેસ્ટોરન્ટમાં બેઠી હોય છે જ્યાં અચાનક લોકોનું ટોળું ધસી આવે છે અને મહિલાને ઘેરી વળે છે, અને તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કરે છે. વાયરલ વિડીયોમાં સાંભળી શકાય છે કે ટોળામાંથી કોઈ કહી રહ્યું છે કે, “તે ઈસ્લામની મજાક ઉડાવી છે”. આ દરમિયાન મહિલા આ બધું જોઈને એકદમ સ્તબ્ધ થઈને બેઠી હોય છે. ત્યાં આસપાસના લોકો મહિલાને ટોળાના ગુસ્સાથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે પરંતુ ટોળું શાંત થવાનું નામ નથી લેતું. મહિલા પોતાનો ચહેરો છુપાવીને બેઠેલી જોવા મળે છે.
Woman in Lahore’s Ichra wearing a digital print shirt taken into police custody after a mob complained that the shirt had Quranic verses on it. pic.twitter.com/bVjtkuZlsP
— Naila Inayat (@nailainayat) February 25, 2024
વિવાદ વકરતા મહિલાને ટોળાથી બચાવવા પોલીસ બોલાવવી પડે છે. જે પછી ગુલબર્ગની ASP સઈદા સહરબાનો નકવી તત્કાળ ઘટનાં સ્થળે પહોંચે છે, અને પોતાની સુઝબુઝથી ટોળાને સમજાવી અને મહિલાને ટોળાથી દુર કરે છે. ભીડને સમજાવતા તેઓ કહે છે કે, આ પ્રકારના 3 મામલા તેઓ પહેલા હેન્ડલ કરી ચૂકયા છે. જેથી લોકોએ તેમનો વિશ્વાસ કરવો પડશે. જે પછી મહિલા જ્યાં હોય છે તે રેસ્ટોરન્ટનું શટર ખોલે છે, અને મહિલાને ભીડમાંથી બહાર કાઢીને પોતાની સાથે લઈ જાય છે. પરંતુ ઉશ્કેરાયેલી ભીડ શાંત થતી નથી અને તેમની પાછળ દોડતી રહે છે.
"ASP Syeda Shehrbano Naqvi, the brave SDPO of Gulbarg Lahore, put her life in danger to rescue a woman from a violent crowd. For this heroic deed, the Punjab Police has recommended her name for the prestigious Quaid-e-Azam Police Medal (QPM), the highest gallantry award for law… pic.twitter.com/awHaIGVb9l
— Punjab Police Official (@OfficialDPRPP) February 25, 2024
પછીથી તપાસમાં સામે આવે છે કે, મહિલાએ જે ડ્રેસ પહેર્યો હતો તેમાં ક્યાય પણ કુરાનની આયતો લખવામાં આવી ન હતી. તેમાં ફક્ત અરબી ભાષામાં કયાંક ક્યાંક ‘સુંદર’ જેવા શબ્દોનો પ્રયોગ થયો હતો. જેથી ઈશનિંદાનો આરોપ તદ્દન ખોટો હતો. વાસ્તવમાં મહિલાએ જે ડ્રેસ પહેર્યો હતો તે સાઉદી અરેબિયન લેબલ શાલિક રિયાધનો હતો, જે વર્ષ 2022માં રમઝાન દરમિયાન લૉન્ચ કરવામાં આવ્યો હતો. શાલિક રિયાદે કેપ્શન સાથે ઇન્સ્ટાગ્રામ પર આ ડ્રેસનો ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં લખ્યું છે, “2022નું શ્રેષ્ઠ રમઝાન કલેક્શન આવી ગયું છે”
આ અંગે મહિલાને ટોળાથી બચાવનાર ASP સઈદાએ જણાવ્યું કે, મહિલાના ડ્રેસ પર ક્યાંય પણ ઈસ્લામિક આયતો લખી નથી. ભીડને કદાચ કોઈ ગેરસમજ થઈ હતી. તેમણે કહ્યું કે, મહિલા અને તેનો પતિ ખરીદી કરવા ગયા હતા ત્યારે ભીડે તેના ડ્રેસ પર લખેલા શબ્દોને આયાતો સમજીને ગેરસમજ ઉભી કરી હતી.
આ મામલે પીડિત મહિલાનું કહેવું છે કે, તેણે ડ્રેસના કન્ટેન્ટ વિશે જાણ્યા વિના તે પહેર્યો હતો. તેણે વિચાર્યું કે ડ્રેસમાં ફક્ત ડિઝાઇનર પેટર્ન છે, અને તે જાણતી ન હતી કે તેમાં અરબી લખાણ છે. જે પછી તેણે આવો ડ્રેસ પહેરવા બદલ માફી માંગી હતી. મહિલાએ કહ્યું કે, “સુન્ની મુસ્લિમ હોવાના કારણે હું આવું કરવાનું વિચારી પણ ન શકું. મારો એવો કોઈ ઈરાદો નહોતો. આ બધું ભૂલથી થયું છે. તેમ છતાં, હું માફી માંગુ છું કે આ ફરીથી નહીં થાય.”