યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકાના (USA) ન્યૂ યોર્કમાં (New York) મેલવિલે હેમલેટમાં સ્થિત BAPS શ્રીસ્વામિનારાયણ મંદિરમાં (Attack On Hindu Temple) સોમવારે (16 સપ્ટેમ્બર) મોડી રાત્રે કેટલાક કટ્ટરપંથીઓએ તોડફોડ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. તાજેતરના વર્ષોમાં હિંદુ મંદિરને ટાર્ગેટ કરવાની આ ત્રીજી ઘટના સામે આવી છે. હિંદુ મંદિરમાં તોડફોડ કર્યા બાદ કટ્ટરવાદીઓએ દીવાલો પર વાંધાજનક નારા પણ લખ્યા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર (PM Modi) મોદી અને ભારત (India) માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ન્યૂ યોર્કના આ હિંદુ મંદિરના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલા ફોટામાં જોઈ શકાય છે કે, પવિત્ર હિંદુ મંદિરમાં ‘F*ck Modi’, ‘મોદી આતંકવાદી’ અને ‘હિંદુસ્તાન મુર્દાબાદ’ જેવા વાંધાજનક નારા પણ લખવામાં આવ્યા છે. ‘હિંદુ’ અને ‘સ્તાન’ શબ્દની વચ્ચે સ્પષ્ટ અંતર પણ રાખવામાં આવ્યું છે. જેનાથી ‘હિંદુના સ્તન’ શબ્દનો સ્પષ્ટ આભાસ થાય છે અને કરોડો હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચે છે. એક નિવેદનમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાએ હિંદુ મંદિર પર થયેલા આ હુમલાની આકરી ટીકા પણ કરી છે.
Yet another Hindu temple has been vandalized in US with a video released by a coordinated bot network.
— Journalist V (@OnTheNewsBeat) September 16, 2024
The temple is the BAPS Swaminarayan Temple in Melville NY
Sukhpal Singh was arrested for the last temple vandalization in NY state in Queens. pic.twitter.com/ionj3X8YzS
નિવેદનમાં કહેવાયું છે કે, “અમે તે લોકો માટે પણ પ્રાર્થના કરીશું, જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે, જેથી તેઓ પોતાની નફરતથી મુક્ત થઈ શકે અને આપણી સંયુકત માનવતાને જોઈ શકે.” મંદિરના પદાધિકારીએ જણાવ્યું કે, “ધૃણાસ્પદ બર્બરતા વિશે માહિતી મળ્યા બાદ તરત જ સ્થાનિક અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા.” આ સાથે વધુમાં કહેવાયું કે, BAPS સંસ્થા આ ધૃણાસ્પદ ગુનાની તપાસમાં અધિકારીઓ સાથે મળીને કામ કરી રહી છે.
The vandalism of the BAPS Swaminarayan Temple in Melville, New York, is unacceptable ; The Consulate @IndiainNewYork is in touch with the community and has raised the matter with U.S. law enforcement authorities for prompt action against the perpetrators of this heinous act.…
— India in New York (@IndiainNewYork) September 16, 2024
ન્યૂ યોર્ક સ્થિત ભારતના કોન્સ્યુલેટ જનરલે પણ એક નિવેદન બહાર પાડીને BAPS શ્રીસ્વામિનારાયણ મંદિરને ટાર્ગેટ કર્યાની ઘટનાની સખત નિંદા કરી હતી. આધિકારિક ‘India In New York’ X હેન્ડલ પરથી કરવામાં આવેલી એક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, “ન્યૂ યોર્કના મેલવિલેમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવેલી બર્બરતા અસ્વીકાર્ય છે. વાણિજ્ય દૂતાવાસ સમુદાયના સંપર્કમાં છે અને આ ધૃણાસ્પદ કૃત્યના ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા માટે US અધિકારીઓ સામે મામલો ઉઠાવ્યો છે.”
અમેરિકામાં હિંદુ મંદિર પર હુમલા
આ વર્ષે જ કેલિફોર્નિયા રાજ્યના હેવર્ડ શહેરમાં વિજય શેરાવાલી મંદિરને ખાલિસ્તાની નારા લગાવીને અપવિત્ર કરવાની ઘટના સામે આવી હતી. મંદિર પર ‘ખાલિસ્તાન જિંદાબાદ’ અને ‘મોદી આતંકવાદી છે’ જેવા વાંધાજનક નારા લખવામાં આવ્યા હતા. તે સમયે મંદિર પ્રશાસને એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, જય માતાજી ભક્તો. ખૂબ જ દુઃખ સાથે અમે તમને સૂચિત કરીએ છીએ કે, ગયા અઠવાડિયે મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. અમે પોલીસને જાણ કરી દીધી છે અને પોલીસે આ કૃત્યને ધૃણાસ્પદ ગુના તરીકે વર્ગીકૃત કર્યું છે.” આ સાથે નિવેદનમાં અન્ય મંદિરો પર પણ હુમલા થયા હોવાનું કહેવામાં આવ્યું હતું.
આ પહેલાં 22 ડિસેમ્બર 2023ના રોજ કેલિફોર્નિયાના નેવાર્ક શહેરમાં સ્વામિનારાયણ મંદિર પર ખાલિસ્તાન સમર્થક, ભારત અને મોદીવિરોધી નારા લગાવવામાં આવ્યા હતા અને મંદિરમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. મંદિરની બહારની દીવાલ પર ‘ખાલિસ્તાન જિંદાબાદ’, ‘શહીદ ભિંડરાવાલે’, ‘F*ck Modi’ અને ‘મોદી આતંકવાદી છે’ જેવા વિવાદિત નારા લખવામાં આવ્યા હતા. ભૂતકાળમાં અમેરિકા અને તેના પાડોશી દેશ કેનેડામાં આ રીતે જ હિંદુ મંદિરોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.
ભારત સરકારે પહેલાંથી જ ખાલિસ્તાની આતંકવાદીઓની વધતી ગતિવિધિઓઓ પર ચિંતા વ્યક્ત કરી છે અને કેનેડા અને અમેરિકા જેવા દેશોને અલગતાવાદને ભડકાવવાના પ્રયાસ કરતાં જૂથો અને લોકો પર સખત કાર્યવાહી કરવા માટેનું કહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક વખત આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવ્યો હતો.