Sunday, May 5, 2024
More
    હોમપેજદેશ'વિદેશોમાં સક્રિય ચરમપંથી જૂથો ભારતમાં હિંસા ફેલાવવા માંગે છે': આતંકી પન્નુની હત્યાના...

    ‘વિદેશોમાં સક્રિય ચરમપંથી જૂથો ભારતમાં હિંસા ફેલાવવા માંગે છે’: આતંકી પન્નુની હત્યાના કથિત ષડ્યંત્ર મામલે PM મોદીએ કહ્યું- કાયદાના શાસનને લઈને પ્રતિબદ્ધ છે ભારત

    PM મોદીએ તાજેતરમાં અમેરિકન અખબાર 'ધ ફાયનાન્સિયલ ટાઈમ્સ' સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, "જો કોઇ પણ દેશ અમને કોઇ જાણકારી આપે તો અમે ચોક્કસપણે તેની ઉપર ધ્યાન આપીએ છીએ."

    - Advertisement -

    અમેરિકામાં ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાના કથિત કાવતરા માટે ભારતીય અધિકારી અને એક નાગરિક પર અમેરિકાની કોર્ટે ગંભીર આરોપ લગાવ્યા હતા. જેના જવાબમાં PM મોદીએ આ મુદ્દે સૌ પ્રથમવાર વાત કરતા કહ્યું હતું કે “અમેરિકા દ્વારા આપવામાં આવેલા પુરાવાઓને અમે જોઈશું, પરંતુ આવી ઘટનાઓથી અમેરિકા અને ભારતના સંબંધોને કોઈ અસર થશે નહિ”

    PM મોદીએ તાજેતરમાં અમેરિકન અખબાર ‘ધ ફાયનાન્સિયલ ટાઈમ્સ’ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, “જો કોઇ પણ દેશ અમને કોઇ જાણકારી આપે તો અમે ચોક્કસપણે તેની ઉપર ધ્યાન આપીએ છીએ. જો અમારા નાગરિકે કોઇ સારું-ખરાબ કૃત્ય કર્યું હશે તો અમે તે પણ ધ્યાને લઈશું. કાયદાના પાલન માટે અમે કાયમ પ્રતિબદ્ધ છીએ.”

    આ સિવાય પીએમ મોદીએ વિદેશમાં સક્રિય ખાલિસ્તાની આતંકવાદી અને ચરમપંથી તત્ત્વો પર પણ ટિપ્પણી કરી હતી, જોકે તેમણે કોઈનું નામ લીધું ન હતું. તેમણે કહ્યું કે, “વિદેશોમાં છુપાયેલાં ચરમપંથી સંગઠનો સ્વતંત્રતા મેળવવાની આડમાં લોકોને ડરાવવા-ધમકાવવા અને હિંસા ભડકાવવામાં લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં 1-2 વર્ષમાં કેનેડા અને અન્ય દેશોમાં પણ ખાલિસ્તાની તત્વોએ માથું ઉચક્યું છે અને એવી અનેક ઘટનાઓ બની જેમાં વિદેશની ધરતી પર ભારતવિરોધી કૃત્યો કરીને દેશવિરુદ્ધ લોકોને ભડકાવવામાં આવ્યા હોય.

    - Advertisement -

    વાતચીત દરમિયાન અમેરિકા સાથેના વણસતા સંબંધની વાતને PM મોદીએ નકારી કાઢી હતી અને કહ્યું કે “સુરક્ષા અને આતંકવાદ વિરોધીનીતિ આ બંને દેશોની ભાગેદારીના પ્રમુખ ઘટકો છે. મને નથી લાગતું કે આવી કોઈ ઘટનાઓથી બંને દેશોના રાજનીતિક સંબંધોને કોઈ અસર થાય. સૌએ સ્વીકારવું પડશે કે આપણે બધા બહુપક્ષવાદના યુગમાં જીવીએ છીએ. દુનિયા એકબીજા સાથે જોડાયેલી હોવા સાથે એકબીજા ઉપર નિર્ભરતા પણ રાખે છે.” PM મોદીએ જણાવ્યું કે બંને દેશોના સંબંધો મજબૂત છે અને જે દર્શાવે છે કે બંનેની ભાગીદારી કેટલી પરિપક્વ અને સ્થિર છે.

    ઉલ્લખનીય છે કે અમેરિકાની એજન્સીઓએ ખાલિસ્તાની આતંકી ગુરુપતવંત સિંઘ પન્નુની કથિત હત્યાના કાવતરાનો આરોપ એક ભારતીય અધિકારી સાથે નીખીલ ગુપ્તા નામના વ્યક્તિ ઉપર લગાવ્યો હતો. ન્યાય વિભાગે કોર્ટમાં એક ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, અધિકારીના નામનો ફોડ પાડવામાં આવ્યો ન હતો અને તેમના સ્થાને CC-1 લખવામાં આવ્યું હતું. USનો દાવો છે કે તેઓ ભારત સરકારની એજન્સીના કર્મચારી છે, જેઓ સિક્યુરિટી મેનેજમેન્ટ અને ઇન્ટેલિજન્સ માટે જવાબદાર છે. જે પછીથી ભારત અને અમેરિકાના સંબંધો વિષે ચર્ચાઓ થવા પામી હતી. આ ઘટનાને વિશે ભારતીય પોલીસ પ્રશાસને પણ કાર્યવાહીની વાત કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં