ફ્રાન્સની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બહુમતી મેળવીને ઈમેન્યુઅલ મેક્રોન ફરી એકવાર રાષ્ટ્રપતિ તરીકે પરત ફર્યા છે. તેમને ચૂંટણીમાં 58.2% વોટ મળ્યા હતા, જ્યારે તેમના હરીફ મરીન લે પેનને 41.8% વોટ મળ્યા હતા. પેને પરિણામ જોયા પછી હાર સ્વીકારી લીધી અને કહ્યું કે તે ફ્રાન્સ માટે લડવાનું ચાલુ રાખશે. તે જ સમયે, મેક્રોનને બહુમત મળતા જોઈને અન્ય દેશોના નેતાઓએ તેમને અભિનંદન આપવાનું શરૂ કર્યું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મેક્રોનને ફરીથી ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પોતાના ટ્વીટમાં તેણે લખ્યું કે, “હું ભારત-ફ્રેન્ચ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું.” બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પણ મેક્રોનને શુભેચ્છા પાઠવી હતી, અને કહ્યું હતું કે તેઓ તેમના નજીકના અને મહત્વપૂર્ણ સાથી સાથે કામ કરવા માટે ઉત્સુક છે.
Emmanuel Macron won France’s presidential election, with initial estimates suggesting he had secured 58.2% of the vote, defeating Marine Le Pen #presidentielles2022 https://t.co/Ez0Zh2SxB5
— The Economist (@TheEconomist) April 24, 2022
મળતી માહિતી મુજબ, ઈમેન્યુઅલ મેક્રોન 20 વર્ષમાં બીજા કાર્યકાળ માટે ચૂંટાયેલા ફ્રાન્સના પહેલા રાષ્ટ્રપતિ બન્યા છે. આ વખતે તેમને તેના વિરોધી મરીન લે તરફથી સમાન પડકારનો સામનો કરવો પડ્યો, જેણે રેડિયો પર નિવેદન આપ્યું હતું કે જાહેર સ્થળોએ હિજાબ પહેરતી મહિલાઓએ દંડ ભરવો પડશે. ઓપિનિયન પોલમાં પણ મેક્રોન પેન સામે થોડી લીડ સાથે આગળ હતા. આ ચૂંટણીઓ મહિલા ઉમેદવારની તરફેણમાં જશે તેવી અટકળો હતી. જોકે, અંતે મેક્રોને બહુમતી સાથે ચૂંટણી જીતી લીધી હતી.
ઇસ્લામિક કટ્ટરવાદ વિરુદ્ધ મેક્રોન
અહીં એ નોંધવા જેવું છે કે તાજેતરમાં જ ફ્રાન્સે ઇસ્લામને તેની ‘સેક્યુલર’ રીતે ઢાળવાની જાહેરાત કરતી સંસ્થાની જાહેરાત કરી હતી, જેના પછી મુસ્લિમ ધર્મગુરુઓએ કહ્યું હતું કે ઇસ્લામને આ રીતે ઢાળવાનો પ્રયાસ માત્ર એટલા માટે છે કે મેક્રોનને જમણેરી લોકોનું સમર્થન મળે. આ સિવાય, મેક્રોનના ગત કાર્યકાળ દરમિયાન, ફ્રાન્સે કટ્ટરપંથી ઇસ્લામને આશ્રય આપવા અને આતંકવાદી હુમલાઓને કાયદેસર બનાવવા બદલ મસ્જિદો પર કાર્યવાહી કરી હતી અને એમને તાળાં મારી દીધા હતા.
તેમણે ઈસ્લામિક કટ્ટરવાદ સામે લડવા માટે કટ્ટરપંથી વિરોધી ઈસ્લામવાદી કાયદો પણ પસાર કર્યો હતો. આ બિલમાં મસ્જિદો અને મદરેસાઓ પર સરકારી દેખરેખ વધારવા અને બહુપત્નીત્વ અને બળજબરીથી લગ્નો પર કડક કાર્યવાહી કરવાની જોગવાઈઓ હતી. આ વિધેયક ફ્રાન્સની બિનસાંપ્રદાયિક પરંપરાઓને અવમૂલ્યન કરનારાઓ સામે કઠોર કાર્યવાહી કરવાની મંજૂરી આપે છે. વર્ષ 2020માં ઈસ્લામને પણ ધર્માંધતા અને નફરત ફેલાવતો ધર્મ ગણાવવામાં આવ્યો છે, જેના કારણે ઘણી જગ્યાએ તેની ટીકા થઈ રહી છે. તેણે દેશમાં ઈમામોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.