Tuesday, November 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટIDFએ લેબનાનમાં ઘૂસીને હિઝબુલ્લાહના ટોપ કમાન્ડરને ઉઠાવી લીધો: આતંકવાદી સંગઠનના નૌકાદળનો અધિકારી...

    IDFએ લેબનાનમાં ઘૂસીને હિઝબુલ્લાહના ટોપ કમાન્ડરને ઉઠાવી લીધો: આતંકવાદી સંગઠનના નૌકાદળનો અધિકારી હોવાનો દાવો

    ઇઝરાયેલની નૌસેનાના સ્પેશ્યલ ફોર્સની એક 13 કમાન્ડોની ટુકડીએ આ આખું ઓપરેશન પાર પાડ્યું છે. આ કમાન્ડો દ્વારા એક નાની સ્પીડ બોટ મારફતે ત્રિપોલીના દક્ષિણી બાતરૂનના તટ નજીક બનાવવામાં આવેલી એક છાવણીમાં દરોડા પાડીને હિઝબુલ્લાહની નૌસેનાના ટોપ કમાન્ડરની ધરપકડ કરી.

    - Advertisement -

    ઇઝરાયેલ (Israel) અને ઇસ્લામિક આતંકવાદી સંગઠન (Ialamic Terrorist Organisation) હિઝબુલ્લાહ (Hezbollah) વચ્ચે સતત ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. તેવામાં તાજેતરમાં જ IDFને મોટી સફળતા હાથ લાગી છે. ઇઝરાયેલની નૌસેનાએ (Navy) લેબનાનના બાતરુન (Batroun) શહેરમાં દરોડા પાડીને હિઝબુલ્લાહના એક ટોપ-કમાન્ડરને ઝડપી લીધો છે. IDF દ્વારા શનિવારે (2 નવેમ્બર 2024)ની મોડી રાત્રે તેની પુષ્ટિ કરવામાં આવી હતી.

    ટાઈમ્સ ઓફ ઇઝરાયેલના એક અહેવાલ અનુસાર ઇઝરાયેલની નૌસેનાના સ્પેશ્યલ ફોર્સની એક 13 કમાન્ડોની ટુકડીએ આ આખું ઓપરેશન પાર પાડ્યું છે. આ કમાન્ડો દ્વારા એક નાની સ્પીડ બોટ મારફતે ત્રિપોલીના દક્ષિણી બાતરૂનના તટ નજીક બનાવવામાં આવેલી એક છાવણીમાં દરોડા પાડીને હિઝબુલ્લાહની નૌસેનાના ટોપ કમાન્ડરની ધરપકડ કરીને પોતાની સાથે લઈ જવામાં આવ્યો. રિપોર્ટમાં તેનું નામ આતંકવાદી ઈમાદ હમઝા કહેવામાં આવ્યું છે.

    નોંધનીય છે કે ઇઝરાયેલ તરફથી આ સમગ્ર ઓપરેશનને લઈને માહિતી જાહેર કરવામાં આવી છે. IDFએ આપેલા સત્તાવાર નિવેદન બાદ લેબનાનના પોએમ નજીબ મિકાતીએ વિદેશમંત્રીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઇઝરાયેલ વિરુદ્ધ રાવ કરવા કહ્યું. અત્યાર સુધી સામે આવેલી માહિતી અનુસાર ઝડપાયેલા કમાન્ડરને ઇઝરાયેલની હદમાં લઈ જવામાં આવ્યો છે અને IDF તેની પૂછપરછ કરી રહ્યું છે.

    - Advertisement -

    આ આખા દરોડાનો એક વિડીયો પણ IDF દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે રાતના અંધારામાં કેટલાક હથિયારબંધ સૈનિકો એક વ્યક્તિને પકડીને લઈ જઈ રહ્યા છે. હાલ આ વ્યક્તિની તપાસ ચાલી રહી છે, IDF તેની પૂછપરછ કરી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે જેને પકડવામાં આવ્યો છે તે હિઝબુલ્લાહની નૌસેનાનો મહત્વનો અધિકારી છે અને તેની પાસેથી IDFને હિઝબુલ્લાહ વિરુદ્ધ મહત્વપૂર્ણ માહિતીઓ મળી શકે તેમ છે.

    અમેરિકાએ આપી ઈરાનને ચેતવણી

    બીજી તરફ ઈરાન દ્વારા ઇઝરાયેલ પર કરવામાં આવી રહેલા હુમલાને લઈને અમેરિકાએ તેને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. અમેરિકાએ ચેતવણીમાં કહ્યું છે કે જો ઈરાન ફરી હુમલો કરશે તો અમેરિકા ઇઝરાયેલને તેનો વળતો જવાબ આપતા નહીં રોકી શકે. અમેરિકાએ તમ પણ કહ્યું છે કે હવે જો ઇઝરાયેલ જવાબ આપશે, તો પહેલાના હુમલા કરતા તેની તીવ્રતા કેટલી હશે તે પણ નહીં કાહી શકાય. જોકે અમેરિકાની આ પ્રતિક્રિયા બાદ હજુ સુધી ઈરાન તરફથી કોઈ વળતો જવાબ નથી આપવામાં આવ્યો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં