Monday, June 17, 2024
More
    હોમપેજક્રાઈમપાકિસ્તાનમાં કુરાનના અપમાનનો આરોપ લગાવીને ખ્રિસ્તી પરિવારના ઘર પર તૂટી પડ્યું કટ્ટરપંથી...

    પાકિસ્તાનમાં કુરાનના અપમાનનો આરોપ લગાવીને ખ્રિસ્તી પરિવારના ઘર પર તૂટી પડ્યું કટ્ટરપંથી ટોળું, આગચંપી અને તોડફોડ કરી: ચર્ચ પર પણ હુમલો

    આ હુમલામાં પાંચ જણાને ટોળાથી બચાવવામાં આવ્યા છે. ઘાયલ વ્યક્તિઓને સારવાર માટે સ્થાનિક દવાખાને ખસેડવામાં આવ્યા છે. અહેવાલોમાં સ્થાનિક સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે ઉશ્કેરાયેલા ટોળાએ એક ઘર અને એક પગરખાંના કારખાનામાં આગ લગાવી દીધી હતી.

    - Advertisement -

    પાકિસ્તાનથી લઘુમતી સમુદાય પર અત્યાચારના સમાચાર આવવા કોઈ નવી વાત નથી. હવે ફરી એક વાર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઈશનિંદાના નામે ખ્રિસ્તી સમુદાયના એક પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. મુસ્લિમ સમુદાયના ટોળું ખ્રિસ્તી સમુદાયના ઘર પર તૂટી પડ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે જો પોલીસ વચ્ચે ન પડી હોત તો જાનહાનિ થઈ હોત. હુમલામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે અને અન્ય અમુકને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેઓ સારવાર લઇ રહ્યા છે.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર, આ ઘટના પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા સરગોધા જિલ્લાની છે. અહીં કેટલાક ખ્રિસ્તી પરિવારો પણ વસે છે. આ પરિવારો પર કુરાનનું અપમાન કરીને ઈશનિંદા (Blasphemy) કરવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. જોતજોતામાં તેમના ઘર પાસે કટ્ટરપંથીઓના ટોળા એકઠા થવા લાગ્યાં. ત્યારબાદ ટોળાએ તેમના ઘર પર પથ્થર વરસાવવાના શરૂ કરી દીધું. દરમિયાન ત્યાંની સ્થાનિક ચર્ચ પર પણ હુમલો કરવામાં આવ્યો. ટોળું ખ્રિસ્તી પરિવારના ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યુ હતું. પાકિસ્તાની મીડિયા અનુસાર આ ટોળાએ નજીકની એક દુકાનમાં પણ આગ લગાવી દીધી.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર, આ હુમલામાં પાંચ જણાને ટોળાથી બચાવવામાં આવ્યા છે. ઘાયલ વ્યક્તિઓને સારવાર માટે સ્થાનિક દવાખાને ખસેડવામાં આવ્યા છે. અહેવાલોમાં સ્થાનિક સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે ઉશ્કેરાયેલા ટોળાએ એક ઘર અને એક પગરખાંના કારખાનામાં આગ લગાવી દીધી હતી. આ ઘટનાના કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. બીજી તરફ પાકિસ્તાનના માનવાધિકાર આયોગે પણ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે. આ પહેલા પણ કેટલાક લઘુમતી સમુદાયોના ઘર અને તેમના ધાર્મિક સ્થળને સળગાવી દેવામાં આવ્યાં હતન. તે સમયે પણ આરોપ ઈશનિંદાના જ હતા અને મસ્જિદોમાંથી ટોળાઓને એકઠા કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. અહીં નોંધવું જરૂરી છે કે પાકિસ્તાનમાં ઈશનિંદા માટે મૃત્યુદંડનું પ્રાવધાન છે. જોકે કટ્ટરપંથી ટોળા આ પ્રકારના કાયદાનો દુરુપયોગ કરીને અલ્પસંખ્યકોને પ્રતાડિત કરવાનું કામ કરતા રહે છે.

    આ પહેલાં ઈશનિંદાના આરોપમાં ટોળાએ એક વ્યક્તિની હત્યા કરી દીધી હતી, જયારે અન્ય એક ઘટનામાં 22 વર્ષીય યુવકને મૃત્યુ દંડ અને 17 વર્ષના વિદ્યાર્થીને આજીવન કેદની સજા આપવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં