Saturday, October 5, 2024
More
    હોમપેજદુનિયાઅમેરિકામાં હિંદુ મંદિરને કરાયું ટાર્ગેટ: ખાલિસ્તાન સમર્થકોએ સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર ચીતર્યા...

    અમેરિકામાં હિંદુ મંદિરને કરાયું ટાર્ગેટ: ખાલિસ્તાન સમર્થકોએ સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર ચીતર્યા નારા, PM મોદી માટે પણ આપત્તિજનક શબ્દો લખાયા

    હિંદુ ફાઉન્ડેશને આ વિશેના ફોટા પણ શેર કર્યા છે. ફોટામાં મંદિરની દીવાલ પર ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારા લખેલા જોઈ શકાય છે.

    - Advertisement -

    અમેરિકા અને કેનેડામાં અવારનવાર ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિરમાં તોડફોડ કરીને આપત્તિજનક નારા લખ્યા હોવાના સમાચાર સામે આવતા રહ્યા છે. જે બાદ હવે ફરી અમેરિકાના એક હિંદુ મંદિરને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, અમેરિકાના એક સ્વામિનારાયણ મંદિર પર ખાલિસ્તાની સમર્થક અને ભારત વિરોધી નારા લખવામાં આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    પ્રાપ્ત વિગતો અનુસાર, મંદિરની દીવાલો પર ખાલિસ્તાન સમર્થક અને ભારત વિરોધી નારા લખવામાં આવ્યા છે. આ ઘટના કેલિફોર્નિયાના નેવાર્ક શહેરથી સામે આવી છે. અહીંના એક સ્વામિનારાયણ મંદિર પર ભારત વિરોધી નારા લખવામાં આવ્યા છે. અમેરિકન હિંદુ ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશે માહિતી આપી છે. હિંદુ ફાઉન્ડેશને આ વિશેના ફોટા પણ શેર કર્યા છે. ફોટામાં મંદિરની દીવાલ પર ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારા લખેલા જોઈ શકાય છે. દીવાલો પર ખાલિસ્તાની આતંકી ભીંડરાવાલેને ‘શહીદ ‘ ગણવામાં આવ્યો છે. એ ઉપરાંત વડાપ્રધાન મોદી માટે ‘ટેરરિસ્ટ’ શબ્દ વાપર્યો છે.

    સંગઠનનું કહેવું છે કે, આ દ્વેષપૂર્ણ સંદેશાઓ મંદિરમાં આવતા લોકોને હેરાન કરવા અને ‘હિંસાનો ભય’ પેદા કરવા માટે લખવામાં આવ્યા હોય શકે છે.” નેવાર્ક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    - Advertisement -

    ‘ઘટનાની તપાસ હેટ ક્રાઈમ તરીકે થવી જોઈએ’

    હિંદુ અમેરિકન ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, “મંદિરની દીવાલો પર લખવામાં આવેલા નારા વિરુદ્ધ નેવાર્ક પોલીસ વિભાગ, ન્યાય વિભાગ અને નાગરિક અધિકાર વિભાગમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. નેવાર્ક પોલીસ આ મામલાની તપાસ કરશે. અમે ભારપૂર્વક કહી રહ્યા છીએ કે, તેની તપાસ હેટ ક્રાઈમ તરીકે થવી જોઈએ.”

    નોંધનીય છે કે અમેરિકામાં હિંદુ મંદિરએ ટાર્ગેટ કરવાની આ કોઈ પ્રથમ ઘટના નથી. આ પહેલાં પણ અનેકવાર અમેરિકા અને તેના પાડોશી દેશ કેનેડામાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ વર્ષના જ ઓગસ્ટ મહિનામાં કેનેડાના સરે શહેરમાંથી આવી ઘટના સામે આવી હતી. સરે શહેરના લક્ષ્મી-નારાયણ મંદિરમાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેની દીવાલો અને દરવાજા પર ખાલિસ્તાન સમર્થક પોસ્ટર પણ લગાડવામાં આવ્યા હતા, જેમાં ખાલિસ્તાની આતંકી હરદીપ સિંઘ નિજ્જરના મોતનો બદલો લેવાની વાત કહેવામાં આવી હતી.

    અમેરિકાના દાવા બાદ બની ઘટના

    અમેરિકાના સ્વામિનારાયણ મંદિરને એવા સમયે ટાર્ગેટ કરાયું, જ્યારે અમેરિકાએ તાજેતરમાં એવો દાવો કર્યો હતો કે, આતંકી ગુરપતવંત સિંઘ પન્નુની હત્યા કરવા માટે એક ભારતીય પ્લાનિંગ કરી રહ્યો હતો.આ મામલે વડાપ્રધાન પણ તપાસનું આશ્વાસન આપી ચૂક્યા છે. PM મોદીએ ફાઈનાન્શિયલ ટાઈમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જો કોઈ દેશ અમને માહિતી આપે છે તો અમે ચોક્કસપણે તેની ઉપર કામ કરીએ છીએ અને અમારા કોઈ નાગરિકે કશું ખોટું કર્યું હશે તો જરૂરથી કાર્યવાહી થશે. બીજી તરફ, તેમણે વિદેશોમાં સક્રિય ભારતવિરોધી ચરમપંથી અને આતંકવાદી જૂથો પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં