Wednesday, September 11, 2024
More
    હોમપેજદુનિયાઅમેરિકામાં વધુ એક હિંદુ મંદિર પર હુમલો, બોર્ડ પર લખ્યું- 'મોદી ટેરરિસ્ટ,...

    અમેરિકામાં વધુ એક હિંદુ મંદિર પર હુમલો, બોર્ડ પર લખ્યું- ‘મોદી ટેરરિસ્ટ, ખાલિસ્તાન ઝિંદાબાદ’: 15 દિવસમાં બીજી ઘટના

    HAF દ્વારા એક ફોટો પણ શૅર કરવામાં આવ્યો છે. જેમાં મંદિરના બોર્ડ પર ભારતવિરોધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધી દ્રેષપૂર્ણ સૂત્રો લખવામાં આવ્યાં છે. ઉપરની તરફ 'મોદી ટેરરિસ્ટ' અને નીચે 'ખાલિસ્તાન ઝિંદાબાદ' લખવામાં આવ્યું હતું.

    - Advertisement -

    વિદેશી ધરતી પર ખાલિસ્તાની ચરમપંથીઓ દ્વારા હિંદુ મંદિરોને ટાર્ગેટ કરવાના બનાવો વધી રહ્યા છે ત્યારે હવે આવો વધુ એક મામલો સામે આવ્યો છે. માહિતી મળી રહી છે કે અમેરિકામાં કેલિફોર્નિયાના હેવર્ડ વિસ્તારમાં આવેલા શેરાવાલી મંદિર બહાર ભારતવિરોધી અને મોદીવિરોધી સૂત્રો લખવામાં આવ્યાં હતાં. એક જ મહિનામાં અમેરિકામાં હિંદુ મંદિર પર આ બીજો હુમલો છે. તાજેતરમાં જ કેલિફોર્નિયાના નેવાર્કમાં એક સ્વામિનારાયણ મંદિરને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું હતું.

    અમેરિકામાં હિંદુ સમુદાય માટે કાર્યરત હિંદુ અમેરિકન ફાઉન્ડેશને (HAF) સોશિયલ મીડિયા X પર હુમલા અંગેની માહિતી શૅર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું કે હેવર્ડના શેરાવાલી મંદિરમાં ખાલિસ્તાન સમર્થક નારા ચીતરવામાં આવ્યા હતા. સાથે 2 સપ્તાહ પહેલાં સ્વામિનારાયણ મંદિર અને એક અઠવાડિયા પહેલાં શિવ-દુર્ગા મંદિરે થયેલી ચોરીના બનાવનો ઉલ્લેખ કરીને કહ્યું કે, હિંદુ મંદિરોને ટાર્ગેટ કરવા માટે એક જેવી જ પેટર્ન અપનાવવામાં આવી રહી છે. સંગઠને જણાવ્યું કે તેઓ મંદિરના સંચાલકોના સંપર્કમાં છે.

    પોસ્ટ સાથે HAF દ્વારા એક ફોટો પણ શૅર કરવામાં આવ્યો છે. જેમાં મંદિરના બોર્ડ પર ભારતવિરોધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધી દ્રેષપૂર્ણ સૂત્રો લખવામાં આવ્યાં છે. ઉપરની તરફ ‘મોદી ટેરરિસ્ટ’ અને નીચે ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ લખવામાં આવ્યું હતું. હાલ આ મામલે હિંદુ સંગઠન અમેરિકી પોલીસ અને મંદિર પ્રશાસન સાથે સંપર્કમાં છે. હિંદુ અમેરિકન ફાઉન્ડેશને અમેરિકા સ્થિત હિંદુ મંદિરોને સાવચેત કરતાં દરેક જગ્યાએ સાવચેતીના ભાગરૂપે સીસીટીવી કેમેરા અને અલાર્મ સિસ્ટમ લગાવવાની અપીલ કરી છે.

    - Advertisement -

    આ પહેલાં આ જ વિસ્તારમાં 23 ડિસેમ્બર, 2023ના રોજ સ્વામિનારાયણ મંદિર પર ભારત વિરોધી નારા લખવામાં આવ્યા હતા. ત્યારબાદ સામે આવેલા ફોટામાં મંદિરની દીવાલ પર ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારા લખેલા જોવા મળ્યા હતા. દીવાલો પર લખેલા નારામાં ખાલિસ્તાની આતંકી ભીંડરાવાલેને ‘શહીદ‘ ગણાવવામાં આવ્યો હતો અને વડાપ્રધાન મોદી માટે ‘ટેરરિસ્ટ’ શબ્દ વાપર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં અવારનવાર હિંદુ મંદિરો પર હુમલા થતા રહ્યા છે અને એક કે બીજી રીતે હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવતા રહ્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં ખાલિસ્તાની ચરમપંથીઓ જ આની પાછળ હોવાનું સામે આવતું રહ્યું છે. મંદિરો જ નહીં, ખાલિસ્તાનીઓ વિદેશોમાં સ્થિત દૂતાવાસ અને હાઈકમિશનમાં કામ કરતા અધિકારીઓને પણ ટાર્ગેટ કરતા આવ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં