Wednesday, November 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઈશનિંદાના આરોપસર હત્યાના કેસમાં 6 ને મોત, 9 ને ઉંમરકેદની સજા, અન્ય...

    ઈશનિંદાના આરોપસર હત્યાના કેસમાં 6 ને મોત, 9 ને ઉંમરકેદની સજા, અન્ય 73 ને પણ જેલ : પાકિસ્તાનમાં થયું હતું મોબ લીન્ચિંગ

    પાકિસ્તાનમાં ઈશનિંદાના નામે એક શ્રીલંકનમૂળના જનરલ મેનેજરની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી. આજે પાકિસ્તાનની કોર્ટે તમામ આરોપીઓને સજા સંભળાવી હતી.

    - Advertisement -

    શ્રીલંકન નાગરિક પ્રિયંથા કુમારા પર મોબ લીન્ચિંગ અને હત્યાના કેસમાં પાકિસ્તાનની એન્ટી ટેરેરિસ્ટ કોર્ટે સોમવારે (18 એપ્રિલ 2022) 89 આરોપીઓને દોષી ઠેરવીને છ લોકોને મોતની સજા સંભળાવી છે જ્યારે 9 ગુનેગારોને ઉંમરકેદની સજા આપી હતી. જ્યારે બાકીના 72 હત્યારાઓને પણ 2-2 વર્ષની જેલ થઇ છે. અન્ય એક ગુનેગારને પાંચ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી, જ્યારે અન્ય એકને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો હતો.

    પંજાબ અભિયોજન પક્ષના સચિવ નદીમ સરવરે લાહોરમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગેની માહિતી સાર્વજનિક કરી હતી. આ મામલે મૃત્ય પ્રિયંથાના કાનૂની વારસદારોને બે લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ ઉંમરકેદની સજા પામેલા ગુનેગારોને કોર્ટે બબ્બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસની સુનાવણી ATC કોર્ટનાં જસ્ટિસ નતાશા નસીમે કરી હતી.

    નદીમ સરવરના જણાવ્યા અનુસાર, ફરિયાદી પક્ષે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો સાબિત કરવા માટે કોર્ટમાં 43 સાક્ષીઓને રજૂ કર્યા હતા. તેમજ સાક્ષીઓની જુવાનીને ફાસ્ટ ટ્રેક પદ્ધતિથી એક મહિનામાં પૂર્ણ કરવામાં આવી હતી તેમ પણ જણાવવામાં આવ્યું. જણાવવામાં આવ્યું કે કોર્ટે આરોપીઓને પોતાનો બચાવ કરવા માટે પણ સમય આપ્યો હતો. 12 માર્ચ 2022 ના રોજ કેસમાં આરોપ નક્કી કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સોમવારે (18 એપ્રિલ 2022) કોર્ટે 88 દોષીઓને સજા સંભળાવવામાં આવી હતી.

    - Advertisement -

    ક્યારે બની હતી ઘટના?
    આ ઘટના 3 ડિસેમ્બર 2021 ની છે. મૂળ શ્રીલંકન નાગરિક પ્રિયંથા કુમારા પાકિસ્તાનના સિયાલકોટ સ્થિત એક ફેક્ટરીમાં જનરલ મેનેજર હતા. કામ પ્રત્યે ઈમાનદાર પ્રિયંથાના કડક સ્વભાવના કારણે કંપનીના કર્મચારીઓ પહેલેથી જ તેમનાથી નારાજ રહેતા હતા. જે બાદ ત્રીજી ડિસેમ્બરના રોજ તેમની ઉપર ઈશનિંદાનો આરોપ લગાવીને કટ્ટરપંથી મુસ્લિમોએ મોબ લીન્ચિંગ કરી હત્યા કરી નાંખી હતી.

    હત્યા પહેલાં તેમને ખૂબ પ્રતાડિત કરવામાં આવ્યા હતા અને તેમના શરીરનાં હાડકાં પણ તોડી નાંખવામાં આવ્યાં હતાં. આ કેસમાં પાકિસ્તાન પીનલ કોડ (PPC)ની કલમ 302, 297, 201, 427, 431, 157, 149 અને એન્ટી પાક વિરોધી કલમ 7 અને 11 હેઠળ કુલ 900 જેટલા આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

    આ કેસના આરોપીઓએ એક વિડીયો જારી કરીને કહ્યું હતું. “અમે અમારા સાથીઓને કહ્યું કે આ ખોટું થયું છે. અમારા મેનેજમેન્ટ સાથે પણ વાત કરી. એક દિવસે ભેગા થઈને તેની પર ઓઈલ નાંખીને સળગાવી દીધો. જે કોઈ પણ આવું કરશે, અમારા રસૂલના નામે તો જીવ પણ કુરબાન છે. અમારા હદીસમાં લખ્યું છે કે જે કોઈ પણ નબીની શાનમાં ગુસ્તાખી કરનારનું માથું ધડથી અલગ કરી નાંખવામાં આવશે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં