Friday, September 20, 2024
More
    હોમપેજદુનિયાજે વૉકીટૉકીનું નિર્માણ દાયકા પહેલાં બંધ થયું, તે લઈને ફરતા હતા હિઝબુલ્લાહ...

    જે વૉકીટૉકીનું નિર્માણ દાયકા પહેલાં બંધ થયું, તે લઈને ફરતા હતા હિઝબુલ્લાહ આતંકીઓ: વિસ્ફોટ પાછળ બેટરી સાથે છેડછાડની નિર્માતા કંપનીને આશંકા, કોણે કરી તે ‘રાઝ ઉસી કે સાથ ચલા ગયા’

    કંપનીએ જણાવ્યા અનુસાર તેઓ જાપાનની બહાર એક પણ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નથી ધરાવતા અને જાપાન સરકારના દાયરામાં રહીને જ કામ કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે જે પ્રકારના ફોટા સામે આવ્યા છે તેમાં ડિવાઇસની બેટરીની આસપાસના ભાગમાં છેડછાડ જોવા મળી રહી છે.

    - Advertisement -

    થોડા દિવસથી ઇઝરાયેલની ઉત્તરે આવેલો દેશ લેબનાન ચર્ચામાં છે. કારણ એ છે કે તાજેતરમાં જ ઇસ્લામિક આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાઈ રહેલાં ઉપકરણોમાં વિસ્ફોટ થઈ રહ્યા છે. પહેલાં હજારો પેજર અને બાદમાં વૉકી-ટૉકી અને સોલાર સિસ્ટમમાં થયેલા આ બ્લાસ્ટે દુનિયા આખીને અચંબિત કરી દીધી છે. ત્યારે હવે આતંકવાદીઓ દ્વારા વાપરવામાં આવતા વૉકી-ટૉકી જે કંપની દ્વારા બનાવવામાં આવ્યાં હતાં, તેણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

    ઉલ્લેખનીય છે કે લેબનાનમાં વૉકી-ટૉકીમાં બ્લાસ્ટ થવાના શરૂ થયા તેના એક દિવસ પહેલા પેજરમાં વિસ્ફોટો થયા હતા. ઘટનામાં અત્યાર સુધીમાં 32 લોકોનાં મોત નીપજ્યાં હોવાનું હિઝબુલ્લાહ કહે છે પણ વાસ્તવિક આંકડો આનાથી અનેકગણો વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ હજારો લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ વૉકી-ટૉકી બનાવનાર જાપાન કંપની ICOM INCએ આ મામલે પ્રતિક્રિયા આપીને વિશ્વને વધુ એક ઝટકો આપ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર જે મોડેલના વૉકી-ટૉકી વિસ્ફોટ થયાં છે તેને કંપનીએ દસ વર્ષ પહેલાં જ બનાવવાના બંધ કરી દીધાં હતાં.

    વર્ષ 2014માં જ બંધ કરી દીધું હતું ઉત્પાદન

    લેબનાનમાં વૉકી-ટૉકીમાં બ્લાસ્ટ મામલે જાપાનીઝ મેન્યુફેક્ચરિંગ કંપની Icom Incએ એક આધિકારિક નિવેદન જાહેર કર્યું હતું. આ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, જે IC-V82 ટુ વે રેડિયો વૉકી-ટૉકી વર્ષ 2014માં જ બનાવવાના બંધ કરી દીધા હતાં. કંપનીએ દસ વર્ષ પહેલાં છેલ્લી વાર મિડલ ઇસ્ટ સહિત કેટલાંક ક્ષેત્રોમાં તેનું વેચાણ કર્યું હતું. કંપનીના જણાવ્યા અનુસાર તેમણે વર્ષ 2004થી 2014 સુધી જ આ મોડેલના ડિવાઇસ બનાવીને વેચ્યાં હતાં. કંપની દ્વારા તેમ પણ કહેવામાં આવ્યું છે કે ત્યારબાદ એક પણ ડિવાઇસ તેમના દ્વારા ક્યાય વેચવામાં કે બનાવવામાં નથી આવ્યું. આટલું જ નહીં, કંપનીના જણાવ્યા અનુસાર તેમણે વૉકી-ટૉકી સાથે-સાથે તેની સાથે આવતી બેટરીનું પણ ઉત્પાદન બંધ કરી દીધું હતું.

    - Advertisement -

    કંપનીએ જણાવ્યા અનુસાર તેઓ જાપાનની બહાર એક પણ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નથી ધરાવતા અને જાપાન સરકારના દાયરામાં રહીને જ કામ કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે જે પ્રકારના ફોટા સામે આવ્યા છે તેમાં ડિવાઇસની બેટરીની આસપાસના ભાગમાં છેડછાડ જોવા મળી રહી છે. કંપનીએ આશંકા વ્યક્ત કરી છે કે ત્યાંથી જ ફેરફાર કરીને વિસ્ફોટકો લગાવવામાં આવ્યા હોઈ શકે છે. બીજી તરફ જાપાન સરકાર પણ આ મામલે માહિતી મેળવી રહી છે.

    આખરે આતંકવાદીઓના વૉકી-ટૉકી બ્લાસ્ટ થયા કઈ રીતે?

    કંપનીએ જાહેર કરેલા નિવેદન બાદ આખા વિશ્વમાં હવે એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે જો તે ડિવાઇસનું નિર્માણ દસ વર્ષ પહેલાં જ બંધ થઈ ગયું હોય તો આટલી માત્રામાં વૉકી-ટૉકી આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના સભ્યો પાસે આવ્યાં ક્યાંથી? પ્રશ્ન એ પણ થઇ રહ્યો છે કે આ ડિવાઇસમાં વિસ્ફોટકો કોણે અને કેવી રીતે લગાવ્યાં? બીજી તરફ આ સમગ્ર ઘટનાને લઈને આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ ઇઝરાયેલ અને તેની વિશ્વવિખ્યાત એજન્સી મોસાદના માથે ઠીકરું ફોડી રહ્યું છે.

    નોંધવું જોઈએ કે લેબનાન ખાતે ઇસ્લામિક આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહએ આ આખા ઘટનાક્રમ માટે ઇઝરાયેલ અને તેની સુરક્ષા તેમજ ગુપ્તચર એજન્સીઓને જવાબદાર ઠેરવી છે. જોકે ઇઝરાયેલ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હિઝબુલ્લાહને US, ઇઝરાયેલ સહિતના અનેક દેશો દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઘોષિત કરવામાં આવ્યું છે, પરંતુ લેબનાનમાં તેને એક રાજકીય અને લશ્કરી સંસ્થા ગણવામાં આવે છે તથા તેને ઈરાનનું સમર્થન પ્રાપ્ત છે. હિઝબુલ્લાહ આતંકી સંગઠન હમાસનું પણ સમર્થક છે.

    શું હતો આખો ઘટનાક્રમ

    ઉલ્લેખનીય છે કે મંગળવારે (17 સપ્ટેમ્બર) જ આતંકી સંગઠન હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતા પેજરમાં એકસાથે અનેક બ્લાસ્ટ થયા હતા, જેમાં હિઝબુલ્લાહના 3,000 લોકો ઘાયલ થયા હોવાનું અને 12 લોકોનાં મૃત્યુ થયાં હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આજે ફરીથી થયેલ વૉકી-ટૉકી વિસ્ફોટોમાં 100થી વધુ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

    હેન્ડ હેલ્ડ વાયરલેસ રેડિયો અને વૉકી-ટૉકી લગભગ પાંચ મહિના પહેલાં એ જ સમયે ખરીદવામાં આવ્યાં હતાં, જ્યારે પેજરની ખરીદી થઈ હતી. નોંધવું જોઈએ કે આ પહેલાં એક થિયરી એવી સામે આવી ચૂકી છે કે જે પેજરમાં બ્લાસ્ટ થયા તે તાઇવાનથી લેબનાન પહોંચ્યાં તે પહેલાં મોસાદે તેમાં 3 ગ્રામ વિસ્ફોટકો ભરી દીધા હતા. જોકે, આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

    આ હુમલા બાદ વૉકી-ટૉકી અને હેન્ડ હેલ્ડ રેડિયો બ્લાસ્ટ થવાની માહિતી સામે આવી હતી. 18 સપ્ટેમ્બરે સાંજે રોઇટર્સ ન્યૂઝ એજન્સીના બૈરુત સ્કાયલાઇનના લાઇવ સ્ટ્રીમમાં સમગ્ર શહેરમાં અનેક સ્થળોએ ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડ્યા. આ ઉપરાંત બૈરુત અને દક્ષિણ લેબનાનના દક્ષિણી સબઅર્બનમાં ઘરોની અંદર ‘જૂના પેજર’ પણ બ્લાસ્ટ થયાં હતાં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં