જર્મની ટ્રેનમાં શંકાસ્પદ ઇસ્લામિક આતંકવાદી હુમલામાં પાંચ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે, શુક્રવારે જર્મની ટ્રેનમાં એક ચોંકાવનારી ઘટના ઘટી હતી, જર્મનીની એક પ્રાદેશિક ટ્રેનમાં ત્રણ મુસાફરોએ ટ્રેનમાં પાંચ લોકોને છરી વડે ઘાયલ કરનાર એક હુમલાખોરને દબોચીને કાબૂમાં લીધો હતો. આ ઘટના શુક્રવાર 13મી માર્ચ 2022ના રોજ બની હતી અને પકડાયેલા હુમલાખોરની ઓળખ ઈરાકમાં જન્મેલા વ્યક્તિ તરીકે થઈ છે.
એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, રાજ્યના આંતરિક પ્રધાન હર્બર્ટ રેઉલે જણાવ્યું હતું કે ટ્રેન પશ્ચિમી શહેર આચેન નજીકથી પસાર થઇ રહી હતી ત્યારે હુમલાખોર વ્યક્તિએ ટ્રેનમાં તેના સાથી મુસાફરો પર જનુનથી આડેધડ છરીનાં ઘા મારવાનું શરુ કરી દીધું હતું.
વધુમાં હર્બર્ટ રેઉલે જણાવ્યું હતું કે, “હુમલા પાછળનો હુમલાખોરનો હેતુ શું હતો તેની તપાસ ચાલી રહી છે, સ્થાનિક અધિકારીઓ આ હુમલા પાછળ ઉગ્રવાદી હેતુ હતો કે કેમ તેની તપાસ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઇ શકી નથી. ટ્રેનમાં લગભગ 270 મુસાફરો સવાર હતા. આ હુમલો ખુબ ભયંકર હતો પણ મુસાફરોએ દેખાડેલી હિંમતથી હુમલાખોર વિફળ થયો હતો, શંકાશ્પદ હુમલાખોર અધિકારીઓને ઓળખતો હોવાનું પણ સામે આવ્યું હતું.
રાજ્યની સ્થાનિક પોલીસે માહિતી આપી હતી કે મુસાફરો વચ્ચે એક પોલીસ અધિકારી સદા વેશમાં શામેલ હતો તેણે અન્ય બે મુસાફરોની મદદથી 31 વર્ષીય શંકાસ્પદ હુમલાખોરને દબોચી લીધો હતો. હુમલામાં ઘાયલ થયેલા મુસાફરોને સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પોલીસ અધિકારીઓના કહેવા મુજબ ઘાયલોની સ્થિતિ હાલ સામાન્ય જણાઈ રહીછે, તમામ ઘાયલ મુસાફરો જોખમથી બહાર છે.
પોલીસ સત્તાધીશોએ શંકા વ્યક્ત કરી છે કે હુમલાખોર હુમલા પાછળ ઇસ્લામિક કટ્ટરતાનો હેતુ ધરાવે છે, પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઇ શકી નથી, હુમલો ઇસ્લામિક વિચારધારાથી પ્રભાવિત હતો કે કેમ અને હુમલાખોર કોઈ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો છે કે નઈ તે દિશામાં સ્થાનિક પોલીસ તથા અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.