Sunday, September 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રી દુર્ઘટનામાં માર્યા ગયા હોવાના અહેવાલ:...

    ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રી દુર્ઘટનામાં માર્યા ગયા હોવાના અહેવાલ: હેલિકોપ્ટર થયું હતું ક્રેશ, મળી આવ્યો કાટમાળ, મહામહેનતે પહોંચી રેસ્ક્યૂ ટીમ

    ઈરાની અધિકારીએ જણાવ્યું કે, દુર્ઘટનામાં ઈરાની રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર સંપૂર્ણપણે સળગી ગયું છે અને નાશ પામ્યું છે. દુર્ભાગ્યે તમામ યાત્રિકો માર્યા ગયા હોવાની આશંકા છે. તેમાં ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રી પણ માર્યા ગયા હોવાની આશંકા છે.

    - Advertisement -

    ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી અને તેમના વિદેશમંત્રી હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ મીડિયાથી લઈને નેશનલ મીડિયા સુધીમાં આ સમાચાર વાયુવેગે પ્રસરી રહ્યા છે. અહેવાલો અનુસાર, મહામહેનતે રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી શકી હતી અને શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે. કાટમાળની હાલત જોતાં એવી શંકા સેવાઈ રહી છે કે, ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી બચી શક્યા નથી.

    એક ઈરાની અધિકારીએ હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યા બાદ મીડિયા સાથે વાત કરતાં આ વિશે માહિતી આપી હતી. અધિકારીએ સમાચાર એજન્સી રોયટર્સને ઘટના વિશે માહિતી આપતા કહ્યું હતું કે, દુર્ઘટનામાં ઈરાની રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર સંપૂર્ણપણે સળગી ગયું છે અને નાશ પામ્યું છે. આ સાથે તેમણે એવું પણ જણાવ્યું છે કે, દુર્ભાગ્યે તમામ યાત્રિકો માર્યા ગયા હોવાની આશંકા છે. તેમાં ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રી પણ માર્યા ગયા હોવાની આશંકા છે.

    અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, રેસ્ક્યૂ ટીમ દુર્ઘટનાસ્થળ અઝરબૈજાન વિસ્તારમાં પહોંચવા માટે રાતભર બર્ફીલા વાવાઝોડાનો સામનો કરી રહી હતી. અનેક પ્રાકૃતિક વિપદા અને ખરાબ વાતાવરણના કારણે સોમવારે (20 મે) વહેલી સવારે ટીમ ઘટનાસ્થળ પર પહોંચી શકી હતી. દરમિયાન તેમણે ત્યાં શોધખોળ હાથ ધરી હતી. જેમાં સંપૂર્ણપણે નાશ પામેલા હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો હતો. અધિકારીએ વધુમાં કહ્યું કે, “અમે બધા આશાવાદી છીએ પણ, દુર્ઘટનાસ્થળ પરથી મળી રહેલી માહિતી ખૂબ જ ચિંતાજનક છે.”

    - Advertisement -

    ઈરાનની સરકારી મીડિયા IRNA અનુસાર, ખરાબ વાતાવરણ અને પડકારજનક સ્થિતિને લઈને રેસ્ક્યૂ ટીમને સર્ચ ઓપરેશન દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે મીડિયામાં નિયમિત સમાચારો અને કાર્યક્રમોનું પ્રસારણ અટકાવી દઈને રઈસી માટે પ્રાર્થના કરી રહેલા લોકોને દર્શાવવામાં આવી રહ્યા છે. સાથે જ લાઈવ પ્રસારણમાં એક ખૂણામાં રેસ્ક્યૂ ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલું સર્ચ ઓપરેશન પણ દેખાડવામાં આવી રહ્યું છે.

    નોંધનીય છે કે, રવિવારે રાત્રે (19 મે) ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને લઈને જતું એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. હેલિકોપ્ટરમાં રાષ્ટ્રપતિ સિવાય વિદેશ મંત્રી હુસૈન આમિરઅબ્દુલ્લાહીયન પણ હાજર હતા. તેઓ અઝરબૈજાનમાં એક ડેમના ઉદ્ઘાટન માટે પહોંચ્યા હતા. જ્યાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી, કુલ ત્રણ હેલિકોપ્ટર હતા, જેમાંથી જેમાં રાષ્ટ્રપતિ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હતા તેને જ અકસ્માત નડ્યો હતો. બાકીના તમામ સલામત રીતે લેન્ડ કરી ચૂક્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં